રોજબરોજ વપરાતી વસ્તુ પર લાગશે પ્રતિબંધ, જાણો ક્યારથી લાગુ પડશે નવા નિયમો.

આજના સમય માં ટેકનોલોજી ની મદદ થી પ્રોડક્શન ઇન્ડસ્ટ્રીઝ ડેવલોપ થઈ ચૂકી છે, અને તેનામા પણ નવી નવી તેકનિક્સ આવથી પ્રોડક્શન કોસ્ટ ઘટી છે, અને તેના લીધે આપણને પ્રોડક્ટ્સ સસ્તા પણ મળે છે અને બીજા શબ્દો માં કહીયે તો આ પ્રોડક્ટ્સ પ્રેક્ટિકલ પણ હોય છે. સસ્તા અને પ્રેક્ટિકલ હોવાના કારણે આ પ્રોડક્ટ્સ નો વપરાશ એટલી હદ સુધી વધી ગયો છે કે જેના કારણે આપણે આ પ્રોડક્ટ્સ ની આદત પડી ગઈ છે. પરંતુ તમને જણાવી દઈએ કે આમાંથી ઘણા પ્રોડક્ટ્સ એવા છે કે જેના પર આપણા દેશ મા 2022 સુધી પ્રતિબંધ લાગવા જઈ રહ્યા છે.

Plastic items are going to banned
કયા પ્રોડક્ટ્સ પર? કેમ? અને ક્યારથી પ્રતિબંધ લાગવાનો છે?

અહીં જે પ્રોડક્ટ્સ ની વાત કરીએ છીએ એ દરેક પ્રોડક્ટ્સ સિંગલ યુસ પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ છે. આપડે સૌ જાણીએ છીએ કે પ્લાસ્ટિક વાપરવું બહુજ સરળ છે, તેમજ બીજા કરતા પ્લાસ્ટિક ટકાઉ પણ વધારે છે, એટલે કે લાંબા સમય સુધી પ્લાસ્ટિક ની વસ્તુઓને કઇ થતું નથી.

જેમ આપણે આગળ વાત કરી કે પ્લાસ્ટિક ની વસ્તુ ને લાંબા સમય સુધી કંઈજ થતું નથી તો આ વાત બહુજ ફાયદા કારક કહેવાય પરંતુ બીજી બાજુ જોઈએ તો પ્લાસ્ટી પર્યાવરણ ને ખુબજ નુકશાન પહોંચાડે છે તેથી તેનો આ ગુણધર્મ પર્યાવરણ માટે ખુબજ નુકશાન કારક છે. મતલબ તેનો આજ ગુણધર્મ તેની ખરાબ સાઈડ પણ બતાવે છે.

plastic is very harmful to environment

પર્યાવરણ ના રક્ષણ માટે પર્યાવરણ મંત્રાલય (Ministry of Environment) એ આ પ્રોડક્ટ્સ એટલેકે સિંગલ યુસ પ્લાસ્ટિક એટલેકે એવું પ્લાસ્ટી કે જેનો ઉપયોગ ફક્ત એકજ વખત કારી શકાય તેવા પ્લાસ્ટિક ને 2022 સુધી આપણા દેશમાંથી નીકળી દેવા માંગે છે એટલેકે તેના વપરાશ પર પ્રતિબંધ લગાવી દેવા માંગે છે. અને એની માટે સરકારે કેટલીક તારીખો પણ બહાર પાડી છે, જે તારીખ થી આ નિયામો લાગુ પડવાના છે.

પહેલી તારીખ છે 30 september, 2021

આ તારીખ થી જે સિંગલ યુસ કેરી બેગ છે, જેની જાડાઈ (Thickness) અત્યાર સુધી 50 માઇક્રોન હતી જે વધારીને 75 માઇક્રોન કારી દેવામા આવશે. એટલેકે 30 સપ્ટેમ્બર,2021 પછી 75 માઇક્રોન કરતા પાતળી થેલી (carry bag) નઇ ચાલે અને જો કોઈ વ્યક્તિ કે દુકાનદાર 75 માઇક્રોન કરતા પાતળી થેલી વાપરતો પકડાય તો તેને દંડ પણ થઈ શકે છે.

માઇક્રોન વિશે તમને જણાવી દઉં કે 1 મિલિમિટર નો એક હજારમો ભાગ એટલેકે 1 માઇક્રોન (1mm=1000microns).

બીજી તારીખ છે 1st July, 2022

આ તારીખ થી દેશમા પ્લાસ્ટિક ની કેટલીક વસ્તુઓ ના ઉત્પાદન પર , તેમની આયાત પર, તેમના વિતરણ પર, તેના વેચાણ પર અને તેના વપરાશ પર સંપૂર્ણ પણે પ્રતિબંધ લાગી જશે.

આ પ્લાસ્ટિક ની વસ્તુઓનું લિસ્ટ આ પ્રમાણે છે.

  • પ્લાસ્ટિક ની દંડી વાળા ઈયર બડ્સ
ear buds going to banned
  • ફુગ્ગા માટે વપરાતી પ્લાસ્ટિક ની દંડી
balloon plastic stick are banned in india
  • પ્લાસ્ટિક ના ઝંડા
plastic flags are banned in india
  • કેન્ડી માં પ્લાસ્ટિક ની દંડી જોવા નઇ મળે
plastic stick used in candy
  • આઈસ્કીમ માં પણ પ્લાસ્ટિક ની સ્ટિક નઈ વાપરી શકાય
use of plastic stick in ice-cream
  • ડેકોરેશન માં વપરાતું થર્મોકોલ (POLYSTYRENE)
POLYSTYRENE
  • પ્લાસ્ટિક ની કટલરી (ચમચી, કપ, પ્લેટ, ગ્લાસ વગેરે)
plastic cutlery પ્લાસ્ટિક ની કટલરી
  • મીઠાઈ અને ફ્રૂટ્સ ને પેક કરવા વપરાતી પાતળી પ્લાસ્ટિક (stretch wrap Roll).
stretch wrap Roll banned
  • 100 માઇક્રોન થી પાતળા પીવીસી બેનર
pvc banner less than 100 micron
છેલ્લી તારીખ છે  31 ડિસેમ્બર, 2022.

આ તારીખ થી કેરી બેગ ની જાડાઈ ફરીથી 75 થી વધારીને 120 માઇક્રોન કારીદેવામાં આવશે. એટલેકે 31 ડિસેમ્બર, 2022 પછી 120 માઇક્રોન થી પાતળું પ્લાસ્ટિક આપણી આજુ બાજુ જોવા નાઈ મળે.

તમને જણાવી દઈએ કે પ્લાસ્ટિક ના વ્યાપાર સાથે ડાયરેક્ટ કે પછી ઈનડાયરેકટ રીતે સંકળાયેલા લોકો ને હાલથીજ ચેતી જવું પડશે.


અને જે લોકો પ્લાસ્ટિક નુ આયાત કરે છે તે લોકોએ સરકારની નવી ગાઈડલાઇન્સ ને ધ્યાન મા રાખીને આગળ પગલું ભરવું જોઈએ નઈતો તેમને મોટું નુકસાન ભોગવવું પડશે. તેમજ આપણા દેશ મા હજુપણ વ્યાપારીઓ પ્લાસ્ટિક ની થેલી નો ઉપયોગ કરે છે તો તેમને પણ સરકાર ની નવી ગાઈડલાઇન્સ પ્રમાણે નવી થેલી ની ખરીદવી કે છપાવવી કે પછી તેમની પાસે રહેલી થેલી નો જથ્થો જો 120 માઇક્રોન થી ઓછો હોય તો એને પણ 31 ડિસેમ્બર, 2022 પહેલા પૂરો કરી દેવો નઈતો એમને પણ પેનલ્ટી લાગી શકે છે. તેમજ આ નવા નિયમ ઘણા વ્યાપાર ક્ષેત્રમાં ડાયરેક્ટ કે પછી ઇનડાયરેક્ટ અસર કરશે.

Spread the love