
મિત્રો બરફ તો દરેકને પસંદ જ હશે પરંતુ ઠંડી ના સમયે જ્યારે ચારે બાજુ બરફ પડેલી હોય અને ત્યારે તમને એજ બરફ વાળા એકદમ ઠંડા પાણી માં ડુપકી મારવાનું કહે તો!
રશિયા ની રાજધાની મોસ્કો માં એક અલગજ રિવાજ છે, મોસ્કોમાં નવા વર્ષ ના દિવસે ત્યાંનાં લોકો બરફ ના પાણીમાં ડુપકી લગાવે છે એપણ જ્યારે તાપમાન માઇનસ માં હોય ત્યારે. આ રિવાજ ની પાછળ એમનું એવું માનવું છે કે આવું કરવાથી એમનું આવનારું નવું વર્ષ સારું તેમજ સુખી રહેશે.

દુનિયાના લગભગ દરેક દેશ માં અપરાધી ને મળેલી ફાંસી ની સજા ની તારીખ નક્કી હોય છે. એટલેકે એ અપરાધીને એની મૃત્યુ ના દિવસ ની જાણકારી પહેલેથીજ આપી દેવામાં આવે છે. પરંતુ જાપાન એક એવો દેશ છે જ્યાં એવી નથી હોતું. જાપાન ની અંદર ફાંસી ની સજા મળેલી અપરાધીને તેની મૃત્યુ ના દિવસ ની જાણકારી નથી હોતી. ત્યાંનાં અપરાધી ને મૃત્યુ ના દિવસ ની ત્યારેજ ખબર પડે છે જ્યારે તેમને ફાંસી પર લટકાવવા માટે લઈ જાય છે. ત્યાંની સરકાર નું માનવું છે કે આવું કરવાથી કોઈ વ્યક્તિ પોતાની મૃત્યુ ની ખબર સાંભળીને પહેલેથીજ સદમાં માં ના જતો રહે. પરંતુ આવું કરીને ત્યાંની સરકાર એ અપરાધીને Mental Troma નો ભોગી બનાવી દે છે.

આ દુનિયા માં અનેક પ્રજાતિના સાપ રહે છે અને એમાંથી કેટલીક પ્રજાતિના સાપ તો તમે જોયા પણ હશે. પરંતુ શું તમે ક્યારેય આવું વિચાર્યું છે કે કોઈ સાપ ને કિસ પણ કરી સકાય. એનિમલ એક્સપર્ટ નું કહેવું છે કે સાપ તેમના માલિક કે ટ્રેઈનર ને સારી રીતે ઓળખી શકે છે અને તેમના હાવ ભાવ ને સારી રીતે સમજી પણ શકે છે એટલેજ સાપ ના ટ્રેઈનર સાપ જોડે કોઈ પણ એક્ટિવિટી કરી શકે છે. પરંતુ રિસર્ચ માં એવું પણ જાણવા મળ્યું છે કે સાપ ની અંદર મનુષ્યો માટે કોઈ પણ પ્રકાર ની ફિલિંગ્સ નથી હોતી. અને કોઈ પણ સાપ મનુષ્ય થી ગમ્મે તેટલો પરિચિત હોય તોપણ એ સાપ મનુષ્ય માટે ખતરનાખ છે.
અને તમને જણાવી દઈએ કે સાપ ને ચુંબન કરવાથી Salmonellosis નામની બીમારી થાય છે.

મનુષ્ય નું મગજ દરેક વસ્તુ કે દરેક વાત યાદ નથી રાખી સકતું, અને આમ જોઈએ તો મનુષ્ય ની જોડે એક વરદાન છે સમય ની સાથે સાથે દુખ અને બનાવો ને ભૂલી જવાનું પરંતુ એક એવી બીમારી છે જેમાં મનુષ્ય નું મગજ કાઈજ ભૂલતું નથી તેને દરેક વસ્તુ કાયમી ખાતે યાદ રહે છે અને આ બીમારી ની નામ છે Hyperthymesia Syndrome.
આ બીમારીથી પીડિત મનુષ્ય તેની જીવન ના દરેક બનાવ ને યાદ રાખે છે, આ બીમારી ખુબજ દુર્લભ છે. પૂરી દુનિયામાં આ બીમારી અમુક લોકોમાજ જોવા મળે છે.

તમે તમારા જીવન માં એકવાર તો On/Off માટે બનેલા આ નિશાન ને તો જોયું જ હશે જે ઉપર દર્શાવેલ ફોટો માં છે. પરંતુ શું તમે ક્યારેય આ વિચાર્યું છે કે on/off માટે આજ ચિન્હ કેમ વપરાય છે. જો તમે ધ્યાન થી જોશો તો તમને આ ચિન્હ માં શૂન્ય અને એક એટલે કે 0 અને 1 દેખાશે. તો તમને બતાવી દઈએ કે, કમ્પ્યુટર ની Binary language માં 0 નો અર્થ થાય છે off અને 1 નો મતલબ થાય છે on. તો આજ કારણ છે કે 0 અને 1 ને જોડીને આ ચિન્હ બનાવવામાં આવ્યું છે.

શું તમે એવી કોઈ છોકરીને ઓળખો છો જેને પોતાના અંગ દાન કરવા આત્મહત્યા કરી હોય. ઇંગ્લૈંડ માં રહેતી 15 વર્ષ ની છોકરી જેનું નામ Faye Loughrey, એક દિવસ એના પિતા ને કહે છે કે તે તેના અંગ દાન કરીને લોકોની મદદ કરવા માંગે છે. અને આની એક સપ્તાહ પછી જ એણે આત્મ હત્યા કરી દીધી. આત્મ હત્યાનુ કોઈ કારણ ના મળ્યું એટલે લોકોને ખબર પડી કે એને લોકોની મદદ કરવા પોતાની જિંદગી નો ત્યાગ કરી દીધો. અને પોતાની દીકરીની ઈચ્છા પૂરી કરવા તેના પિતા એ એની દીકરીના અંગ દાન પણ કરી દીધા. અને Faye Loughrey ના લીધે 9 લોકોની જિંદગી બચી ગઈ.

Haunted House ના વિષે તમે સાંભળ્યું જ હસે અને કદાચ દેખ્યું પણ હસે. ઘણાખરા શોપિંગ મોલ કે પછી ગેમ જોન માં પણ Haunted House જોવા મળે છે. પરંતુ શું તમે આ દુનિયાનું સૌથી વધારે ડરાવનારૂ Haunted House વિષે જાણો છો? મિત્રો દુનિયાનું સૌથી વધારે ડરાવનારું માનવ નિર્મિત Haunted House જેનું નામ McKamey Manor છે. આ ઘર ને Russ McKamey એ બનાવ્યું છે. અને એ એવો દાવો કરે છે કે આ ઘર માં 10 કલ્લાક થી વધારે સમય સુધી ડર્યા વગર રહેવું અસંભવ છે. અને જો કોઈ વ્યક્તિ 10 કલ્લાક થી વધારે સમય માટે આ ઘર માં ડર્યા વગર રહી ગયો તો તેને 1.4 Million રૂપિયા મળશે. અને આના માટે આ Haunted House ના visitor ને આ ઘર માં પ્રવેશ તા પહેલા 40 Page નો Agreement Sign કરવો પડે છે. ઘર ની અંદર જવા વાળી વ્યક્તિ ની ઉમર 21 વર્ષ થી ઓછી ના હોવી જોઈએ. અને આની સિવાય એ વ્યક્તિને પોતાનું મેડિકલ પ્રમાણપત્ર પણ આપવું પડે છે. આ ઘર એટલું ડરાવનારું છે કે આજ સુધી કોઈ પણ વ્યક્તિ 10 કલ્લાક સુધી આ ઘર માં નથી રહી શક્યો. તોપણ આ ઘર ને વિઝિટ કરવા માટે 24000 થી પણ વધારે લોકો વેઇટિંગ માં છે.

શું તમને ખબર છે કે એક એવું પણ સંગ્રહાલય છે જ્યાં કોઈ કીમતી વસ્તુઓ નઈ પણ ટોઇલેટ છે જેને દેખવા લોકો જાય છે. ટોઇલેટ નું આ ખાસ સંગ્રહાલય ભારતની રાજધાની દિલ્લી માં આવેલું છે. અને આ સંગ્રહાલય નું નામ Sulabh International Museum of Toilets છે. આ મ્યુજિયમ ની અંદર દુર્લભ toilet seat રાખેલી છે. આ મ્યુજિયમ માં 2500 bc થી લઈને આજ સુધીના ઐતિહાસિક toilets ને બતાવ્યું છે. આ મ્યુજિયમ ની અંદર અલગ અલગ રીત ના ટોઈલેટ્સ રાખેલા છે જેના માટે તેને ઘણા એવોર્ડ પણ મળેલા છે.

મિત્રો તમે ઘણી બધી Anxiety અને Syndrome વિષે સાંભળ્યું હસે પરંતુ તમે એવા syndrome વિષે સાંભળ્યું છે જેમાં લોકોની toilets અટકી જાય છે એપણ કોઈ વ્યક્તિની કારણે. હકીકત માં દુનિયા માં 7% એવા male છે જે Paruresis થી પીડિત હોય છે. તમારી જાણકારી માટે બતાવી દઉં કે આ કોઈ બીમારી નથી પરંતુ Anxiety Disorder છે. જેને Shy Bladder Syndrome પણ કહે છે. આ syndrome ના કારણે પીડિત કોઈ અન્ય વ્યક્તિ ની સામે પેશાબ નથી કરી શકતું. જે એકજાતનું fobia છે.

તમે અનેક મંદિરો વિષે શાંભળ્યું હસે અને એની અંદર ચડાવવામાં આવતા પ્રશાદ વિષે પણ સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે કોઈ એવા મંદિર વિષે જાણો છો જ્યાં પ્રશાદી માં ચોકલેટ ચડાવવાની પ્રથા છે! કેરલ માં આવેલા એક મંદિર માં લોકો પ્રશાદી માં ફક્ત munch ચોકલેટ ચડાવે છે. અહીંના લોકોનું એવું માનવું છે કે અહિયાં ચોકલેટ ચડાવવાથી ભગવાન તેમની મનોકામના જલ્દીથી પૂરી કરશે. અને એની માટે જે કોઈ પણ ભક્ત આ મંદિર માં આવે છે એ ફક્ત munch ચોકલેટ જ ચડાવે છે.