આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઘણી ગ્લેમરસ છે. અને આપણી આ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના સિતારાઓ પણ કોઈક ને કોઈક કારણોસર ચર્ચા માં રહે છે. બોલીવૂડ ની કેટલીક અભિનેત્રી ઓ તો એવી છે કે જે પોતાની અંગત જીંદગી નાં લીધે ચર્ચા માં રહી છે. આજે આપણે એવી અભિનેત્રીઓ વિષે વાત કરીશું કે જે લગ્ન પહેલા કોઈ બીજી વ્યક્તિ જોડે લીવ-ઇન માં રહી ચુકી છે.
એશ્વર્યા રાય બચન અને સલમાન ખાન
એશ્વર્યા રાય બચન અને સલમાન ખાન નો સંબંધ ઘણોજ વિવાદિત રહ્યો છે. કેટલાક મેડિયા રીપોર્ટસ માં તો એવો દાવો કર્યો છે કે જ્યારે એશ્વર્યા અને સલમાન સંબંધ માં હતા ત્યારે આ બંને જણા લીવ ઇન માં રહેતા હતા. અત્યારે એશ્વર્યા ના લગ્ન બચન પરિવાર માં અભિષેક બચન જોડે થઇ ગયા છે.
બિપાશા બસુ અને જ્હોન અબ્રાહમ
બિપાશા બસુ અને જોહન અબ્રાહમ બંને વચે સંબંધો બહુજ સારા હતા અને તે બંને જણા એ ઘણી ફિલ્મો પણ સાથે કરેલી છે. બિપાશા અને જોહન નો સંબંધ ઘણા લાંબા સમય સુધી હતો. ઉપરાંત તે બંને જણા જોડે લીવ ઇન માં પણ લાંબો સમય વિતાવ્યો હતો. બિપાશા અને જોહન ના બ્રેકઅપ એ ઘણા લોકો ને નિરાશ કર્યા હતા. અત્યારે બંને જણા પોત પોતાની જીંદગી માં ખુશ છે.
લારા દત્તા અને કેલી દોરજી
લારા દત્તા અત્યારે તેની જીંદગીમાં ઘણી સુખી છે. લગ્ન પહેલા લારા કેલી દોરજી ને ડેટ કરતી હતી, અને તે બંને લીવ ઈન માં પણ રહી ચુક્યા છે.
પ્રિયંકા ચોપડા અને શાહિદ કપૂર
પ્રિયંકા અને શહીદ ના પ્રેમ ના ચર્ચા તો ઘણા હતા પણ જ્યારે ઇન્કમ ટેક્સ ની ટીમ પ્રિયંકા ના ઘરે ગઈ અને દરવાજો શહીદે ખોલ્યો ત્યારે લોકો ને જાણ થઈ કે તે બંને લીવ ઈન માં રહેવા લાગ્યા છે. તમને જણાવી દઈએ કે હવે પ્રિયંકા ના લગ્ન નીક જોનસ જોડે થઇ ગયા છે અને તે તેના જીવન માં સુખી છે.
નેહા કક્કર અને હિમાંશ કોહલી
નેહા કક્કર ને આજની તારીખ માં ઘણા લોકો ઓળખે છે, તે એક પ્રખ્યાત ગાયક કલાકાર છે, તેમજ તેના ચાહનારા ઓ પણ ખુબજ છે. નેહા કક્કર અને હિમાંશ કોહલી નો સબંધ ઘણો વિવાદ માં રહ્યો છે. લગ્ન પહેલા નેહા અને હિમાંશ બંને લીવ ઈન માં રહેતા હતા.
દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર
દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર ના સંબંધો માં ઘણા ઉતાર ચડાવ રહ્યા હતા. રણવીર સિંઘ જોડે લગ્ન કરતા પહેલા દીપિકા રણબીર જોડે લીવ ઈન માં રહેતી હતી.
કરીના કપૂર ખાન અને શહીદ કપૂર
કરીના કપૂર અને શહીદ કપૂર નો સંબંધ ખુબજ સારો હતો અને તે એક યાદગાર કપાલ રહી ચુક્યા છે. શહીદ અને કરીના ની કેમેસ્ટ્રી એટલી સ્ટ્રોંગ હતી કે ફિલ્મ જબ વી મેટ ના શુટિંગ દરમિયાન તેમના બ્રેક અપ ની વાત સામે આવી ત્યારે તેમના ફેંસ ને આ એક પબ્લીસીટી સ્ટંટ લાગ્યો, પરંતુ સમય જતા આ વાત સાચી સાબિત થઇ.