આજના સમય માં ડ્રોન એક અગત્યનું પરિબળ બની ચુક્યું છે. માત્ર સંરક્ષણ ક્ષેત્રે જ નઈ પરંતુ કૃષિ થી લઇ ને હવામાન ક્ષેત્ર તથા આપત્તિ વ્યવસ્થાપન સુધીના કામોમાં પણ ડ્રોન ની મદદ લેવામાં આવી રહી છે. ડ્રોન ના ઉપયોગ થી સમય તથા ખર્ચ બંને ની બચત કરી શકાય છે. સાથે સાથે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને મશીન લર્નિંગ ની મદદ થી જીવ નું જોખમ ઘટાડવામાં આવ્યું છે.
ડ્રોન નો ઉપયોગ આજે ઘણા ક્ષેત્રો માં થાય છે, જેવાકે ફિલ્મ બનાવવામાં, કૃષિ ક્ષેત્ર માં, સેર્વીલેનસ માં, તેમજ ઈ કોમર્શ. ડ્રોન નો ઉપયોગ આજે એટલો બધો વધી ગયો છે કે તેની અવગણના કરવી શક્ય નથી.
ડ્રોન ના નવા નિયમો આવવાથી સરકાર ડ્રોન ના માલિકોની વિગત અને ડ્રોન નો રૂટ જેવી માહિતી એકત્રિત કરી શકશે.
2021 ડ્રોન ના નીયમ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MOCA) અને નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) દ્ર્વારા બનાવવામાં આવ્યા છે.
ડ્રોન નિયમો 2021
- ડ્રોન ના નવા નિયમ 2021 સંરક્ષણ એટલે કે આર્મી અને એરફોર્સ માટે લાગુ પડશે નહિ, પરંતુ બાકી ની દરેક ડ્રોન ફ્લાઈટસ માટે આ નિયમો લાગુ પડશે.
- ડ્રોન ના માલિકે તેની માલિકી ધરાવતા દરેક ડ્રોન ની ડીજીટલ નોંધણી કરાવ વી પડશે. આ સાથે તેની ફ્લાઈટ ની જાણકારી પણ આપવી પડશે.
- નવા ડ્રોન ના નિયમ અનુસાર ડ્રોન ને ૩ શ્રેણી માં વહેંચવા માં આવ્યા છે. (1) નેનો ડ્રોન, (2) માઈક્રો અને સ્મોલ ડ્રોન, (3) મીડીયમ અને લાર્ઝ ડ્રોન.
- નેનો ડ્રોન : ડ્રોન નું વજન 250 ગ્રામ કે તેનાથી ઓછું હશે તે ડ્રોન નેનો ડ્રોન ની શ્રેણી માં આવશે. અને માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમ નિયમ 2021 અનુશાર આ ડ્રોન ઉડાડવા માટે કોઈ પણ પ્રકાર ના લાઇસન્સ કે પરમીટ ની જરૂર નથી.
- માઈક્રો અને સ્મોલ ડ્રોન : જે ડ્રોન નું વજન 250 ગ્રામ થી વધારે પરંતુ 2 કિલો થી ઓછુ હશે તેવા ડ્રોન નો સમાવેશ માઈક્રો ડ્રોન ની શ્રેણી માં થશે. અને જે ડ્રોન નું વજન 2 કિલોથી વધારે પરંતુ 25 કિલો થી ઓછું હશે તેવા ડ્રોન નો સમાવેશ સ્મોલ ડ્રોન ની શ્રેણી માં થશે. આ પ્રકારના ડ્રોન ના પાઈલેટ ને તમામ ફ્લાઈટસ માટે UAS ઓપરેટર પરમીટ – 1 (UAOP-1)ની જરૂર પડે છે.
- આ પ્રકાર ના ડ્રોન પાઈલેટ ને DGCA (Directorate General of Civil Aviation) ની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) નું પાલન કરવું પડશે.
- મીડીયમ અને લાર્જ ડ્રોન : જે ડ્રોન નું વજન 25 કિલો થી લઈને 150 કિલો સુધી છે એ પ્રકાર ના ડ્રોન મીડીયમ ડ્રોન ની શ્રેણી માં આવશે. અને જે ડ્રોન નું વજન 150 કિલો થી પણ વધારે છે એ પ્રકાર ના ડ્રોન લાર્જ શ્રેણી માં આવશે.
- મીડીયમ અને લાર્જ શ્રેણી ના ડ્રોન પાઈલેટ ને ડ્રોન ની ફ્લાઈટ માટે UAS ઓપરેટર પરમીટ – 2 (UAOP-2) ની જરૂર પડશે.
- ડીજીસીએએ આવા ડ્રોન ઉડાવવા માટે શરતો પણ મૂકી છે અને પાઈલટોએ તેનું પાલન કરવું જરૂરી છે. દાખલા તરીકે, આવા ડ્રોનને બંધ જગ્યામાં ઉડાડી શકાતા નથી. તેમને ઉડાન ભરતા પહેલા એર ટ્રાફિક અને એર ડિફેન્સ કંટ્રોલ તરફથી પૂર્વ મંજૂરીની પણ જરૂર છે.
ડ્રોન ને ઉડાડવા માટે 2 પ્રકાર ના લાઇસન્સ નક્કી કરવામાં આવ્યા છે. એક સ્ટુડન્ટ રીમોટ પાઈલટ લાઇસન્સ અને બીજું રીમોટ પાઈલટ લાઇસન્સ. જો કોમર્શિયલ ઉપયોગ માટે ડ્રોન ઉડાડવાનો હોય તો આમાંથી કોઈપણ લાયસન્સના અરજદારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
દરેક ડ્રોનમાં એક વિશિષ્ટ ઓળખ નંબર (UIN) હોવો જોઈએ, જે ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ દ્વારા સ્વ-જનરેટ કરી શકાય છે. તમામ નવા અને પહેલાથી હાજર UAVs માટે UIN ફરજિયાત છે.
ડ્રોન ને ગમ્મે ત્યાં ઉડાડી શકાતા નથી. આ માટે, ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ પર ઇન્ટરેક્ટિવ એરસ્પેસ મેપ આપશે. જેમાં નિયુક્ત ઝોન વિશે માહિતી હશે.
ગ્રીન ઝોન : સુરક્ષિત એરસ્પેસ
યલો ઝોન : માર્યાદિત નક્કી કરેલો વિસ્તાર
રેડ ઝોન : ખાસ સંજોગોમાં જ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે.
આ નકશો API (application programming interface) ડીવાઈસ કનેક્સન જોડે સરળતાથી ઇન્ટિગ્રેટ થઇ શકે છે, અને આ નિયમોના ઉલ્લંઘનને રોકવામાં આ મદદરૂપ થશે, કારણ કે ઓપરેટર પાસે અગાઉની પરવાનગી જરૂરી છે કે નહીં તેની ખાતરી કરવાની સુવિધા હશે.
ડ્રોન ઉડાડવાની શરતો
ડ્રોન ના પાયલોટ માટે ચોક્કસ ઉમર અને યોગ્યતા ના માપદંડ હશે, જે પાલન કરવા જરૂરી રહેશે. બિન-સ્થાનાંતરિત લાયસન્સ મેળવવા માટે એક એલિજીબલિટી ટેસ્ટ હશે. આ લાયસન્સ ની મર્યાદા 10 વર્ષ માટે રહેશે અને માત્ર અધિકૃત કર્મચારીઓ જ ડ્રોનનું સંચાલન કરી શકશે. જો કે, માઇક્રો ડ્રોન (નોન-કમર્શિયલ ઉપયોગ માટે), નેનો ડ્રોન અને R & D (સંશોધન અને વિકાસ) સંસ્થાઓ માટે પાયલોટ લાઇસન્સ જરૂરી નથી.
એક લાખ (1,00,000) નો દંડ થઇ શકે છે જો નિયમોનો ભંગ થાય તો.
જો નિયમોનું પાલન સફળતા પૂર્વક કરવામાં નઈ આવે તો, એરક્રાફ્ટ એક્ટ, 1934 ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ હેઠળ એક લાખ સુધીનો દંડ થઈ શકે છે. આ નિયમો માર્ચ 2021 માં અગાઉ સૂચિત માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમ (UAS) નિયમોને બદલશે.