આજના સમય માં Social Media નો પ્રભાવ આપણા જીવન માં ખુબજ વધી ગયો છે. સોશિયલ મીડિયા ના આ સમય માં જેની પાસે Talent છે, એ ટેલેન્ટ બહાર આવે પણ છે અને લોકો એની કદર પણ કરે છે, અને એ લોકો જોતાં જોતાં Viral થઈ જાય છે. અહી એવા 5 વ્યક્તિ ની વાત કરીશું જે પોતાના Talent ના લીધે ખુબજ Viral થઈ ગયા હતા.
1. Priya Prakash Varrier

તમને કદાચ ખબર હસે કે વર્ષ 2018 માં 19 સેકંડ ની એક વિડિયો એ internet પર ધૂમ મચાવી દીધી હતી. 10 કરોડ થઈ પણ વધારે લોકો એ એને ગૂગલ પર સર્ચ કર્યું હતું અને ગૂગલ એ પણ Priya ને એ વર્ષ માં Most Search Person નું Title આપ્યું હતું. આ વિડિયો વર્ષ 2018 માં આવેલી મલયાલમ ફિલ્મ ORU ADAAR LOVE ની હતી. 19 સેકંડ ની વિડિયો જેમાં Priya આંખ મારે છે અને હાથની આંગળીઓથી ગોળી મારવાની એક્શન કરે છે એની આ વિડિયો સામાન્ય જનતા સાથે સાથે અનેક સેલિબ્રિટી એ પણ પસંદ કરી હતી. Priya ફક્ત બોલીવુડ માજ નઇ પરંતુ ટોલિવુડ માં પણ ફેમસ છે. સાઉથ ના ફેમસ એક્ટર આલુ અર્જુને તો એક વખત લાઈવ શો માં Priyaa ની ગોળી મારવાની એક્શન કરી હતી.

Priya ની આ મૂવી એટલી ખાસ સફળ ના રહી પરંતુ એ મૂવી ના સોંગ ની 19 સેકંડ ની ક્લિપ થી Priya ને ખૂબ સફળતા મળી. અને એની પછી Priya ને ટીવી એડ અને ફિલ્મો ની ઓફર પણ મળવા લાગી. એવું સાંભળવામાં આવે છે કે Priya એ એક Advertisement માટે 1 કરોડ સુધી લીધેલા છે. અને કોઈ લાઈવ શો માં પોતાની એક જલક દેખાડવા માટે એ લાખો રૂપિયા લે છે, પરંતુ આ વાત કેટલી સાચી છે એતો Priya જ કહી શકે. Priya એ 2021 માં 4 નવી ફિલ્મો સાઇન કરી છે અને એટલુંજ નઇ એ બોલીવુડ માં પણ એન્ટ્રી કરી રહી છે. Priya Shridevi નામ ની એક બોલીવુડ ફિલ્મ માં કામ કરી રહી છે.
2. Renu Mandal

West Bengal રેલવે સ્ટેશન પર ગીતો ગાવા વાળી renu mandal રાતોરાત ફેમસ થઈ ગઈ હતી. Renu Mandal ની વિડિયો કોઈએ રેકોર્ડ કરીને ઇન્ટરનેટ પર મૂકી હતી અને એ વિડિયો એટલી બધી viral થઈ ગઈ કે Renu Mandal ની વિડિયો 25 લાખ કરતાં પણ વધારે લોકો એ દેખી હતી. Renu mandal ની અવાજ લોકોને એટલી પસંદ આવી હતી કે હિમેશ રેશમિયા એ તો એની જોડે 3 થી 4 ગીતો પણ ગવડાવ્યા હતા. હિમેશ રેશમિયા એ ટીવી શો Indian Idol માં પણ renu mandal જોડે ગીત ગવડાવ્યું હતું. અને હિમેશ રેશમિયાએ પોતાની ફિલ્મ માં પણ Renu Mandal ને ગીત ગાવાની તક આપી હતી.

પરંતુ તમને જણાવી દઉં કે જે લોકો કોઈ ને આસમાન સુધી પહોંચાડી શકે છે તો એ લોકો એને જમીન પર પાછા પણ લાવી શકે છે. Renu mandal ના કેસ માં પણ કઈક એવુજ છે. Renu mandal ની એના fans જોડે ના ખરાબ વ્યવહાર ની એક વિડિયો Viral થઈ ગઈ અને પછી તો તમે સમજી જાઓ કે શું થયું હસે.
3. Yashraj Mukhate

રશોડે મે કોન થા? ની વિડિયો થી ફેમસ થયેલા Yashraj Mukhate ના આજે દરેક વિડિયો Viral થાય છે. Yashraj Mukhate ના ઘણા વિડિયો પાછળથી Viral થયેલા છે જેમ કે Shehnaz Gill ની Tomy વાળી વિડિયો, અને પાર્ટી હો રહી હે. પોતાના વિડિયો Viral થતાં પહેલા Yashraj Mukhate એક સામાન્ય youtuber હતા પરંતુ જેમ એમના વિડિયો Viral થાયા એમ એમના વિડિયો ના રીમેક બનાવી ને celebrity પણ reel બનાવતા હતા. Viral થાય પછી Yashraj Mukhate રેડિયો સ્ટેશન પર અને ઘણી Live Stream માં જોવા મળ્યા એટલુંજ નઇ એમને ઘણા content creators જોડે collab પણ કર્યા. અને વધુમાં હવે એ celebrity ના interview લઈને પણ વિડિયો પોસ્ટ કરે છે.
4. Sahdev Dirdo

“બચપન કા પ્યાર” વાળુ ગીત તો દરેકે સંભાળ્યું જ હસે. આ ગીત ગાવા વાળા બાળકનું નામ છે Sahdev Dirdo. સહદેવ ના 15 સેકંડ ના બચપન કા પ્યાર વાળા વિડિયો એ એને એક સાધારણ બાળક માંથી એક celebrity બનાવી દીધો છે. તમને બતાવી દઉં કે ફેમસ સિંગર બાદશાહ એ પણ આ બાળક જોડે આ ગીત નો rap Version વાળો મ્યુજિક વિડિયો રેકોર્ડ કર્યો છે. સહદેવ Chhattisgarh ના karampal ના સાહેવાસી છે. વર્ષ 2019 માં સહાદેવે પોતાના Class room માં આ ગીત ગાવ્યું હતુ અને આ ગીત ને એટલી Fame મળી કે આ ગીત Viral થઈ ગયું, અને પછી બાદશાહ એ પણ સહદેવને ટેકો કર્યો હતો અને પછી એને Indian Idol ના stage પર પણ આમંત્રિત કરવામાં આવ્યો હતો. અને Chhattisgarh ના CM એ પણ સહદેવ ને મળવા બોલાવ્યો હતો.
5. Bhuban Bandyakar

West Bengal ના રસ્તા પર મગફળી વેચનારા ભુબન નું ગીત “ કાચા બદામ ” ખૂબજ Viral થઈ ગયો હતો. ભુબન નું કહેવું છે કે એમને આ ગીત ને 10 વર્ષ પહેલા બનાવ્યું હતું. ભુબન એક કાચા મકાન માં રહે છે, પરંતુ એમના આ ગીત ના Viral થયા પછી એમની જિંદગી બદલાઈ ગઈ છે અને આજે એ એક celebrity બની ગયા છે અને હવે એ પાર્ટી માં ગાવે છે. આટલુજ નઇ West Bengal ની ચૂંટણી ના પ્રચાર માટે અલગ અલગ પાર્ટી ઑ પણ ભુબન ને બોલાવે છે.
ભુબન Viral થઈ ગયા હતા એ વાત ની ખબર એમને નતી પરંતુ પછી જ્યારે Media, youtuber, અને Influencer એમની જોડે આવા લાગ્યા ત્યારે એમને ખબર પડી કે એ ફેમસ થઈ ગયા છે.