જ્યારે કોઈ ટ્રેન તમારી આગળથી પસાર થાય તો તેના છેલ્લા ડબ્બાની પાછળ ‘X’ નું નિશાન બનેલુ જોયું હસે તો શું તમને ખબર છે કે એ નિશાન ત્યાં કેમ હોય છે?
રેલવે ના છેલ્લા ડબ્બાની પાછળ બનેલુ ‘X’ નું નિશાન એ દર્શાવે છે કે એ ડબ્બો ટ્રેન નો છેલ્લો ડબ્બો છે હવે એની પાછળ કોઈ ડબ્બો નથી. એનો મતલબ એમ છે કે જો એ છેલ્લા ડબ્બાની પાછળ ‘X’ નું નિશાન બનેલુ નથી તો એ ટ્રેન તો એક કે એનાથી વધારે ડબ્બા ક્યાંક છૂટી ગયા છે.
જ્યારે ટ્રેન કોઈ સ્ટેશન પરથી પસાર થાય છે ત્યારે સ્ટેશન પર દરે ટ્રેન ની પાછળ ‘X’ આ નિશાન ચેક કરવામાં આવે છે, જો આ ‘X’ નિશાન નથી દેખાતું તો તરતજ એની માહિતી સ્ટેશન માસ્ટર ને અને કંટ્રોલ રૂમ ને મોકલી દેવામાં આવે છે અને એલર્ટ જાહેર કરી દેવામાં આવે છે જેથી કરીને કોઈ અકસ્માત ના થાય.
તમને જણાવી દઉં કે ટ્રેન ના છેલ્લા ડબ્બાની પાછળ ‘X’ ના નિશાન ની સાથે સાથે ‘LV’ પણ લખેલું હોય છે એનો મતલબ થાય છે ‘LAST VEHICLE’.
તમારા મન માં એક પ્રશ્ન થતો હસે કે રાત ના અંધારામાં ‘X’ નું નિશાન કે ‘LV’ લખેલું કેવીરીતે ચેક કરવામાં આવતું હસે? તો એના માટે રેલવે ના છેલ્લા ડબ્બાની પાછળ ‘X’ ના નિશાન અને ‘LV’ ના બોર્ડ ની સાથે સાથે એક લાલ કલર ની લાઇટ પણ લાગેલી હોય છે જે અમુક સમયે બંદ ચાલુ થયા કરે છે જેને દેખીને એ ખબર પડી શકે છે કે એ ડબ્બો ટ્રેન નો છેલો ડબ્બો છે.