આધાર નંબર એટલે ભારત દેશ ના દરેક નાગરિક નો એક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (Unique Identification Number – UID) જેની સાથે તે વ્યક્તિની તમામ વિગતો જેવીકે તેનું નામ તેનું સરનામું તેનો મોબાઈલ નંબર અને સાથે સાથે તેની બાયોમેટ્રિક ડિટેઇલ્સ પણ ડીજીટલી સંકળાયેલી હોય છે. અને આ નંબર અને નાગરિક ની કેટલીક વિગતો એક કાર્ડ પર છપાયેલી હોય છે જેને આધાર કાર્ડ કહેવાય છે.
આધાર કાર્ડ એ ભારત ના નાગરિક નો સરકાર માન્ય ઓળખ પત્ર છે.
જ્યારે આપણે નવું મોબાઈલ કનેક્શન લેવાનું હોય ત્યારે આપણે આપણું સરકાર માન્ય ઓળખ નો પુરાવો આપવો પડે છે.
આધાર કાર્ડ માં વિગતો ડીજીટલી સેવ હોવાથી ટેલિકોમ કંપનીઓ નવા કનેકશન માટે આધાર કાર્ડ નો ઉપયોગ કરે છે. આધાર કાર્ડ ની મદદ થી નાગરિક ની તમામ વિગતો ડિજિટલ ફોર્મેટ માં મેળવી શકાય છે જેના કારણે પેપર વર્ક નો ખર્ચ ઘટી જાય છે.
પરંતુ કેટલીક વખત આપણા આધાર કાર્ડ પરથી કોઈ બીજી વ્યક્તિ ને ગેરકાયદેસર કનેક્શન મળી જાય છે.
ઘણી વખત કનેક્શન ઈશ્યુ કરનારા કેટલાક એજન્ટો ભોળા અને અભણ નાગરિકોનો ફાયદો ઉઠાવી લેછે. આ એજન્ટો એ ભોળા નગરિક ના આધાર નંબર પર મોબાઈલ કનેક્શન ઈશ્યુ કરી ને કોઈ બીજી વ્યક્તિ ને ગેરકાયદેસર વેચી નાખે છે. જેના પરિણામે કેટલાક ગુનાઓ થાય છે અને એ ગુનેગાર પકડાતો પણ નથી.
કેટલાક ગુનેગારો આ એજન્ટોને પૈસા ની લાલચ આપીને બીજી વ્યક્તિ ના નામે ગેરકાયદેસર કનેશન ઈશ્યુ કરવી લે છે અને તેનો ઉપયોગ ખોટીરીતે કરવામાં આવે છે.
આ ફ્રોડ થી બચવા અને ગુનેગારોને રોકવા માટે સરકારે એક વેબસાઈટ લોન્ચ કરી છે જેનાથી તમે જાણી શકો છો કે તમારા આધાર નંબર પર કેટલા અને કયા કયા મોબાઈલ કનેક્શન ઈશ્યુ કરવામાં આવેલા છે. તેમજ તમારા આઈડી પર કોઈ એવો મોબાઈલ નંબર ઈશ્યુ થયેલો છે કે જે તમારો નથી તો તમે તેની જાણ પણ સરકાર ને કરી શકો છો.
આના માટે તમારે સૌ પ્રથમ અહીં ક્લિક કરીને વેબસાઈટ પર જવાનું છે.
પછી તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને ઓટીપી OTP વેરીફીકેશન કરાવવાનું રહેશે.
ત્યાર પછી તમારી સામે એ નંબર નું લિસ્ટ આવી જશે જે નંબર તમારા આધાર કાર્ડ પર ઈશ્યુ કરાયેલા હશે.
તમને જણાવી દઈએ કે અહીં તેમે જે મોબાઈલ નંબર ઓટીપી દ્વારા વેરીફાઈ કરાવ્યો હશે અને તે નંબર જે આધાર કાર્ડ જોડે લિંક હશે તેજ આધાર કાર્ડ પર ઈશ્યુ થયેલા મોબાઈલ નંબર ની વિગતો તમને દેખાડશે.
અહી દેખાડતા મોબાઈલ નંબર ની લીસ્ટ માં જો કોઈ એવો મોબાઈલ નંબર છે કે જે તમારો નથી પરંતુ તે તમારા આધાર કાર્ડ જોડે લીંક થયેલો છે, તો તેની જાણકારી તમે સરકાર ને આપી શકો છો.
અને કદાચ કોઈ એવો નંબર છે કે જે તામારો જ છે પરંતુ તમે હવે એ નંબર નો વપરાશ નથી કરી રહ્યા તો તમે એની વિગત પણ સરકાર ને આપી શકો છો.
મિત્રો તમને વિનંતી છે કે આ આર્ટીકલ ને દરેક જગ્યાએ શેર કરજો જેથી કરીને આપણે આપણી અને બીજાની જોડે થનારા કોઈ ફ્રોડ ને રોકી શકીએ.