તાજમહેલ ના 21 રહસ્યો જે કદાચ કોઈને ખબર નઈ હોય.

શું તમને ખબર છે કે અમેરિકા ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન જ્યારે ભારત આવ્યા હતા અને તાજમહેલ ની મુલાકાત લીધી ત્યારે તે તાજમહેલ થી ઘણા પ્રભાવિત થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે,

“There are only two types of people in this world, One who have seen the Taj Mahal and others who haven’t”  જેનો મતલબ થાય છે કે “ આ દુનિયામાં બે પ્રકારના લોકો છે, એક એવા કે જેમણે તાજમહેલ જોયો છે અને બીજા એવા જેમને તાજમહેલ નથી જોયો.”

આ દુનિયામાં ઘણી બધી એકથી એક ચડિયાતી ઇમારતો હસે પણ તાજમહેલ જેવી કોઈ નઈ હોય કારણકે આ તાજમહેલ એ એક અમર પ્રેમ ની નિશાની છે.

જાણીએ તાજમહેલ વિષે 21 એવી વાતો કે જે કદાચ તમને ખબર નઈ હોય.

1

main enterance of taj mahal

આજે હજારો લોકો તાજમહેલ જોવામાટે આવે છે પણ તેમને ખબર નથી કે જ્યાંથી એ લોકો તાજ મહેલ ને જુએ છે એ તાજમહેલ નો પાછળ નો રસ્તો છે, હકીકત માં તાજમહેલ નો મુખ્ય દ્વાર નદીની બીજી તરફ છે.

original front side of tajmahal

મુગલ સામ્રાજ્ય ના સમયે નદી એ મુખ્ય રસ્તો હતો તાજમહેલ સુધી પહોંચવા માટે. બાદશાહ અને તેમના મહેમાન એ નદીના માર્ગે હોડી ની મદદથી તાજમહેલ આવતા હતા.

2

workers who build tajmahal

એવું કહેવામાં આવે છે કે બાદશાહએ તાજમહેલ બનાવનારા કારીગરો અને મજદૂરો ના હાથ કાપી નાખ્યા હતા પરંતુ આ વાત એક અફવા જેવી લાગે છે કારણકે ઇતિહાસમાં આ વાતના કોઈ પુરાવા નથી. કેટલાક ઇતિહાસકારો નું એવું માનવું છે કે બાદશાહએ મજદૂરો અને કારીગરો ને જિંદગી ભરનો પગાર આપીને કરારનામું કરાવી લીધું હતું કે એલોકો જિંદગીમાં તાજમહેલ જેવી બીજી કોઈ પણ ઇમારત નઈ બનાવે.

3

Minaar of tajmahal is bend toward outside

તાજમહેલ ની આજુબાજુ જે ચાર મિનાર છે એ એકદમ સીધી નથી એ મિનાર બહારની તરફ નમેલી છે અને એમને એવીરીતેજ બનાવવામાં આવી હતી, કારણકે જો ભૂકંપ જેવી સમશ્યા આવે તો એ મિનાર બહાર ની તરફ પડી જાય અને મુખ્ય મકબરાને કોઈ નુકશાન ના થાય.

4

comparision bitween kutub minaar and taj mahal

કુતુબ મિનાર ભારત ની સૌથી ઉંચી મિનાર છે પરંતુ તમને જણાવી દઉં કે તાજમહેલ એ કુતુબ મિનાર થી પણ ઊંચો છે. કુતુબ મિનાર ની ઊંચાઈ 72.5 મીટર છે જ્યારે તાજમહેલ ની ઊંચાઈ 73 મીટર છે.

5

દુનિયામાં જેટલીપણ ઐતિહાસિક ઇમારતો છે એમાંથી સૌથી સુંદર સુલેખન (calligraphy) તાજમહેલ પર થએલું છે. જેવા તમે તાજમહેલ ના વિશાળ દ્વાર થી તમે અંદર પ્રવેશ કરો છો તો દ્વાર પર લખેલો સુલેખ તમારું સ્વાગત કરે છે.

calligraphy on tajmahal

તાજમહેલ ના પ્રવેશ દ્વાર પર લખાયેલો સુલેખ આ પ્રમાણે છે. “ O Soul, thou art at rest. Return to the Lord at peace with Him, and He at peace with you.” જેનું અનુવાદ આ પ્રમાણે છે “ હે આત્મા, તું ઈશ્વર ની જોડે વિશ્રામ કર, ઈશ્વર ની જોડે શાંતિથી રહે, તેમજ એની અપાર શાંતિ તારી પર વરસતી રહે”.

આ સુલેખન થૂલુંથ લીપી માં છે અને આ સુલેખન લખનાર નું નામ અબ્દુલ હક હતું જેને ઈરાન થી બોલવામાં આવ્યા હતા. પાછળ થી બાદશાએ એની કારીગરી થી ખુસ થઈને એને ‘અમાનત ખાન’ નામ આપ્યું હતું.

6

stone used in tajmahal
precious stone used in tajmahal

તાજમહેલ જેવી ભવ્ય ઇમારત દુનિયા એ પહેલા ક્યારેય જોઈ નતી એના માટે સફેદ સંગેમરમર એટલેકે આરસ ના પત્થર રાજસ્થાન ના મકરાના થી મંગાવ્યા હતા, અને કેટલાક કીમતી પત્થર જેવાકે jade અને Crystal ચાઈનાથી, Lapis Lazuli અફઘાનિસ્તાન થી, Turquise તીબ્બત થી, Jasper પંજાબ થી, Sapphire શ્રીલંકા થી અને  Carnelian અરબ થી મંગાવવામાં આવ્યા હતા.

આવા અનેક અમૂલ્ય રત્નો ને સફેદ આરસ પત્થર માં જડવા માટે વિદેશો થી મંગાવવામાં આવ્યા હતા અને એની માટે 1000 થી પણ વધારે હાથીઑ નો ઉપયોગ થયો હતો.

7

તાજમહેલ આજથી આશરે 400 વર્ષ પહેલા 1631 માં તેની બનવાની શરૂઆત થઈ હતી અને 22 વર્ષ પછી 1653 માં તે બનીને તૈયાર થઈ ગયો હતો. અને તાજમહેલ ના નિર્માણ માં 20000 જેટલા કારીગરો તેમજ મજૂરો નો ઉપયોગ થયો હતો.

તાજમહેલ ના નિર્માણ માં ઉજબેકિસ્તાન ના બુખારા થી કારીગરો બોલાવવામાં આવ્યા હતા, સુલેખન માટે કારીગર ઈરાન થી બોલાવવામાં આવ્યા હતા, અને પત્થરો ના કારીગર બલોચિસ્તાન થી બોલાવવામાં આવ્યા હતા.

8

stolen precious stone from tajmahal

1857 ની ક્રાંતિ સમયે અંગ્રેજો એ તાજમહેલ ને ઘણું નુકશાન પહોંચાડ્યું હતું. તેમણે ઘણા કીમતી પત્થરો તાજમહેલ ની દિવારો પરથી ખોદીને નિકાળી લીધા હતા.

9

Top kalash replace from gold on tajmahal

તાજમહેલ ના ટોચ પર જે કળશ છે એ પહેલા સોનાનો હતો પરંતુ 19 મી સદી માં તેને કાંશામાં બદલી દેવામાં આવ્યો હતો.

10

team who design the tajmahal

તાજમહેલ નો નકશો બનાવનાર નું કોઈ એક નામ નથી પરંતુ એવું કહેવામાં આવે છે કે 37 લોકો ની ટીમ એ મળીને તાજમહેલ નો નકશો તૈયાર કર્યો હતો.

11

blueprint of tajmahal

તાજમહેલ નું બાંધકામ શરૂ કરતાં પહેલા તેની ચારે બાજુ કૂવાઓ ખોદવામાં આવ્યા હતા જેની અંદર ઈંટ પત્થર ની સાથે સાથે આબનુસ અને મહોગની લાકડીઑ નાખી હતી, આ લાકડીઓની ખાસિયત એ છે કે એમને જેટલો ભેજ મળે એટલુંજ એ મજબૂત થાય છે અને એમને એ ભેજ તેની જોડે વહેનરી યમુના નદી માંથી મળે છે.

12

1653 જ્યારે તાજમહેલ બનીને તૈયાર થયો હતો ત્યારે તેની કિમત કરોડો માં આંકી ગઈ હતી એજ પ્રમાણે જો આજે તાજમહેલ બનાવવામાં આવે તો તેનો ખર્ચ ઓછામાં ઓછો 57600000000/- રૂપિયા થસે.

13

1989 માં ભારતીય લેખક ‘પુરષોત્તમ નાગેશ ઓક’ એ એક પુસ્તક લખી હતી જેનું નામ “ Taj Mahal : The True Story ”  હતું, આ પુસ્તકમાં એમણે લખ્યું હતું કે તાજમહેલ એ પહેલા શિવ મંદિર હતું જેનું નામ “તેજો મહાલય” હતું.

Book of tajmahal

વર્ષ 2000 માં એમણે પોતાની વાત સાચી કરવા તાજમહેલ ની જગ્યાએ ખોદકામ કરવા માટે સુપ્રીમ કોર્ટ માં અરજી પણ કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની અરજી રદ્દ કરી નાખી.

આર્કિયોલોજીસ્ટ સર્વે પ્રમાણે તાજમહેલ એ એક શિવ મંદિર હતું એવા કોઈ પુરાવા નથી.

14

કહેવામાં આવે છે કે શાહજહાંન યમુના નદીની બીજી બાજુ કળા પત્થર થી એવોજ એક બીજો કાળો તાજમહેલ બનાવવા માંગતા હતા પરંતુ એ બીજો તાજમહેલ બનાવે એની પહેલાજ ઔરંગજેબે તેમને કેદ કરાવી દીધા હતા.

black tajmahal

પરંતુ ઇતિહાસ કારો નું માનવું છે કે આ બધી ખોટી વાતો છે કારણકે જે જગ્યાએ કાળો તાજમહેલ બનાવવાની વાતો થાય છે એ જગ્યા પર ઘણી વખત ખોદાઈ કરવામાં આવી છે પરંતુ એવા કોઈ જાતના પુરાવા નથી મળ્યા કે ત્યાં સાહજહાન કાળો તાજમહેલ બનાવવા માંગતા હતા.

15

tomb of humayu

તાજમહેલ ની રચના હુમાયું ના મકબરા થી પ્રેરણા લઈને બનાવવામાં આવેલી છે. હુમાયું એ શાહજહાન ના પરદાદા હતા.

16

tajmahal cover in war

દ્રિતીય વિશ્વયુદ્ધ દરમિયાન સરકાર દ્વારા વાંસ ના લાકડાની મદદથી તાજમહેલ ને થાન્કવા માં આવ્યો હતો જેથી કરીને તાજમહેલ ને હવાઈ હુમલાથી બચાવી શકાય.

17

copy of tajmahal
biwi ka makbara
બીબી કા મકબરા

કેટલાક દેશો માં જેવાકે ચીન, બાંગલાદેશ, અને કોલંબિયા માં તાજમહેલ ની જેવીજ ઇમારતો છે અને એકતો આપણાંજ દેશ માં મહારાષ્ટ્ર ના ઔરંગાબાદ માં છે જેનું નામ બીબી કા મકબરા છે.

18

તાજમહેલ ની લોકપ્રિયતા તેની નિર્માણ થી જોડાયેલી પ્રેમ કથા ના લીધે છે. બાદશાહ શાહજહાન એ એની બેગમ મુમતાજ ની યાદ માં તાજમહેલ નું નિર્માણ કરાવ્યું હતું. મુમતાજ નું અસલી નામ “અરજુમાંદ બાનું બેગમ” હતું. આશરે 38 વર્ષ ની ઉમર માં તેની 14 મી સંતાન ને જન્મ આપતી વખતે મુમતાજના પ્રાણ જતાં રહ્યા હતા એ સમયે મુમતાજ મધ્ય પ્રદેશ ના બુરહાનપુર માં હતી.

મુમતાજ ના મૃત્યુ બાદ શાહજહાન ખુબજ દૂ:ખી થાય હતા અને એની યાદ માં તેમણે તાજમહેલ બનાવવાનું ફરમાન જાહેર કર્યું.

19

સૌથી પહેલા મુમતાજ ના શવ ને બુરહાનપુર જ દફન કરવામાં આવ્યું હતું, એની પછી શાહજહા એ તાજમહેલ નું નિર્માણ શરૂ કર્યું ત્યારે મુમતાજ ના શવ ને બુરહાનપુર થી નિકાળીને જ્યાં તાજમહેલ બનતો હતો એની જોડે એક બગીચામાં દફન કરવામાં આવ્યું અને 22 વર્ષ પછી જ્યારે તાજમહેલ સંપૂર્ણ પણે તૈયાર થઈ ગયો ત્યારે મુમતાજ ના શવ ને તાજમહેલ માં મુખ્ય ગર્ભ માં દફન કરવામાં આવ્યો.

20

last moment of shahjahan

શાહજહાં નું સંપૂર્ણ ધ્યાન તાજમહેલ ને એક સુંદર રૂપ આપવામાં લાગેલું હતું એવામાજ એના પુત્ર ઔરંગજેબ એ આગ્રા પર આક્રમણ કરી તેના પિતા શાહજહાં ને બંદી બનાવી લીધા. જ્યારે શાહજહાં ને તેમની ઇચ્છા વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમણે એવી જગ્યાએ રાખવામાં આવે જ્યાંથી તે પૂરો સમય તાજમહેલ ને જોઈ શકે, અને તેમની આ ઇછા પર અમલ પણ કરવામાં આવ્યું. અને એ કેદમાં તેમણે અંતિમ સ્વાસ લીધા.

21

the taj mahal

કવિ રવીન્દ્રનાથ ટાગોર એ તાજમહેલ વિષે લખ્યું છે “A Teardrop on the Cheek of Eternity”.

રવીન્દ્રનાથ ટાગોરે તાજમહેલ ને સમય ના ગાલ પર એક આંશુ ની બરાબર દર્શાવ્યો છે. શાહજહાં જાણતા હતા કે તેમની ધન દોલત તેમનું વૈભવી જીવન આ બધુંજ એક દિવસ જતું રહેશે એટલે કઈક એવું બનવું કે જે દુનિયા યાદ રાખે. અને શાહજહાં એ મુમતાજ ની યાદ માં તાજમહેલ બનાવ્યો. આજે બાદશાહ નથી રહ્યો, એમની હૂકુમત પણ નથી રહી અને એમની સામ્રાજ્ય નો અંત થયાને વર્ષો થઈ ગયા છે, ફક્ત એક “તાજ” છે જે બાદશાહ ના અમર પ્રેમ ને દર્શાવે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *