કેમ ઇન્દિરા ગાંધી એ ઇમરજન્સી લગાવી હતી પૂરા દેશ માં ? | ઇન્દિરા ગાંધી ની હકીકત

1975 માં ઇન્દિરા ગાંધી પૂરા દેશ માં 2 વર્ષ માટે ઇમરજન્સી લગાવી દે છે અને દેશ ના નાગરિક ના મૂળભૂત અધિકારો સ્થગિત કારીદેવામાં આવે છે. અનેક વિપક્ષી નેતાઓ ને જેલ માં પૂરી દેવામાં આવે છે અને આ ઘટના ને ઇતિહાસ માં ભારતીય લોકશાહી પર કાળો ધબ્બો માનવામાં આવે છે.

પરંતુ શું તમને ખબર છે કે આ ઇમરજન્સી જાહેર કરવા પાછળ નું મુખ્ય કારણ શું હતું ?

ઇમર્જન્સિ યુદ્ધ ના સમયે

1975 માં ઇમરજન્સી પહેલી વખત જાહેર નતી થઈ પરંતુ એની પહેલા 1962 માં ભારત અને ચીન યુદ્ધ વખતે અને 1971 માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે પણ ઇમરજન્સી જાહેર થયેલી છે. પરંતુ આ 2 ઇમરજન્સી 1975 ની ઇમરજન્સી કરતાં અલગ હતી કારણકે એની પાછળ કોઈ લડાઈ કે કોઈ એક કારણ નતું પરંતુ અનેક ઘટનાઑ અને બનાવો બન્યા હતા જેનું પરિણામ 1975 ની ઇમરજન્સી હતી.

congress party implement 5 year policy

આ ઘટનાઑ ની શરૂઆત 1969 થીજ થઈ ગઈ હતી જ્યારે કોંગ્રેશ પાર્ટી સત્તામાં હતી અને 4th પાંચ વર્ષીય યોજના પર અમલ કરવામાં આવી રહ્યો હતો. 1969 માં કોંગ્રેશ પાર્ટી નક્કી કરે છે કે 14 ખાનગી બેન્કો નું રાષ્ટ્રિયકરણ કરવામાં આવસે, જેનો મતલબ થાય છે કે સરકાર એ 14 બેન્કોની માલિકી અધિકાર લઈ લેશે એ ખાનગી કંપનીઓ જોડેથી. સરકાર નો આ નિર્ણય દેશ ના મોટા ઉધ્યોગપતિઓને ના ગમ્યો અને એ બેન્ક ના શેર હોલ્ડરોએ પણ સરકાર ના આ નિર્ણય નો વિરોધ કર્યો.

18 JULY 1969 માં સરકાર નક્કી કરે છે વટહુકમ દ્વારા પસાર કરવાનું પરંતુ સરકારને ખ્યાલ આવે છે કે લોકસભા સત્ર 21 july થી શરૂ થાય છે અને રાષ્ટ્રપતિ 20 july તેમની ઓફિસ છોડવાના છે, તો વટહુકમ ને જલ્દી થી બનાવી દેવામાં આવે છે અને રાતોરાત રાષ્ટ્રપતિ ના હસ્તાક્ષર કરવી લેવામાં આવે છે.

ઇન્દિરા ગાંધી એવું માનતી હતી કે જો આ બેન્કો નું રાષ્ટ્રીયકરણ થસે તો આ બેન્ક દેશ ના ખૂણે ખૂણા સુધી પહોંચશે અને દેશના ગ્રામીણ વિસ્તારમાં પણ સુવિધા આપી શકશે.

centeral bank of india

સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા ના એક શેર હોલ્ડર જેમનું નામ rustom c. cooper હતું તે સુપ્રીમ કોર્ટ જાય છે સરકાર ના આ નિર્ણય ની વિરુદ્ધ અને સુપ્રીમ કોર્ટ માં તેમને એક નાનકડી જીત પણ મળે છે. સુપ્રીમ કોર્ટ સરકાર ના આ નિર્ણય ને બેન્ક ના શેર હોલ્ડરો ના હિત ના વિરુદ્ધ બતાવે છે અને સરકાર ના ordinance (વટહુકમ) ને reject કરીદે છે. અને અહીથી શરૂ થાય છે ઇન્દિરા ગાંધી ની સરકાર અને કોર્ટ ની લડાઈ.

indira gandhi nationalize 14 private bank

સુપ્રીમ કોર્ટે જ્યારે ઇન્દિરા ગાંધી ની સરકાર ના ordinance (વટહુકમ) ને reject કર્યું તો આગામી વર્ષ માં ઇન્દિરા ગાંધી ની સરકાર ભારત ના બંધારણ માં એક સુધારો કર્યો અને સુપ્રીમ કોર્ટ ના judgment ને reverse કરી દીધો.

privy purse in india

થોડા વર્ષો પછી આવો બીજો બનાવ બન્યો ઇન્દિરા ગાંધી ની સરકાર અને કોર્ટ ની વચ્ચે. જ્યારે સરકારએ અખંડ ભારત ના નિર્માણ વખતે રાજા રજવાડા ઑ નું સાસન સરકારે લઈ લીધું હતું અને બદલામાં તેમને એક નિશ્ચિત રકમ તેમની royal family ને આપવાનું નક્કી કર્યું જેને “ privy purse “ કહેવાય છે, ત્યારે ઇન્દિરા ગાંધી ની સરકારએ એક બિલ રજૂ કર્યું આ privy purse નું સમાપ્ત કરવા માટે, પરંતુ આ બિલ રાજ્ય સભામાં પસાર ના થઈ શક્યું. આ સમયે ઇન્દિરા ગાંધી ની સરકારે ઘોષણા (Proclamation) કરીદીધી કે princly state ને માન્ય ગણવામાં આવશે નહીં. એનો મતલબ કે દેશ માં કોઈ ruling families હસેજ નઈ તો privy purse ની પણ કોઈ જરૂર પડસેજ નઈ.

supreme court of india

એકવાર ફરી વાત સુપ્રીમ કોર્ટ માં ગઈ અને સુપ્રીમ કોર્ટે આ ઘોષણા (Proclamation) ને null and void જાહેર કરી. પરંતુ એના પછી ફરી એકવાર ઇન્દિરા ગાંધી ની સરકારે 1971 માં constitution માં બદલાવ (amendment) કર્યા અને એમ સ્પષ્ટ કરીદીધું કે privy purse ને નિકાળી દેવામાં આવે છે અને આમ ઇન્દિરા ગાંધી ની સરકારએ ફરી એક વાર સુપ્રીમ કોર્ટ ના judgement ને reverse કરી દીધું.

indira gandhi win election

1971 માં ઇન્દિરા ગાંધી બીજી વાર ઇલેક્શન જીતી જાય છે અને અહી સત્તા નું કેન્દ્રીયકરણ જોવા મળે છે, અને કહેવામાં આવે છે કે અલગ અલગ રાજ્યો માં મુખ્ય મંત્રી અને કેબિનેટ મંત્રી ઇન્દિરા ગાંધી પોતાના વ્યક્તિગત સબંધો ને ધ્યાનમાં રાખીને નક્કી કરતી હતી.

ઇમરજન્સી

1971 માં ભારત અને પાકિસ્તાન ની વચ્ચે યુદ્ધ પણ થયું હતું જેની અસર ભારતની આર્થિક પરિસ્થિતિ પર પડી હતી. મોંઘવારી વધતી ગઈ અને જીવન જરૂરિયાત ઇ વસ્તુઓ પણ મોંઘી થવા લાગી. આ સમયે કોંગ્રેસ પાર્ટી એટલી મજબૂત બની ગઈ હતી કે એ સમયે કોંગ્રેસ પાર્ટી માં ભ્રષ્ટાચાર પણ દેખવા મળ્યો. રાજ્ય સરકારમાં ભ્રષ્ટાચાર ખુબજ વધી ગયો હતો, 1974 ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ચીમન ભાઈ પટેલ એમનો એક મોટો ઘોંટળો સામે આવ્યો અને એમણે ચીમન ચોર કહીને બોલાવવામાં આવ્યા. એ સમયે બહુ મોટી માત્રામાં આંદોલન થયું જેને નવનિર્માણ ના નામથી ઓળખાય છે. લોકો ની એકજ માંગ હતી કે ભ્રષ્ટ નેતાને સત્તા પરથી હટાવો અને ઇન્દિરા ગાંધી જોડે કોઈ વિકલ્પ નતો.

પરંતુ આતો શરૂઆત હતી, એકવર્ષ પહેલા 1973 માં દુનિયાભર માં ભયંકર oil crisis જોવા મળે છે જેના લીધે ક્રૂડ ના ભાવ 300% વધી જાય છે. એકવાર ફરી આની અસર સામાન્ય નાગરિક ના જીવન પર પડે છે અને મોંગવારી વધે છે.

j p movement

1974 માં ગુજરાત ની જેમ બિહાર માં પણ આંદોલન ની શરૂઆત થાય છે એપણ સ્ટુડન્ટ દ્વારા, જે J P NARAYAN ના નેતૃત્વ હેઠળ થાય છે. અહી પણ લોકો ની માંગ હોય છે કે ગુજરાત ની જેમ બિહાર સરકાર ને પણ હટાવો. અને એની સિવાય એક લીડર george fernandes 3 દિવસ ની રેલવે સ્ટ્રાઇક કરાવે છે, રેલવે વર્કર્સ માટે સારી વર્કિંગ કંડિશન અને પગાર વધારા માટે. 17 લાખ workers strike કરે છે અને આ એ સમય ની દુનિયાની સૌથી મોટી industrial strike કહેવાય છે.

railway strike 1974

“ પૂરા રાશન પૂરા કામ , નહિતો હોગા ચક્કા jaam,
જનતા કા દિલ બોલ રહા હે, ઇન્દિરા કા સિંહાસન ડોલ રહા હે.”
આ પ્રકાર નારા એ આંદોલન માં બોલાઈ રહ્યા હતા. પૂરું વર્ષ વીતી જાય છે પરંતુ ઇન્દિરા ગાંધી નરમ નથી પડતી. ગુજરાત ની અંદર આંદોલન ના દબાવમાં આવી ને તેમણે state govt ને dissolve કરી હતી તેમ એ બિહાર માં કરવા માંગતા નતા. તેમણે પોતાના પક્ષ માં કહ્યું કે આ ચળવળ (movement) democracy ને સમાપ્ત કરી દેશે, વધુમાં એમણે કહ્યું કે આ movement foreign funded anti-national movements છે. તો આંદોલન , ભયંકર મોંઘવારી, ભ્રષ્ટાચાર ના આરોપો , અને સ્ટ્રાઇક આ બધુ 1975 એકસાથે થઈ રહ્યું હતું.

emergency 1975

raj narain દ્વારા ઇન્દિરા ગાંધી પર eligation લગાવવામાં આવ્યું કે ઇન્દિરા ગાંધી ઇલેક્શન ખોટી રીતે જીત્યા છે. 14 ગુનાઓ નોંધવામાં આવ્યા ઇન્દિરા ગાંધી ની વિરુદ્ધ માં જેમાંથી 2 ગુના માટે તેમને દોશી ઠેહરાવામાં આવ્યા. અને આ 2 ગુના ના લીધે અલાહાબાદ હાઇ કોર્ટે માર્ચ 1975 માં તેમની લોકસભા સીટ ને null and void જાહેર કરી અને ઇન્દિરા ગાંધી ને લોકસભા માંથી બહાર કરવામાં આવ્યા.

ઇન્દિરા ગાંધી સુપ્રીમ કોર્ટ માં ગયા અલહાબાદ કોર્ટ ની judgement ની સામે અપીલ કરવા માટે. વિપક્ષે આ સમયનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો અને કહ્યું કે ભ્રષ્ટ પ્રધાન મંત્રી એ રાજીનામું આપીદેવું જોઈએ. 12 june 1975 માં અલાહાબાદ હાઇ કોર્ટે judgement આપ્યું હતું અને 24 June 1975 માં સુપ્રીમ કોર્ટે ઇન્દિરા ગાંધી ની અપીલ સાંભળી, સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેમની તમામ વિશેષ અધિકારો પાછા ખેંચાઇ શકે છે, ઉપરાંત તે વોટ નથી આપીસકતી અને ઇલેક્શન પણ નથી લડી સકતી આવનારા 6 વર્ષો માટે. પરંતુ આગલી સુનાવણી (next Hearing) સુધી તે પ્રધાન મંત્રી બની રહેશે. કોર્ટ ના આ નિવેદન સાથેજ રસ્તાઓ પર અફડા તફડી થવા માંડી, વિપક્ષો ના આંદોલન જોર પકડવા લાગ્યા, કેટલીક જગ્યાએ ઇન્દિરા ગાંધી ની વિરુદ્ધ માં નારા લાગતાં હતા તો કેટલીક જગ્યા એ કોંગ્રેસ કાર્ય કરતાં ઑ દ્વારા ઇન્દિરા ગાંધી ની પક્ષ માં નારા લાગતાં હતા. આ તમામ એક્ટિવિટી દેશ માં internal disturbance ની તરફ ઈશારો કરી રહી હતી.

Indian constitution ના article 352 માં કહ્યું છે કે –
An Emergency can be declared by The President of India if the security of india or of any part of the territory thereof is threatened, whether by war or external aggression or internal disturbance.

જેનો મતલબ થાય છે કે ભારત માં ઇમરજેનસી ની ઘોષણા કરીશકાય છે 3 કારણોસર
જો ભારત કોઈ દેશ ની જોડે યુદ્ધ કરે છે. 
જો ભારત પર બહારનો કોઈ દેશ હુમલો કરે છે. 
દેશ માં આંતરિક અસ્થિરતા (internal disturbance) થાય તો. 

25 june 1975 ના દિવસે ઇન્દિરા ગાંધી તેમના સલાહકારો જોડે વાત કરીને એક લેખિત પત્ર તૈયાર કરીને મોકલે છે એ સમય ના રાષ્ટ્રપતિ fakhruddin ali ahmed ને દેશ માં ઇન્ટરનલ ઇમરજેનસી લગાવવાની વિનંતી કરવા. અને એ સમય ના રાષ્ટ્રપતિ 25 june 1975 ની રાતે દેશભર માં ઇમરજેનસી ની ઘોષણા કરે છે.

emergency declared in india

ગણતરી ના સમયની અંદર અંદર મોટાભાગના વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં આવે છે, સરકાર ન્યુસ પેપર ઓફિસ ની વીજળી કાપી દે છે જેથી ન્યુસ પેપર પ્રિન્ટ ના થઈ સકે. અને બીજા દિવસે સવારે ઇન્દિરા ગાંધી દ્વારા રેડિયો પર ઇમરજેનસી ની ઘોષણા કરવામાં આવે છે. આમ તો અનેક કારણો હતા આ ઇમરજેનસી પાછળ પરંતુ મુખ્ય કારણ high court ની judgement ને માનવામાં આવે છે જેનાથી ઇન્દિરા ગાંધી ની સત્તા તેમના હાથ માંથી જતી રહેવાની હતી.

opposition leader arrested at the time of emergency in india

1975 થી 1977 ના સમય ને ભારતીય લોકતંત્ર નો કાળો સમય તરીકે માનવામાં આવે છે. આ સમય માં લોકો ના મૂળભૂત અધિકારો સ્થગિત કારીદેવામાં આવે છે, અને જે લોકો આંદોલન કરે છે તેમની ધરપકડ કરવામાં આવે છે. 100000 થી પણ વધારે બેકસૂર લોકોની ધરપકડ કરવામાં આવે છે. કેટલાય વિપક્ષી નેતાઓ અને કાર્યકર્તાઓ છુપાઈ જાય છે, election delay કરીદેવામાં આવે છે. RSS જેવા સંગઠનો પર પ્રતિબંધ લગાવી દેવાય છે. ઉપરાંત કેટલાક કોંગ્રેસ લીડર જે ઇમરજેનસી ના વિરુદ્ધ હતા તેમણે પણ પાર્ટી પોજિશન પરથી હટાવી દેવામાં આવે છે.

તમને જાણિને નવાઈ લાગસે કે ઇમરજેનસી ના સમયે ઇન્દિરા ગાંધી ના પુત્ર સંજય ગાંધી દ્વારા નસબંદી નો પ્રોગ્રામ ચલાવવામાં આવે છે જેમાં સરકાર પુરુષોને પકડીને તેમની નસબંદી કરાવે છે.

janta party win election for the first time in india

21 March 1977 માં ઇમરજેનસી ને રદ કારીદેવાય છે અને ઇલેક્શન થાય છે જેમાં ઇન્દિરા ગાંધી ની સરકાર ઇલેક્શન હારી જાય છે. અને આ સમયે જનતા પાર્ટી પહેલી વખત સત્તા માં આવે છે. અને આજાદી પછી પહેલી વાર કોંગ્રેસ સિવાય કોઈ બીજી પાર્ટી સત્તા માં આવે છે. પરંતુ આ સરકાર લાંબો સમય ટકી ના શકી અને 1980 માં ઇન્દિરા ગાંધી ફરીથી સત્તા માં આવી જાય છે. પરંતુ આ વખતે તેમની નીતિઓ માં સુધાર થયેલો દેખવા મળે છે.

તો આ હતી ઇમરજેનસી વિષેની પૂરી માહિતી..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *