તમે મોટી મોટી કંપનીઓ ના નામ સાંભળ્યા હશે , પરંતુ તમને ખબર છે તેની સફળતા પાછળ ખૂબજ પરિશ્રમ અને ધગશ રહેલી હોય છે. આજે ગુજરાતીઓ દુનિયા ભાર માં બીઝનેસ ક્ષેત્રે ઘણી પ્રગતિ સાધી છે અને તેની સાથે સાથે ઘણી નામના કમાઈ છે.
તમને જણાવી દઈએ કે આપણા દેશની ઘણી કંપનીઓ એવી છે કે જેના માલિક ગુજરાતી છે અને તે ભારત નાં અર્થતંત્ર અને માર્કેટ ને લીડ કરી રહી છે જેવી કે રીલાયન્સ , અદાણી , ટોરંટ, પાર્લે, એસિયન પેઈન્ટસ, કોટક બેંક, વિપ્રો, સન ફાર્મા, ઇન્ટાસ , હેવમોર, બાલાજી વેફેર્સ, સીનટેક્ષ , વિની, વાડીલાલ આવી તો ઘણી નાની મોટી કંપનીઓ છે. આમ, દરેક ખેત્રે ગુજરાતી કંપનીઓ નો દબદબો છે.
આજે તમને જણાઈ દઈ એ કે ગુજરાત ભારતભર માં બીઝનેસ ક્ષેત્રે બીજા રાજ્યો કરતા ઘણું આગળ છે, અને ગુજરાતીઓ ની બીઝનેસ કરવા ની સૂઝ બુઝ ને કારણે આજે ગુજરાતીઓ ને બીઝનેસમેન તરીકે ઓળખવામાં આવે છે.

ગુજરાત ના કેટલાય લોકો છે જે વિદેશ માં જઈને સેટલ થઇ ગયા છે અને પોતાનો બીઝનેસ ચલાવી રહ્યા છે. અમેરિકા માં તો ગુજરાતી પટેલો નો બીઝનેસ માં દબદબો છે. ભારત ના આર્થતંત્ર માં ગુજરાતીઓ નો ફાળો મહત્વો રહેલો છે, અને ઘણા લોકો ને રોજગારી પણ પૂરી પડે છે.
એક કહેવત પ્રમાણે “લક્ષ્મી તેને જઈ વારે જે પરસેવે ન્હાય” આનો મતલબ છે કે પૈસા કમાવા નો કોઈ શોર્ટ કટ નથી , અથાગ મહેનત અને પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી, પૈસા કમાવા છે તો તમારે પ્લાન પ્રમાણે સખત મહેનત અને સાથે સાથે સ્માર્ટ વર્ક કરવું પડશે.
9 આદતો જે ગુજરાતીઓ ને બીજા લોકો થી અલગ તારવે છે.
- જરૂરિયાત : ગુજરાતીઓ એવા વ્યાપાર પર ફોકસ કરે છે જે દરરોજ ની જરૂરિયાત હોય છે , જે રોજીંદા વપરાશ માં વપરાય છે. કપડા નો વ્યાપાર હોય , મેડીકલ હોય, ખાદ્ય વસ્તુઓ હોય , કોસ્મેટીક હોય, બેન્કિંગ હોય , પેટ્રોકેમીકલ પ્રોડકટ હોય, દરેક ક્ષેત્રે ગુજરાતી બિઝનેસમેને હરણફાળ ભરી છે અને પાછળ વળીને જોયું નથી , કારણ કે ગુજરાતીઓ ની આતો ખાસિયત છે , કે જેટલી દૈનિક વપરાશ ની વસ્તુઓ વેચાશે એટલી આવક વધુ થશે અને સતત રહેશે.
2.શરમ : ગુજરાતીઓ કોઈ પણ બીઝનેસ કરતા શરમાતા નથી , તેઓ કોઈ પણ બીઝનેસ ને નાનો નથી સમજતા,ગુજરાતીઓ ની આ લાક્ષણીકતા ખુબ ખાસ છે તેઓ પોતાની નાની દુકાન ને પણ એક કંપની તથા પેઢી સમજી તેને ચલાવે છે, તેઓ એક સિસ્ટમ અને વિઝન થી ચલાવે છે. તેઓ કદી પણ પોતાની જાતને નાના નથી સમજતા પછી ભલે ધંધો નાનો હોય , કારણ કે તેમનો બીઝ્નેસ તેમના માટે બધુજ છે, તે હમેશા ઉચ્ચા વિચાર અને ઉચ્ચા ગોલ સાથે આત્મવિશ્વાસ થી ભરપુર હોય છે, તેઓ જાણતા હોય છે કે મોટા બીઝનેસ ની સરુઆત નાના ધંધા થી જ થાય છે . દા.ત. ધીરુભાઈ અંબાની એ પેટ્રોલ પંપ પર ઉભા ઉભા જ રીલાયાન્સ નું સપનું જોયું હતું તેમને ક્યારેય પોતાની જાતને નીચી સમજી ના હતી.

3. બાળપણથીજ જોખમ લેવાની અને વ્યાપાર કરવાની તાલીમ : ગુજરાતીઓ પોતાના બાળકો ને જેટલું બને તેટલું વહેલું કમાવવા માટે પ્રોત્સાહન અને તાલીમ આપે છે , તેમના બાળકો ને નવા નવા આઈડિયા આપે છે , નવા બીઝનેસ વિષે વિચારવાની તાલીમ આપે છે. જય્યારે બાળક સ્કૂલ માં હોય ત્યારથી જ મોટા ભાગ ના પરિવાર ના લોકો તેમના બાળકો ને તેમના બીઝનેસ માં સામેલ કરી દેતા હોય છે જેવી રીતે કે દુકાન પર બેસાડતા હોય છે , નાણાકીય લેવડ દેવડ સંભાળવા આપી દે છે , ખરીદી સંભાળવા આપી દે છે , દુકાન ની દેખરેખ રાખવા માટે કહે છે , આ બધું બાળક જયારે સ્કૂલ માં હોય ત્યાર થી જ શીખી જાય છે , બાળપણ થી જ એ પ્રમાણે નું વાતાવરણ અને કામ કરાવવામાં આવે છે કે તેનાથી તે ધીરે ધીરે બીઝ્નેસ માં પરિપક્વ બની જાય છે.

4. સંસ્કૃતિ : ગુજરાતીઓ બધું જ કરે છે ખાઉં, પીવું, ફરવું, મોજ મસ્તી બધુજ કરે છે , પણ તેઓ હમેશા પોતાના કલ્ચર ને નથી ભૂલતા , જો વિદેશ માં પણ કોઈ ગુજરાતી મળી જાય અથવા રેલ્વેમા મળી જાય તો તેમની ગુજરાતી બોલી માં જ વાતો કરે છે , તેમનો પહેરવેશ તેમની ઓળખાણ છે ગમે ત્યાં જાય તેઓ તેમનો પહેરવેશ નથી ભૂલતા , તેઓ મોટા બીઝનેસ મેન હોય તો પણ જમીન પર રહે છે તેમને કોઈ પણ પ્રકાર નો ઘમંડ નથી હોતો.

5. સખત મહેનત : આ એક ખાસીયત ગુજરાતીઓ ને બધા કરતા અલગ બનાવીદે છે, તે હમેશા સખત મેહનત કરતા હોય છે, તે હમેશા પોતાના વ્યાપાર માં તક શોધતા હોય છે અને જ્યાં પણ તેમને તક દેખાય, તે તક નો લાભ મેળવવા માટે તેઓ વિદેશ પણ જતા હોય છે, આ પ્રકાર નું તેમને વ્યાપાર પ્રત્યેનું લગન અને મેહનહ રંગ લાવે છે અને સફળતા તેમને મળતી હોય છે. તેઓ વ્યાપાર માં અથાગ પરિશ્રમ કરી ને પોતાના લક્ષ્ય ને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોય છે, તેથી જ આ ખાસિયત ગુજરાતીઓ ને સફળતા અપાવી ગર્વ અપાવે છે.
6. સમુદાય ની ભાવના : ગુજરાતી ઓ માં સમુદાય ની ભાવના ખુબ જ હોય છે, તેઓ એક બીજા ને ખુબ જ સપોર્ટ કરે છે, એક બીજા ને ખુબ જ સમ્માન આપે છે, આ એક ખૂબજ અદભુત ક્વોલીટી છે અને આના કરને એક બીજા નો પ્રેમ અને ભાવના સચવાય છે અને સૌનો વિકાસ શક્ય બન્યો છે.
7. Donations: Gujaratis donate a lot, earn a lot and also donate a lot, temples, charitable trusts, orphanages, thus everywhere is always in the forefront of charity. And even if there is a disaster in the country, it helps the people as well as the government to face it.

8. ચોખ્ખો વ્યવહાર : ગુજરાતીઓ નાણાકીય બાબત માં ખૂબજ ચોક્કસ હોય છે , એમાં કોઈ પણ પ્રકર ની શરમ નથી રાખતા. જ્યાં પૈસા ખર્ચવાના હોય ત્યાં આંખો બંધ કરી ને ખર્ચી પણ નાખે છે પણ જ્યાં હિસાબ અને વ્યવહાર ની વાત આવે તો એ બાબતે એક દમ ચોક્કસ હોય છે, તેથી જ તો ગુજરાતીઓ માં એક કહેવત છે કે “દાન લાખ નું ને હિસાબ કોડી નું “.
9. માર્કેટિંગ સ્કીલ : આ સ્કીલ ગુજરાતીઓ માં બાળપણ થી તથા જન્મજાત હોય છે, તેમની બોલવા ની કળા અને સ્કીલ ખુબ જ ખાસ હોય છે, તેઓને ખબર હોય છે જે બોલશે એનું વેચાશે અને તેઓ માર્કેટીંગ માં ખુબ જ સમજ પૂર્વક અને અત્મવિશ્વાસ થી આગળ વધે છે, તેઓ વેચવાનું જાણે છે, તેમને ખબર છે કે સામેવાળા ગ્રાહક ને કઈ રીતે વસ્તુ વેચવી. તે ગ્રાહક ના સંદર્ભ માં રહી ને વાત કરે છે અને ગ્રાહક ને મનાવી પોતાની પ્રોડકટસ નું વેચાણ કરે છે.