જયારે એક વિવાહિત સ્ત્રી ગર્ભવતી થાય ત્યારે પરિવાર ના લોકો ખુશ થઇ ને ઉત્સવ મનાવે છે, પણ જયારે એક અવિવાહિત મહિલા ગર્ભવતી થાય ત્યારે તે સમાચાર પરિવાર માટે એક આઘાત સ્વરૂપે હોય છે. તે અવિવાહિત મહિલાનું નામ સમાજ માં બદનામ થાય છે, તેમજ તેના પરિવાર નું નામ પણ સમાજ માં બદનામ થાય છે. તેમજ તે મહિલા જોડે કોઈ લગ્ન કરવા માટે પણ જલ્દી તૈયાર નથી થતું. પરંતુ આ બધું એક સામાન્ય માણસ માટે લાગુ પડે છે. ફિલ્મ જગત માં આ બધું સામાન્ય છે.

તમને કદાચ ખબર ની હોય પણ ફિલ્મ જગત ની ઘણી અભિનેત્રીઓ છે કે જે તેના લગ્ન પહેલા જ ગર્ભવતી થઇ ગઈ હતી અને તેમ છતાં પણ તેમના લગ્ન થઇ ગયા હતા.
જાણવાની વાત એ છે કે આ અભિનેત્રી ઓ ના લગ્ન એમના જોડે નથી થયા જેમનાથી તેઓ ગર્ભવતી થઇ હતી પરંતુ તેમના લગ્ન બીજી વ્યક્તિ જોડે થયા હતા.
તો ચાલો આપણે જાણીએ કે એવી કઈ અભિનેત્રી ઓ હતી કે જે લગ્ન પહેલા તેમના બોયફ્રેન્ડ થી ગર્ભવતી થઇ હતી અને તેમ છતાં તેમના લગ્ન બીજી વ્યક્તિ જોડે થયા અને તેઓ આજે પણ તેમનું જીવન ખુસી ખુસી વિતાવે છે.

ક્મલ હસન ના પ્રેમ માં પડતા પહલા અભિનેત્રી સારિકા, પહેલા કોઈ બીજી વ્યક્તિ ના પ્રેમ માં હતી, અને સારિકા તેના બોયફ્રેન્ડ થી ગર્ભવતી પણ થઇ હતી, પરંતુ પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી તેને ગર્ભપાત કરાવવું પડ્યું. અને આબધુ જાણવા છતાં પણ કમલ હસને તેને સ્વીકારી અને તેની સાથે લગ્ન પણ કર્યા. તેના પછી તેને બે દીકરી થઇ. લગ્ન પહેલા જે વ્યક્તિ થી સારિકા ગર્ભવતી થઇ હતી તે વ્યક્તિ નો ખુલાસો સારિકાએ કોઈ દિવસ નથી કર્યો એટલે એવી ખબરો પણ ફેલાયેલી છે કે લગ્ન પહેલા જે વ્યક્તિ થી તે ગર્ભવતી થઇ હતી તે કમલ હસન જ છે અને એટલે તે બંને લોકો એ જલ્દી થી લગ્ન પણ કરી લીધા.

બોલીવૂડ તેમજ સાઉથ ની ફિલ્મો માં પોતાની એક અલગ ઓળખાણ બનાવનાર અભિનેત્રી કોંકણા સેન શર્મા રણવીર શોંરી સાથે લગ્ન પહેલા કોઈ બીજી વ્યક્તિ ને ડેટ કરતી હતી. આ દરમીયાન તે તેના બોયફ્રેન્ડ થી ગર્ભવતી થઇ હતી. તેના પછી તેને રણવીર ને ડેટ કરવાનું શરુ કર્યું અને તેનાથી ગર્ભવતી થઇ. પરંતુ તેના પછી તે બને જણે લગ્ન કરી લીધા હતા. હાલ માં બંને ના છુટા છેડા થઇ ગયા છે, અને કોંકણા એકલીજ પોતાના દીકરાનો ઉછેર કરી રહી છે.

સેલીના જેટલી મિસ ઇન્ડિયા રહી ચુકેલી છે. સેલીના જેટલી ના લગ્ન પહેલા તે પોતાના બોયફ્રેન્ડ થી ગર્ભવતી થઇ હતી. આ પછી તેને ગર્ભપાત કરાવી લીધું હતું. પછી તેણે પીટર હેગન ને ડેટ કરવાનું ચાલુ કર્યું અને તે પછે તેણે પીટર હેગન જોડે લગ્ન પણ કર્યા. ખબરો અનુસાર સેલીના નાગર્ભવતી થયા હોવાની વાત પીટર હેગન ને ખબર હતી તેમ છતાં તેને સેલીના જેટલી જોડે લગ્ન કર્યા અને તમને જણાવી દઈએ કે સેલીના અને પીટર ના બે જુડવા બાળકો છે, અને સેલીના હવે પીટર જોડે વિદેસ માં વસી ગઈ છે.

અમ્રિતા અરોરા એ મલાઈકા અરોરા ની નાની બહેન છે. તેને વર્ષ 2009 માં ઉદ્યોગપતિ શકીલ લડાક જોડે લગ્ન કર્યા હતા. ખબરો અનુસાર અમ્રિતા તેના લગ્ન ના પહેલાજ ગર્ભવતી થઇ ગઈ હતી અને તેને લગ્ન થયા ના તરતજ પોતાની ગર્ભવતી હોવાની વાત જાહેર કરી દીધી હતી. પરંતુ એક વાત તમને જણાવી દઈએ કે અમ્રિતા અરોરા લગ્ન પહેલા જે વ્યક્તિ થી ગર્ભવતી થઇ હતી તે બીજું કોઈ ની પણ તેનો થનારો પતિ શકીલ લડાક જ હતો.
