જજ ફાંસીની સાજા આપ્યા પછી કલમ કેમ તોડી નાખે છે, અને જલ્લાદ ફાંસી આપતા પહેલા અપરાધીના કાન માં શું કહે છે, તમને ખબર છે ?

તમને જણાવી દઈએ કે જ્યારે પણ કોઈ જજ કોઈ કેદી ને ફાંસી ની સજા આપે ત્યારે એ કલમ તોડી નાખે છે. કહેવામાં આવે છે કે ફાંસીની સજા આપ્યા પછી કલમ તોડી નાખવી એ એ વાત નો સંકેત છે કે એક વાર ફાંસી ની સજા આપ્યા પછી જજ પોતે પણ એ સજામાં કોઈ પણ જાતનો ફેરફાર નથી કરી શકતા.

એનો મતલબ એ થાય છે કે એક વાર ફાંસી ની સજા સંભળાવ્યા પછી ખુદ જજ પણ એમાં કોઈ પણ પ્રકાર નો ફેરફાર નથી કરી શકતા હવે એમની આ કલમ કોઈ કામ ની નથી.

જજ કલમ કેમ તોડી નાખે છે?

જ્યારે જજ કોઈ કેદી ને ફાંસી ની સજા સંભળાવે ત્યારે TO HANG TILL DEATH એવું લખવામાં આવે છે. એનો મતલબ છે કે કેદીને ત્યાર સુધી લટકાવો જ્યા સુધી તે મારી જાય.

તમને જણાવી દઈએ કે ઇતિહાસ માં એક ઘટના બની હતી જેમાં જજે એક કેદી ને ફાંસી ની સજા આપી અને તેને ફાંસી પર લટકાવવામાં આવ્યો પરંતુ જેવો એ કેદી ને ફાંસી પર લટકાવ્યો કે તરતજ એના વકીલે એ કેદીને નીચે ઉતરાવી દીધો અને એવી દલીલ કરી કે જજે તેને ફક્ત લટકાવવાની સજા આપી છે તે પ્રમાણે એને ફાંસી પર લટકાવી દીધો છે, એ સજામાં ક્યાંય એવું નતુ લખેલું હતું કે જ્યાંસુધી મારે ના ત્યાં સુધી લટકાવો, અને એ પ્રમાણે એ કેદી જીવતો છુટી ગયો. આમતો આ ઘટના ના કોઈ ચોક્કસ પુરાવા નથી પરંતુ તોપણ આવી ઘટના બીજી વાર ના થાય એના માટે જજ TO HANG TILL DEATH એવું ચોખવટ કરીને લખે છે અને પછી તેની કલમ તોડી નાખે છે.

ફાંસી ની સજા

જ્યારે અપરાધીને ફાંસી ની સજા થાય એ સમયે ત્યાં એક મેજિસ્ટ્રેટ, એક ડોક્ટર, અને એક જેલ સુપ્રીટેન્ડ પણ હાજર હોય છે. જ્યા સુધી અપરાધી મરીગયો એવી ડોક્ટર ખાતરી નથી કરતો ત્યા સુધી અપરાધીને લટકાવી રાખવામાં આવે છે. ડોક્ટર ની ખાતરી થઈ ગયા પછી અપરાધીના શવ ને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે અને પછી તેને તેના પરિવાર ના લોકોને સોપીદેવામાં આવે છે.

ફાંસી ની પ્રક્રિયા જેલ પ્રશાસન સવારે જ પતાવી દે છે. કારણકે ફાંસી એ જેલ પ્રશાસન માટે સૌથી મોટી જવાબદારી હોય છે.

તમને ખબર હશે કે અપરાધીને ફાંસી આપતા પહેલા અપરાધીની અંતિમ ઈચ્છા પૂછવામાં આવે છે. જેમાં આ પ્રકાર ની ઈચ્છાઓ નો સમાવેશ થાય છે જેવી કે અપરાધી તેના સ્વજનોને મળી શકે છે, અપરાધી તેની પસંદ નું ભોજન કરી શકે છે, તે પોતાના ધર્મ નો કોઈ ગ્રંથ મંગાવી શકે છે જેવીકે ગીતા, કુરાન વગેરે.

ફાંસી ઘરમાં જ્યારે અપરાધીને લાવવામાં આવે ત્યારે જલ્લાદ એ અપરાધી નું મોઢું નથી દેખી શકતો, કારણકે અપરાધી નું મોઢું કાળા કપડાથી ઢાંકી દેવામાં આવે છે.

શુ તમને ખબર છે કે ફાંસી આપતા પહેલા જલ્લાદ અપરાધીના કાન માં શુ કહે છે?


જલ્લાદ અપરાધી ના કાન માં માફી માંગે છે, અને કહે છે કે એ અપરાધી એ જલ્લાદ ને માફ કરી દે કરણ કે જલ્લાદ જે કાંઈ કરે છે એ એના પેટ માટે કરે છે.

Spread the love