ફિલ્મ જગત માં મોટા ભાગના દરેક અભિનેત્રી ઓ કોઈક ને કોઈક ના પ્રેમ પ્રકરણ માં સંકળાયેલા હોય છે. ફર્ક એ છે કે અમુક કલાકારો નું પ્રેમ પ્રકરણ લોકોની સામે આવે છે, તો અમુક નું નથી આવતું. ઘણી વખત આવું પણ બને છે કે કોઈ કલાકાર નું પ્રેમ પ્રકરણ એક કરતા વધારે લોકો જોડે ચાલતું હોય છે પરંતુ આ સંબંધો લાંબા સમય સુધી નથી ચાલતા.

અજય દેવગન ની વાત નીકળી છે તો તમને કહી દઉં કે અજય દેવગન એકદમ ઓછું બોલવા વાળો માણસ છે જયારે કાજોલ નો સ્વભાવ એકદમ ચંચલ છે. અજય અને કાજોલ લગ્ન પહેલા બંને ખાસ મિત્રો હતા પરંતુ ક્યારે મિત્રતા પ્રેમ માં બદલાઈ ગઈ એની ખબર જ નાં પડી અને બંને જણા એ લગ્ન કરી લીધા.
જ્યારે કજોલ અને અજય ના લગ્ન ની વાત મેડિયા માં આવી ત્યારે લોકોને લાગ્યું કે આ સંબંધ લાંબો નઈ ચાલે, કારણકે કાજોલ આજાદ જીંદગી જીવવા વાળી છોકરી હતી તેમજ અજય નો પરિવાર પારંપરિક રીતે જીવવા વાળો પરિવાર હતો.
પરંતુ આવું કંઈપણ નાં થયું, 1999 થી લઈને અત્યાર સુધી અજય અને કાજોલ નું લગ્ન જીવન સુખી સુખી વીત્યું છે.
પરંતુ તમને જણાવી દઈએ કે લગ્ન પહેલા અજય નું નામ ઘણી અભિનેત્રીઓ જોડે સંકળાયેલું રહ્યું છે.

અજય દેવગન અને કરિશ્મા કપૂર એ સાથે ઘણી ફિલ્મો કરી છે. સાંભળવામાં આવે છે કે તેઓ ઘણો સમય સેટ પર વિતાવતા હતા અને તેમની રોમાન્સ ની ખબરો પણ સાંભળવામાં આવતી હતી. લોકો ને લાગતું હતું કે તેઓ ગમેં તે સમયે લગ્ન કરી સકે છે પરંતુ તેમના અંગત કારણો સર તેમનો આ સંબંધ લાંબો નાં ચાલ્યો.

એક સમય ની સુપર હીટ અભિનેત્રી રવિના ટંડન અને અજય દેવગન બંને, દિલવાલે , એક હી રાસ્તા , અને ગીર (GAIR ) જેવી ઘણી ફિલ્મો એક સાથે કરી છે. ફિલ્મો માં જોડે કામ કરતા કરતા બંને એકબીજાની ઘણી નજીક આવી ગયા હતા. તેમજ બંને વચ્ચે સંબંધ પણ બનવાનો ચાલુ થઇ ગયો હતો. પરંતુ સમય જતા અજય ની તબ્બુ જોડે આકર્ષણ વધતા રવિના અને અજય બંને અલગ થઇ ગયા.

અજય દેવગન અને મનીષા કોઈરાલા એ ધનવાન ફિલ્મ માં એક સાથે કામ કરેલું છે અને ત્યાંથીજ તેમના પ્રેમ પ્રકરણ ની સરુઆત થઇ હતી. પરંતુ તેમનો આ સંબંધ વધારે લાંબો નાં ચાલ્યો અને તે બંને પોતાના જીવન માં આગળ વધી ગયા.

તબ્બુ એ પોતાના જીવન માં ઘણી સુપર હીટ ફિલ્મો કરી છે. આજેપણ તબ્બુ નું નામ એક લીડ રોલ્લ તરીકે લેવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે તબ્બુ એ આજ સુધી કોઈની જોડે લગ્ન નથી કર્યા. તબ્બુ અજય દેવગન ને ખુબજ પ્રેમ કરતી હતી અને તે બંને વાચે સંબંધો પણ સારા હતા પરંતુ ખબર નઈ કેમ તે બંને એક બીજાથી છુટા થઇ ગયા અને અજય દેવગન એ કાજોલ જોડે લગ્ન કરી લીધા પરંતુ એ આજ સુધી પણ લગ્ન નથી કર્યા તે હજુ પણ કુવારી છે.