હાલના દિવસોમાં બૉલીવુડ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ધૂમ મચાવી રહી છે એવામાં આપના માનમાં પણ આતુરતા જાગે એની વાર્તા જાણવાની, તો ચાલો થોડુંક જાણીએ ગંગુબાઈ ના વિષે.
ગંગુબાઈ ફિલ્મની વાર્તા એ એક કાઠિયાવાડી ગુજરાતી નારી ઉપર વર્ણવેલી છે જેનું મુખ્ય પાત્ર છે ગુજરાત રાજ્ય માં જન્મેલી એક ખાનદાની પરિવારની છોકરી ગંગા હરજીવનદાસ કાઠિયાવાડી. ગંગા બીજી છોકરીઓ જેવીજ સીધી સદી છોકરી હતી. એને પણ બૉલીવુડ ખૂબ પસંદ હતું, એને પણ ફિલ્મો દેખાવી, ગીતો ગાવા અને નાચવાનો એવા બધા જ સોખ હતા ઉપરાંત એ બૉલીવુડ થી એટલી પ્રભાવિત હતી કે એને પણ પોતાની જાતને મોટા પરદા પર જોવાનો સોખ જાગી ઉઠ્યો અને મોટાપર્દા પર જવું એ જ એના જીવનનું સપનું પણ બની ગયું હતું, પણ નાસમજ ગંગા ને સુ ખબર કે એનું આ સપનું એના જીવનને ક્યાંક અલગ જ વળાંક આપવી દેસે!

ગંગાના ફિલ્મોમાં જવાના સપનાના કારણે જ એનું પૂરું ધ્યાન નાચવા-ગાવામાં જ રહેતું એને ભણવામાં બિલકુલ મન લાગતું ના હતું, જોકે ગંગા નું મગજ ખૂબ તેજ હતું અને એ કોઈ પણ વસ્તુ સરળતાથી પોતાનામાં ઉતારી સકતી હતી, એટલે જ એના ઘરવાળા એને ભણાવી ગણાવીને એક મોટો સાહેબ બનાવવા માંગતા હતા પણ કહવાય છે ને કે જ્યારે દિમાગ પર દિલ હાવી થઈ જાય ત્યારે માણસ બાગી એટલે કે વિદ્રોહી બની જાય છે અને આધુરમાં પૂરું ગંગાનું બગી થવાનું કારણ માત્ર ફિલ્મો અને ફિલ્મો પ્રત્યેનો તેનો પ્રેમ જ ના હતો પરંતુ ગંગા ના જીવનનું એક અલગ પ્રકરણ પણ હતું જેનું મુખ્ય પાત્ર હતું રમણીક.

રમણીક એ ગંગાના પિતાને ત્યાં કામ કરતો હતો અને એના પહેલા એ મુંબઈ પણ થોડો સમય કામ કરી ચૂક્યો હતો. ગંગાને જેવી જ આ વાત ની ખબર પડી ત્યારે એને લાગ્યું કે એના સપના ના દરવાજા ની ચાવી મળી ગઈ છે અને એ ચાવી કુદરતે રમણીક ને નિમિત્ત બનાવીને તેના સુધી પહોંચાડી છે. ગંગાની ઉત્સુકતા એટલી વધી ગઈ હતી કે એ પોતાને તેની સાથે જોડતા રોકી જ ના સકી. બંનેઓ મુંબઈ અને ફિલ્મોની ઘણી વાતો કરવા લાગ્યા અને વાતો વાતોમાં દોસ્ત બન્યા અને દોસ્તી ક્યારે પ્રેમ બની એ ગંગાને ખબર ના પડી. તેમના આ પ્રેમ ને ઘરવાળા તો સ્વીકારવાના હતા જ નહીં એટલે બંનેએ ભાગીને લગન કરવાનું નક્કી કર્યું.

માત્ર 16 વર્ષ ની ગંગા થોડા કપડાં અને તેની માતાના થોડા દાગીના ચોરીને રમણીક સાથે ભાગી મંદિરમાં લગ્ન કરી બંને મુંબઈ ભાગી ગયા એ જ મુંબઈ જે ગંગા ના સપનું શહેર હતું. ગંગાને હતું કે તેને બધુ જ મળી ગયું. થોડા સમય સુધી તેમની પાસે પૈસા હતા ત્યાં સુધી તો બધુ બરાબર ચાલ્યું અને પછી જેમ જેમ પૈસાની અછત પડવા લાગી તેમ તેમ તે બંને ની વચ્ચે તણાવ વધતો ગયો.

પછી એક દિવસ ગંગાને રમણીકે કયું કે થોડા દિવસ તું મારી માસી ને ત્યાં રહેવા જતી રહે અને હું ત્યાં સુધી સારી નોકરી અને રહેવાની સગવડ કરી રાખું છું. નાબાલિક અને ભોળી ગંગા જેને દુનિયા જોઈ પણ ના હતી એ રમણીક ની માસી સાથે ચાલી પડી. એ બચારીને ખબર પણ ના હતી કે એણે જેના માટે પોતાનું બધુ જ છોડી દીધું હતું એ જ પતિએ માત્ર 500 રૂપિયા માટે તેને વેશ્યાઘર માં એને વેચી દીધી હતી. આ એ ગંગા ના જીવનનો સૌથી કાળો દિવસ હતો જ્યારે એને કમાઠીપૂરા માં વેચી દેવામાં આવી.

આ બધુ જાણી ગંગા ખૂબ કરગરવા લાગી કે આખરે રમણીકએ ગંગા સાથે આવું શું કામ કર્યું? કેમ એને એક વસ્તુ સમજીને આમ વેચી દીધી? એને ઘણો આઘાત લાગ્યો એના બધાજ સપના એકાએક તૂટી ગયા. રોજ નવા લોકો એના સરીર ને ચૂસવા લાગ્યા. રોજ એ એક નવા નર્ક ની વાસનામાં ગૂંટવા લાગી. આવી રીતે થતાં શોષણને જ એને પોતાનું જીવન માણી લીધું હતું. એને હતું કે એ હવે આમાંથી ક્યારેય બહાર નઈ નીકળી શકે. આ નર્ક ની વેદના આટલી જ ના હતી, હજુ તો પરિસ્થિતિ વધારે બત્તર થવાની હતી. એની આખા કમાઠીપૂર માં ચર્ચા થવા લાગી. એક દિવસ એક શોકત ખાન નામ નો પઠાણ ગંગાના શરીર ને શોષવા આવ્યો. શોકતખાન એ મુંબઇનો કોઈ ગુંડો તો ના હતો પણ તે પોતાની જાતને ગુંડાઓથી ઓછું પણ સમજતો ના હતો. એ હવસખોર ગંગા પાસે જે છે એના શરીરને નોચિ ખરોચિને ગંગાને ખૂબ વેદના આપતો હતો. ગંગાને મારી પીટીને પૈસા આપ્યા વગર જ જતો રહેતો. ગંગા અહી પણ પરિસ્થિતિ સાથે સમજોતો કરી લે છે અને પોતાની જાત ને કોઈક રીતે સાંભળી લે છે પરંતુ કુદરત ને કદાચ આ પણ મંજૂર ના હતું. તે એકવાર ફરી ગંગા પાસે આવે છે અને એના સાથે એવી હેવાનગી બતાવે છે કે આ વખતે તો ગંગાને હોસ્પિટલ લઈ જવી પડી હતી. હવે ગંગા સામે બે જ રસ્તા હતા, એક કે એની સાથે જે થઈ રહ્યું હતું એને થવા દે અને પોતાની જાત ને ફરી આ હોસ્પિટલ માં આવવા તૈયાર રાખે અને બીજો કે હવે આ પરિસ્થિતિને અહી જ રોકી લે. આ વખતે ગંગા બીજો રસ્તો પસંદ કર્યો.

એને સાંભળયુ હતું કે મુંબઈ માં દરેક બાપ નો એક બાપ હોય છે અને આ શોકત ખાન નો બાપ હતો કરીમ લાલા. કરીમ લાલ એક સિદ્ધાંત સાથે જીવવા વાળો ડોન હતો, ગંગા કઈ વિચાર્યા વગર પોતાની સાથે થએલી હેવાનગી નો બદલો લેવા તેના ઘરે પહોંચી ગઈ. ગંગા કરીમ લાલા ને પોતાની સાથે થએલા શોષણ ની વિગતવાર પરિસ્થિતિ વર્ણવી અને ન્યાય ની આજીજી કરી. કરીમ લાલા એ પણ તેને વિશ્વાસ આપવી પછી મોકલી કે હવે તેની સાથે એવું કઇપણ થાય તો એ જરૂર ગંગાની મદદે આવસે. ગંગાને આજસુધી કોઈ પણ મર્દે આટલું સુરક્ષિત વાતાવરણ આપ્યું ના હતું, કા તો કોઈએ તેને વેચી હતી અથવાતો કોઈએ તેને ખરીદી હતી. તે તરતજ ભીની આંખે પોતાની સાડી માંથી ટુકડો ફાડીને કરીમ લાલ ની કલાઈ પર બાંધી લે છે.

માત્ર થોડા જ દિવસોમાં શોકત ખાન પાછો આવી ચડયો, કરીમલાલા ના ગુસ્સાનો પર ના રહ્યો એ તરત જ પોતાની રાખી બહેનની મદદ કરવા કોઠા પર આવી પહોંચ્યો અને એને શોકત ખાનને એટલો માર્યો કે તે અધમૂઓ બની ગયો. અને કરીમલાલા એ બધાને ધમકી આપી દીધી કે હવે પછી કોઈએ પણ ગંગાને હેરાન કરી છે તો એનો હાલ આનાથી પણ બત્તર કરી દઈસ. પછી શું હતું જે લોકો શોકત ખાન થી ડરતા હતા તેઓ હવે ગંગાથી વધારે ડરવા લાગ્યા, આ રીતે ગંગાની ધાક પણ બનવા લાગી. ગંગા હવે કોઠાવાળી માંથી ગંગાબાઇ કાઠિયાવાડી બની ગઈ હતી. ધીરે ધીરે કમાઠીપૂરા ની ડૉર ગંગાના હાથમાં આવવા લાગી. ત્યાં સત્તા મળતાની જોડેજ ગંગુબાઈ એ આ રેડલાઇટ એરિયાની સ્ત્રીઓ માટે સારા કામ કરવાનું સારું કરી દીધું. એનો એક નિયમ હતો કે તે ક્યારે પણ જબરદસ્તી કૉઈ સ્ત્રીને કોઠા પર રાખતી ના હતી.

મુંબઈ ના આજાદ મેદાન માં ભરી ભીડ માં તેના ભાસણે દરેક ને અચંબામાં પડી દીધા.
તેમણે ભાસણ માં કહ્યું હતું કે જો કમાઠીપૂરાની સ્ત્રીઓ ના હોય તો મુંબઈની સ્ત્રીઓ રસ્તા પર કદી સુરક્ષિત ના રહી સકત કેમકે આદમીઓના વૈસીપણા તો એ વેશ્યાઓ એ માથે લઈ લીધા હતા, અને હું તો આ વૈસયાઓની માં છું માં.

વેશ્યાઓ માટે એ સામય ના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની પણ એક મિટિંગમાં બોલતી બંધ કરી દીધી. ચાલો તેનો પણ કિસ્સો જોઈ જ લઇએ.
થયું એમ હતું કે એ સમયે કમાઠીપૂરા વિસ્તારમાં કન્યાઓ માટે હાઇસ્કૂલ શરૂ થઈ હતી અને વાતો એમ થવા લાગી કે વેશ્યાલય ને બંધ કરી દેવું જોઈએ અને ગંગુબાઈ આની વિરુદ્ધમાં હતા આ માટે તેમણે પ્રધાનમંત્રી જોડે મદદ માંગતા એક મિટિંગ ફિક્સ કરી, જેમાં ગંગુબાઈ ની સહજતા અને સ્પષ્ઠ વિચારોએ નહેરૂ ને હેરાની માં મૂકી દીધા. નહેરુ એ એમણે પ્રશ્ન પૂછ્યો કે તેઓ આ ધંધા માં કેમ આવ્યા તેમને તો સારી નોકરી અને સારો પતિ મળી સકતો હતો અને એના જવાબ માં ગાંગુંબાઈએ તરત જ પ્રસ્તાવ મૂકી દીધો કે જો તે ગાંગુંબાઇ ને તેમની પત્ની તરીકે સ્વીકારી લે તો તેઓ હાલ જ આ ધંધો છોડી દેસે. આ વાત થી નહેરુ અસ્તબ્ધ રહી ગયા. મિટિંગના અંતમાં નહેરુ એ પણ ખાતરી આપી કે તેઓ ગાંગુબાઈ ની માંગો પર જરૂર ધ્યાન અપાસે.

આજે પણ ગંગુબાઈ ની ફોટો કમાઠીપૂરા ના દરેક રૂમમાં લગાવેલી છે, તો આ હતું એક સીધી સદી ગંગાની ગંગુબાઈ કાઠિયાવાડી સુધીનો સફર.