હજુતો હિન્દુસ્તાન સુશાંત સિહ રાજપૂતની મોતના આઘાત માંથી બરાબર રીતે બહાર આવ્યું પણ ના હતું અને એવામાં સાંભળવામાં આવ્યા બીજા એક ખરાબ સમાચાર. બહુ જ લોકપ્રિય ચેહરો સીદ્ધાર્થ સુક્લાની મોત ના સમાચાર ખુબજ દુ:ખ સાથે સ્વીકારવા પડે છે. 2 સપ્ટેમ્બરે થયું હતું સિદ્ધાર્થનું નિધન. હાર્ટ અટેક ને તેમની મોત નું કારણ બતાવાવમાં આવ્યું પરતું શું વાસ્તવિકતા એટલી જ છે?
પહેલા જાણીએ એવું તો શું થયું હતું સીદ્ધાર્થ સાથે છેલ્લા ૧૫ કલાકમાં કે જેના લીધે એ ગુમાવી બેઠો પોતાનો કીમતી જીવ.
સીદ્ધાર્થના નીધનના આગલી રાત્રે જ સીદ્ધાર્થની તબિયત ઠીક ના હતી તેમ છતાં તેને સુવાનો પ્રયત્ન કર્યો. તેમ છતાં ઠીક ના લગતા રાત્રે ૩ વાગે તેમને તેમની માતાને જણાવ્યું કે તેમને બેચેની થઇ રહી છે અને છાતીમાં પણ દુખાવો હોવાનું જણાવ્યું. તેમની માતા એ તેમને ડોક્ટર જોડે જવાની સલાહ આપી પરંતુ બહુ વધારે ચિંતાજનક પરિસ્થિતિ ના લગતા સિદ્ધાર્થે વાતને માંડી વળી. ત્યારબાદ તેમને કોઈ દવા લઈને સુઈ જવાનો નિર્ણય લીધો અને એવું જ કર્યું.
ત્યારબાદ સવાર પડી ૯ વાગ્યા સુધી પણ સીદ્ધાર્થ ની ઉંગ ના ઉડી આથી તેમની માતાએ તેમને જગાડવા જવાનું વિચર્યું. તેઓ જયારે રૂમ માં ગયા અને સિદ્ધાર્થ ને બુમ પડી તો તેમને પ્રતિક્રિયા ના આપી આથી માતાએ હલાવવા પ્રયત્ન કર્યો. હલાવવા છતાં સિદ્ધાર્થે કોઈ પ્રતિક્રિયા ના આપતા માતાના પગ નીચેથી જાણે જમીન સરકી પડી. તેમને તરત જ તેમની દીકરીને બુમ પાડી ડોકટર ને ફોન લગાડ્યો. ડોક્ટરે ઘરે આવી તપાસ કરીને ત્યારે જ સીદ્ધાર્થને મૃત કરાર કર્યા. ડોકટરે તેમને કુપર હોસપીટલ આવવાની સલાહ આપી.
લગભગ ૯:૪૦ વાગ્યે સીદ્ધાર્થને તેમની માતા, બહેન અને જીજા દ્વારા એમ્બ્યુલન્સ માં દવાખાને લઇ જવામાં આવ્યા. સાથે સાથે તેમના ત્રણ દોસ્ત પણ પહોંચ્યા. ત્યાના ડોકટરે પ્રાથમિક તપાસ કરીને તેમને 10:૧૫ વાગ્યે મૃત જાહેર કરી દીધા. ત્યાર બાદ સીદ્ધાર્થ ના સબ ને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યું.
સીદ્ધાર્થના શરીર પર બહાર થી કોઈ લાગેલાના નિસાન ના હતા ઉપરાંત તેમને તરત જ ઘરેથી દવાખાને લઇ જવામાં આવ્યા હતા આથી ડબલ ચેકિંગ કરવામાં આવ્યું. ડોકટરો પણ આ કેસ માં બહુ સાવધાની અને ચીવટ પૂર્વક નિરિક્ષણ કરી રહ્યા હતા. ખાસ કોઈ પાસા ના મળતા પુરતી માહિતી એકઠી કરી સિધાર્થ ની મોત નું કારણ હાર્ટ એટક જાહેર કર્યું.
પરંતુ આ વાત અહી પૂરી થતી નથી. શરુઆતની પોસ્ટમોર્ટમ રીપોર્ટ માં ડોકટરે કોઈ ચોખવટ નથી આપી પરંતુ ડોકટરે તેમની બોડીના અંદરના અંગોના કોષના સેમ્પલ લીધા છે અને તેના ઉપર પણ રિસર્ચ કરવામાં આવશે અને આમ અચાનક થયેલી તેમની મોતનું સચોટ કારણ શોધવામાં આવશે. હિસ્ટોપેથોલોજી સ્ટડી અને કેમિકલ એનાલીસીસ પરથી મોતનું કારણ શોધવામાં આવશે અથવા તો તેમને અંદર ની કોઈ બીમારી તો ના હતી એ શોધવામાં આવશે. આ માટે તેમને થોડો સમય લાગશે કારણ કે ડોકટરો સીધાર્થના કેસ માં પણ ખુબ સાવધાની થી આગળ વધી રહ્યા છે. આ પહેલા સુશાંત ના કેસ માં પણ ઘણી controversy થઇ હતી અને આ એજ હોસ્પિટલ હતી જયા સુશાંત નું પણ પોસ્ટમોર્ટમ થયું હતું આથી તેઓ ખુબ જ સાવધાની થી આગળ વધી રહ્યા છે.