તમે તમારી જિંદગી માં એક વખત તો રેલગાડીમાં મુસાફરી કરીજ હશે અને કદાચ તમે રેલગાડીના ટ્રેક પર ઘણાબધા નાના-નાના પત્થરો પણ જોયા હસે પણ શું તમે ક્યારેય વિચાર્યું હસે કે એ પત્થરો રેલગાડીના ટ્રેક પર કેમ છે? તેની ત્યાં શું જરૂર છે?, તો તમને બતાવી દઈએ કે એ પત્થરો ની ત્યાં ઘણી જરૂર છે.
તમે જે રેલગાડી નો ટ્રેક દેખો છો એ દેખાવ માતો સિમ્પલ હોય છે પરંતુ એ ટ્રેક જેટલો સિમ્પલ દેખાય છે એટલો સિમ્પલ હોતો નથી એ ટ્રેક ખુબજ જટિલ હોય છે. તમે રેલગાડીના ટ્રેક ને આ ફોટો માં જોઈ શકો છો કે હકીકત માં રેલગાડીનો ટ્રેક કેવો હોય છે.
જ્યારે તેમે રેલગાડીના ટ્રેક ને જુઓ છો તો તમને બે પટરી ની વચ્ચે સિમેન્ટ ના બ્લોક દેખાસે જેને સ્લીપર્સ કહેવામાં આવે છે. સ્લીપર્સ ની નીચે નાના-નાના પત્થરોની લેયર હોય છે, અને એની નીચે પણ બીજી બે જાત ની લેયર હોય છે અને એની પછી જમીન હોય છે. આ બધુ તમે ફોટો માં જોઈ શકો છો.
આપણામાંથી ઘણા લોકો ને એવું લાગે છે કે રેલગાડીની પટરી સીધે સીધી જમીન પર પાથરી દેવામાં આવે છે પરંતુ એવું નથી જો તમે ધ્યાન થી રેલગાડીની પટરી ને જૉસો તો તમને ખબર પડસે કે રેલગાડીનો ટ્રેક એ જમીન કરતાં થોડો ઊંચો હોય છે. એની નીચે અલગ અલગ લેયર પાથરેલી હોય છે.
રેલગાડીની બે અલગ અલગ પટરીને એક લાઇન માં રાખવાનું કામ એ સ્લીપર્સ કરે છે અને એ સ્લીપર્સ ને એક જગ્યાએ પકડી રાખવાનું કામ એ આજ નાના-નાના પત્થરો કરે છે. એનો મતલબ કે એ પત્થરો સ્લીપર્સ ને પકડી રાખે છે અને એ સ્લીપર્સ એ અલગ અલગ પટરીને પકડી રાખે છે મતલબ કે આ નાના-નાના પત્થરો નું મહત્વ અહી ઘણું બધુ વધી જાય છે.
તમને બતાવી દઈએ કે અહી પટરી પર જે પત્થરો વાપરવામાં આવે છે એ ખાસ પ્રકારના અણીદાર પત્થરો હોય છે જેથી કરીને એ પત્થરો એકબીજાની અંદર ફસાઈને મજબૂત પક્કડ બનાવી શકે, પરંતુ જો આ અણીદાર પત્થરો ની જગ્યાએ સદા ગોળ પત્થરો વાપરવામાં આવે તો જ્યારે પટરી પરથી રેલગાડી પસાર થસે ત્યારે ખુબજ કંપન પેદા થસે અને એ કંપન ના લીધે એ પત્થરો ગોળ ગોળ ફરવા લાગસે અને એ પત્થરો વિખેરાઈ જસે અને એ સ્લીપર્સ ને પકડીરાખી ની શકે અને એના કારણે પટરી ખરાબ થઈ જસે અને રેલગાડી નો અકસ્માત પણ થઈ શકે છે. તો આ મુસીબતોથી બચવા માટે રેલગાડી ના ટ્રેક પર ખાસ પ્રકારના અણીદાર પત્થરો જ વપરાય છે.
જો રેલગાડીના ટ્રેક ની ઉપર આ પત્થરો નઈ હોય તો ટ્રેક ની ઉપર નાના છોડ કે ઘાસ ઉગવાની સમસ્યા થઈ શકે છે. તો આ રીતે આ પત્થરો રેલગાડી ના ટ્રેક પર ઘાસ ઊગતા રોકે છે અને આ પત્થરો ના લીધે પાણી ના ખાબોચિયા પણ નથી ભરાતા અને એવીરીતે આ પત્થરો પાણી થી પણ બચાવ કરે છે.
હવે તમારા મનમાં કદાચ એવો વિચાર પણ આવતો હસે કે મેટ્રો ટ્રેન ના ટ્રેક માં આ પત્થરો કેમ નથી હોતા?
તો તમને જણાવી દઈએ કે મેટ્રો ટ્રેન ના ટ્રેક માં સ્લીપર્સ અને પટરી જ જોવા મળસે, કારણ કે મેટ્રો ટ્રેન ના ટ્રેક પુલ ઉપર કે પછી જમીનની અંદર હોય છે જ્યાં કોઈપણ પ્રકારનું ઘાસ ઉગી નથી શકતું, અને બીજી વાત એ છે કે સમાન્ય રેલગાડી ના ટ્રેક પર પેસેન્જર ટ્રેન તેમજ માલસામાન ની ગાડી પણ ચાલે છે જેનું વજન ખુબજ હોય છે જ્યારે મેટ્રો ટ્રેન નું વજન એની તુલનામાં ઘણું ઓછું હોય છે. અને મેટ્રો ટ્રેન ના ટ્રેક ની અંદર સ્લીપર્સ એ પુલ થી સંકળાયેલા હોય છે, અને મોટાભાગે મેટ્રો ટ્રેન એ ઓછી દૂરી માટે જ ઉપયોગ માં લેવાય છે એટલે એના ટ્રેક નું એક અલગજ સ્ટ્રક્ચર હોય છે.