શું તમને ખબર છે કેમ અંગ્રેજો ભારતને ચુકવવાના છે મોટી રકમ? | હવે અંગ્રેજો પરત કરશે ભારત માંથી લુંટેલી રકમ ભારતને.  

છેલ્લા કેટલાક દિવસોમાં એક અલગ જ વાત ચાલી રહી છે, જેમાં ઘણા દેશો એવી માંગ કરે છે કે જે કોઈ દેશે બીજા દેશ પર શાસન કર્યું હતું કે પછી કોઈ પણ દેશ ના લીધે કોઈ બીજા દેશ ને કોઈ નુક્શાન થયું હોય તો તે નુક્શાન ની ભરપાઈ એ નુક્શાન પહોંચાડનાર દેશ કરશે.

જેવી રીતે જાપાને, દક્ષિણ કોરિયામાં થયેલા નુકશાન ની ભરપાઈ બહુ મોટી રકમ આપીને કરી હતી. પરંતુ આ સ્ટોરી જાપાન ની નથી પરંતુ britain ની છે. આ સમયે britain પર સૌથી વધારે દબાવ બનવામાં આવી રહ્યો છે, britain એ જે જે દેશ પર શાસન કર્યું હતું અને જે જે દેશ ની અર્થવ્યવસ્થા નો નાશ કર્યો હતો એની ભરપાઈ britain ને કરવી જોઈએ.

britain ભારત દેશ ને આ રકમ આપશે કે ની એની તો ખબર નથી પરંતુ શું તમને ખબર છે કે britain જો ભારતને કોઈ રકમ આપે તો તે કેટલી રકમ હોવી જોઈએ? અને કેમ ?

અંગ્રેજો એ ભારત પર રાજ કર્યું

અંગ્રેજો એ ભારત પર લગભગ 200 વર્ષ શાસન કર્યું અને આ શાસન દરમિયાન અંગ્રેજો એ ભારત ની પૂરી અર્થ વ્યવસ્થા બર્બાદ કરી દીધી હતી, જેની ભરપાઈ આજે પણ ભારતીયો કરી રહ્યા છે. 18 મી સદીમાં ભારત વૈશ્વિક gdp માં 23% યોગદાન આપીરહ્યું હતું, પરંતુ અંગ્રેજો ના આવ્યા પછી અને એમના શાસન પછી આ યોગદાન 23% થી ઘટીને 4% પર આવી ગયું.

industrial revolution in england

જે સમયે પૂરી દુનિયામાં ઔધ્યોગિક ક્રાંતિ થઈ રહી હતી ત્યારે ભારત અંગ્રેજોનો ગુલામ હતો. એ સમયે ભારત માં હેન્ડલૂમ નું સૌથી સુંદર કામ થતું હતું. પરંતુ અંગ્રેજો એ આ કામ ને બરબાદ કરી દીધું. અને બધુ કામ ભારત થી england લઈ ગયા અને ત્યાં આજ કામ કરીને વિશ્વના બીજા દેશો માં મોંઘી કિમત માં વેચવા લાગ્યા. જેનાથી જે લાભ ભારત ને થવો જોઈએ તે લાબ અંગ્રેજો ને મળ્યો.

અંગ્રેજો ભારત માંથી લૂંટીને લઈ ગયેલો ખજાનો

જો આર્થિક રીતે વાત કરી તો અંગ્રેજો એ ભારત માંથી 45 trillion dollar ની સંપત્તિ લૂટીને લઈ ગયા છે જે રકમ ભારતીય રૂપિયા માં કન્વર્ટ કરી તો લગભગ 3,44,32,87,50,00,00,000/- જેટલા થાય છે. અને આ ડેટા 1765 થી 1938 ના સમયગાળાની ઘટના ઑ ના આધારે લીધેલો છે. 45 trillion dollar એટલી મોટી રકમ છે કે પૂરા united kingdom ની gdp ની 11 ઘણી છે.

અંગ્રેજો એ ભારત માં ટેક્સ લગાવ્યો

તમને એવું લાગતું હસે કે આટલી મોટી રકમ અંગ્રેજો એ ભારત માંથી લૂટી કઈ રીતે? અંગ્રેજો ભારત જોડેથી અનેક પ્રકાર ના સમાન અને સામગ્રી લેતા હતા, જેમાં કપડાં અને ચોખા મુખ્ય હતા. ભારતીય વ્યાપરીઓને એ સામગ્રી ની કિમત પણ એવીજ રીતે મળતી હતી, જે રીતે અંગ્રેજ બીજા દેશો માં વ્યાપાર કરતાં હતા. પરંતુ 1765 પછી east india company ના વિકાસ ની સાથે પૂરા ભારતીય બાજાર પર તેમનું નિયંત્રણ આવી ગયું. ત્યાર બાદ east india company એ ભારતીય બજારમાં અનેક પ્રકાર ના tax લગાવ્યા. આ tax વ્યાપારી તેમજ આમ જનતા માટે પણ હતો. આવી રીતે અંગ્રેજો ની આવક વધતી ગઈ અને એમની આવક નો ત્રીજો ભાગ એ ભારતીયો જોડે સામગ્રી લેવામાં ખર્ચ કરતાં. જેનો મતલબ થાય છે કે જે tax વ્યાપારી ભરતા હતા એજ tax ની આવક નો એક ભાગ એમની જ જોડેથી સામાન લેવામાં વાપરતા હતા. એટલેકે ભારતીય સમાન અને સામગ્રી અંગ્રેજો મફત માં વાપરતા હતા. આ એક scam જેવુ હતું અને ભારતીય વ્યાપારી એ સમયે આના વિષે સોચી સકે એમ પણ નતા. આમ અંગ્રેજો ભારતીય બજાર માંથી મફત માં સામાન ingland લઈ જતાં હતા અને વધેલો સમાન બાકીના દેશો માં export કારીદેવાતો હતો. સામાન export કરવાના લીધે england ની અર્થવ્યવસ્થા વધારે મજબૂત બનતી ગઈ. અને એ સમયે britain માં ઔધ્યોગિક ક્રાંતિ થવા લાગી હતી જેમાં ભારત માંથી લાવેલી સમગ્રીઓ પણ એક મુખ્ય ભાગ હતો. જો britain એ તે સમયે અન્ય દેશો ને લૂટય ના હોત તો તેનો આટલો વિકાસ સંભવ ન હતો.

indian treasure stolen by british

ભારત જોડેથી મફત ના ભાવે ખરીદેલી સામગ્રી ને ઊંચી કિમતે વેચીને અંગ્રેજો એ ખુબજ નફો કમાયો. જ્યારે 1847 માં ભારત માં પૂરી રીતે british શાસન લાગુ પડ્યું ત્યારે અંગ્રેજો એ ભારત માં ફરી નવા ટેક્સ લાગુ પડ્યા.

બંગાળ માં પડેલો દુકાળ

તમને ખબર છે બીજા વિશ્વ યુદ્ધ સમયે અંગ્રેજો એ બંગાળ માં દુકાળ ને વધવા દીધો. જેમાં 1943 લગભગ 30 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. આમતો દુકાળ કુદરતી છે પરંતુ આ દુકાળ ની પાછળ અંગ્રેજો હતા, એ સમયે પૂરી દુનિયાં બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું અને અંગ્રેજો જાપાન ની સામે લડવા ભારત નો ઉપયોગ કરી રહી હતી. એ વર્ષે ઉત્પન્ન થયેલા અનાજ ને અંગ્રેજો એ યુદ્ધ માં લડતા સૈનિકો માટે મુકિ રાખ્યાં હતા અને આમ જનતા દુકાળ ભોગવી રહી હતી. આમ જનતા પાસે ખાવા માટે અનાજ નતું. અને જે અનાજ ખેતરોમાં ઊગેલું હતું તે યુદ્ધ માં પડતાં બોમ્બ થી સમાપ્ત થઈ ગયું હતું. એટલા માટે britain ની જવાબદારી છે કે તેમને ભારત માં કરેલ નરસંહાર અને આર્થિક નુકસાન માટે reparation amount ભારતને ચૂકવે.

અંગ્રેજો એ ભારત ને પહોંચાડેલું નુકશાન

આમતો જો વાત કરીએ તો કહેવા માટે ઘણા બનાવો છે જેમાં અંગ્રેજો એ ભારત ને નુકશાન પહોંચાડ્યું છે જેમકે વિશ્વયુદ્ધ માં ઉપયોગ માં લેવાયેલા ભારતીય સૈનિકો, દેશ ભક્તો તેમજ ક્રાંતિ કારીઓ ની કુરબાની, જલિયાવાલા બાગ માં થયેલો નારસંહાર, ભારત માંથી લૂંટીને લીધેલો કોહિનૂર, પરંતુ આ એક આર્ટીકલ માં આ બધુ બતાવી શકાય તેમ નથી.

જો britain તેના દ્વારા કરાયેલા આ નુકશાન ની ભરપાઈ કરે છે તો ભારત ને તેનાથી બહુજ લાભ થસે જેની અસર ભારતની અર્થવ્યવસ્થા પર પણ જોવા મળશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *