એક મીડીય રીપોર્ટ પ્રમાણે એક દિવસ માં આશરે 125 કાર ની ચોરી ફક્ત ભારત દેશ માં થાય છે, તો પછી આખી દુનિયામાં એક દિવસ માં કેટલી ગાડીઓ ની ચોરી થતી હશે! આ ગાડીઓ ની ચોરી થતી અટકાવવા માટે તેમજ ચોરી થયેલી ગાડી ને ફરી શોધવા માટે ગુગલ એક નવું ફીચર લાવી રહ્યું છે.

કદાચ તમને ખબર હશેજ કે ખોવાયેલા મોબાઈલ ને શોધવા માટે ગુગલ નું એક ફાઈન્ડ માય ડીવાઈસ (find my device) નામ નું ફીચર ઓલરેડી છે. અને આ ફીચર ફક્ત મોબાઈલ માટેજ છે. પરંતુ હવે આ ફીચર કાર માં પણ જોવા મળશે. ગુગલ ના એન્દ્રોઇડ ઓટો માં તમને આ ફીચર જોવા મળશે. જે કાર માં એન્દ્રોઈડ ઓટો હશે એ કાર અમે ઓનલાઈન ટ્રેસ કરી શકશો. ફક્ત આટલુજ નઈ બીજા પણ નવા ફીચર હશે ગુગલ ની આ સુવિધામાં

ગુગલ ટૂંક સમય માજ તેનું આ નવું ફીચર તેના યુસર ને આપવા જઈ રહ્યું છે. ગુગલ ના આ નવા ફીચર માં યુસર ને તેના ગુગલ આઈડી થી તેની કાર ના એન્દ્રોઈડ ઓટો ઇન્ફોટેઈનમેંટ સીસ્ટમ માં લોગ ઈન કરવાનું રહેશે. આ સંજોગોમાં જો યુસર ની કાર ચોરી થાય છે તો ઉસર એ કાર ને ટ્રેસ કરી તેનું લાઇવ લોકેશન જોઈ શકે છે.
આટલુજ નઈ પરંતુ જે કાર માં યુસરે તેના ગુગલ આઈડી થી લોગ ઈન કરેલું હશે તે કાર નાં તમામ એક્સેસ રાઈટ્સ પણ તે યુસર જોડેજ રહેશે એનો મતલબ એ થયો કે ઉસર ની પરવાનગી વગર કોઈ બીજી વ્યક્તિ તે કાર ને ઓપરેટ કરી શકશે નહિ તેમજ ચલાવી શકશે નહિ.
જોકે, ગૂગલ દ્વારા આ નવા ફીચર્સ કેટલા સમય સુધીમાં તેના યુજર્સ માટે રિલીઝ કરવામાં આવશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.