મહાભારત દુનિયાનું સૌથી મોટું મહા કાવ્ય ગ્રંથ છે, જેને ભારતનો સૌથી ઐતિહાસિક ગ્રંથ માનવામાં આવે છે. હિન્દુ ધર્મ ના આ પ્રમુખ ગ્રંથ ને પંચમ વેદ કહેવાય છે. મહર્ષિ વેદ વ્યાસ એ સમસ્ત વિવરણો સાથે મહાભારત ગ્રંથ ની રચના કરી હતી. હિન્દુ ધર્મ માં એવું કહેવાય છે કે મહાભારત માં વર્ણન કરેલી ઘટનાઓ સત્ય ઘટનાઑ છે. પરંતુ દુનિયામાં કેટલાક એવા પણ લોકો છે જે આ ઘટના ને કાલ્પનિક માને છે. પરંતુ પુરાતત્વીક અને વૈજ્ઞાનિક પુરાવા સાથે સાબિત કરીશું કે મહાભારત કાલ્પનિક નઈ પરંતુ હકીકત છે.

કુરુક્ષેત્ર ની લાલ માટી

આપણે સૌ જાણીએ છીએ કે મહાભારત નું યુદ્ધ કુરુક્ષેત્ર માં થયું હતું જે આજે પણ હરિયાણા રાજ્ય માં છે. કહેવાય છે કે સૌથી મોટા થયેલા મહાસંગ્રામ માં સેંકડો લોકોના જીવ ગયા હતા અને એમના લોહી થી એ ધરતી લાલ થઈ ગઈ હતી અને આજે પણ કુરુક્ષેત્ર ની ધરતી લાલ છે. એ જગ્યા એ મહાભારત ના સમય ના ભાલા અને તલવારો જમીનમાં દટાયેલી મળી છે જે ની ચકાસણી કર્યા પછી તેને 2800 ઈસ્વીસન પૂર્વે ની જણાવાઇ છે. સોધ કર્યા પછી પુરાતત્વ વિભાગ પણ માને છે કે મહાભારત માં થયેલી ઘટનાઓ વાસ્તવિક ઘટનાઑ હતી.
અર્જુન નો ચક્રવ્યૂ

તમે મહાભારત માં અર્જુન ના ચક્રવ્યૂ વિષે તો સાંભળ્યું હશે પરંતુ શું તમે જાણો છો આ ચક્રવ્યૂ ના જીવતા પુરાવા આજે પણ હયાત છે. હિમાચલ પ્રદેશ ના હમીરપુર જિલ્લા માં વસેલું રાજનોણ ગામ એક ઐતિહાસિક સ્થળ ની રીતે પ્રખ્યાત છે. અહિયાં પાંડવો અજ્ઞાત નિવાસ ના સમયે રોકાયા હતા. અહિયાજ અર્જુને ચક્રવ્યૂ નું જ્ઞાન મેળવીને પત્થર પર કોતર્યું હતું. જે આજેપણ ત્યાં હયાત છે. આ ચક્રવ્યૂ ને ધ્યાન થી જોઈએ એ તો એમાં અંદર જવાનો રસ્તો તો મળી જશે પરંતુ બહાર નીકળવાના રસ્તા ની કોઈજ ખબર નઈ પડે. આ જગ્યાને પીપલું કિલ્લા ના નામથી પણ ઓળખાય છે.
ભ્રમહાસત્ર

જો તમે મહાભારત જોયું છે કે પછી વાંચ્યું છે તો એમાં એક ભયાનક હથિયાર વિષે નો ઉલ્લેખ કરેલો છે જેનું નામ છે ભ્રમહાસત્ર. ભ્રમહાસત્ર ધર્મ અને અધર્મ ની વચ્ચે સંતુલન બનાવી રાખવા માટે બ્રહ્માજી દ્વારા બનાવેલું હથિયાર છે જે આજના પરમાણુ હથિયાર ની સમાન હતું જેને ફક્ત બીજું ભ્રમહાસત્ર જ રોકી શકતું હતું. જે ભ્રમહાસત્ર છોડે છે એજ એને ફરીથી પાછું ખેંચવાની ક્ષમતા ધરાવતું હતું. રામાયણ માં પણ જ્યારે લક્ષ્મણે મેઘનાથ પર ભ્રમહાસત્ર ચલાવવાનું કહ્યું તો ભગવાન શ્રી રામ એ એમને રોક્યા અને કહ્યું કે આ ઉચીત સમય નથી ભ્રમહાસત્ર ચલાવવાનો કારણકે આવું કરવાથી લંકા ની સમગ્ર પ્રજા ના પ્રાણ ના બચત. અને આ કારણો સાર જ આ હથિયાર નું જ્ઞાન એ સમય ના ગણતરીના યોદ્ધા જોડેજ હતું. રામાયણ માં આ હથિયાર લક્ષ્મણ ની જોડે હતું, અને મહાભારત માં ભ્રમહાસત્ર દ્રોણાચાર્ય, અસ્વથામાં, કૃષ્ણ, યુધિષ્ઠિર, કર્ણ, અને અર્જુન ની જોડે હતું. ભ્રમહાસત્ર પૂરી દુનિયાનો વિનાશ કરવાની શકતી ધરાવે છે. એવું કહેવાય છે કે ભ્રમહાસત્ર અચૂક હતું તે એક વાર તેનું લક્ષ નક્કી કરે પછી તેનો વિનાશ નક્કી જ થાય.

ભ્રમહાસત્ર ની પ્રામાણિકતા ત્યારે સામે આવી જ્યારે અમેરિકા એ J. Robert Oppenheimer ને પરમાણુ બોમ બનાવવા કહ્યું. એ સમયે Robert મહાભારત સમય ના ભ્રમહાસત્ર ની સંઘારક ક્ષમતા પર સોધ કરી. 1939 થી 1945 ની વચ્ચે અમેરિકાના વૈજ્ઞાનિકોની ટીમ એ એની પર કામ કરવાનું શરૂ કર્યું. અને 16 જુલાઈ 1945 માં આનું પહેલું પરીક્ષણ કરવામાં આવ્યું. અને ધમાકાનું પરિણામ એવુજ હતું જેવુ પૌરાણિક ગ્રંથો માં ભ્રમહાસત્ર વિષે બતાવ્યું હતું. આ પરીક્ષણ પછી વૈજ્ઞાનિકો એ પણ માન્યું કે આ પ્રકારનું અસ્ત્ર નો ઉપયોગ મહાભારત માં થયો હતો. પરમાણુ બોમ ના સફળ પરીક્ષણ પછી Robert ગીતા નો શ્લોક બોલતા બોલતા રડી પડ્યા હતા જેમને આજના પરમાણુ બોમ ની સોધ કરી. વૈજ્ઞાનિક પોતે પણ માને છે કે મહાભારત યુદ્ધ થયું છે પરંતુ કેટલાક ધર્મ વિરોધી લોકો આ વાત ને ફક્ત એક કાલ્પનિક વાત માને છે.
દ્વારકા નગરી

ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા હતા અને મહાભારત માં આ વાત નો ઉલ્લેખ પણ કરેલો છે. આ દ્વારકા નગરી આખી પાણી માં સમાઈ ગઈ હતી જાણે એને જળ સમાધિ લીધી હોય. પુરાતત્વ વિભાગ ને ગુજરાત ની જોડે સમુદ્ર માં એક ડૂબાએલા નગર ના અવશેષો મળ્યા છે અને એનો વિગત વાર અભ્યાસ કરવાથી ખબર પડી કે આ એજ દ્વારિકા નગરી છે જે પાણી માં ડૂબી ગઈ હતી.
કેદારનાથ અને પશુપતિ નાથ મંદિર

પૌરાણિક કથાની અનુસાર મહાભારત માં જ્યારે પાંડવો દ્વારા તેમના સગા સંબંધી ને મારી નાખવામાં આવ્યા ત્યારે ભગવાન શિવ એમની પર ક્રોધિત થઈ ગયા હતા. એવામાં શ્રી કૃષ્ણ ના કહેવાથી બધા પાંડવો ભગવાન શિવ જોડે ક્ષમા માંગવા નિકલીપડ્યા. પરંતુ ભગવાન શિવ એમના સ્થાન થી વિલુપ્ત થઈ ને અન્ય સ્થાન પર જતારહે છે અને એજ સ્થાન ને આજે કેદારનાથ કહેવાય છે. ભગવાન શિવ ની પાછળ પાછળ પાંડવો કેદારનાથ પણ પહોંચી જાય છે, પરંતુ ભગવાન શિવ પાંડવો ના આવતા પહેલા ભેંસ નું રૂપ લઈને ભેંશ ના ઝુંડ માં સંતાઈ જાય છે. પાંડવો ભગવાન શિવ ને ઓળખી જાય છે પરંતુ ભગવાન ભેંસ ના રૂપ માજ ધરતીમાં સમાવવા લાગ્યા. ભીમ એ તેમની તાકાત ના જોર પર ભેંસ રૂપી મહાદેવ ને ધરતીમાં સમાતા રોકી લીધા અને ત્યારે ભગવાન શીવ ને તેમના અસલી રૂપ માં આવવું પડે છે. અને મહાદેવે પાંડવોને ક્ષમા દાન આપી પણ દીધું. જ્યારે ભગવાન ધરતીમાં સમાતા હતા ત્યારે તેમનું મુખ બહાર હતું પરંતુ તેમનો દેહ કેદારનાથ પહોંચી ગયો હતો. ત્યાર બાદ જ્યાં તેમનો દેહ પહોંચ્યો એનું નામ કેદારનાથ અને જ્યાં એમનું મુખ પહોંચ્યું એનું નામ પશુપતિનાથ તરીકે ઓળખાય છે. અને આજે બંને જગ્યાએ ભગવાન નું મંદિર છે અને ભક્તો ની ભીડ પણ જામે છે. અને આ મંદિરો છે તો મહાભારત પણ થયું હતું.
લાક્ષાગૃહ

મહાભારત માં લાક્ષાગૃહ નું વર્ણન કરેલું છે. કૌરવોએ પાંડવો માટે લાક્ષાગૃહ બનાવ્યું હતું જેમાં પાંડવોને જીવતા સાળગાવવાનુ કાવતરું રચ્યું હતું. પરંતુ સુરંગ ની મદદથી પાંડવો લાક્ષાગૃહ માંથી બહાર નીકળી ગયા હતા અને પોતાનો જીવ બચાવવામાં સફળ થયા હતા. કહેવાય છે કે આજે પણ આ સુરંગ બરનાવા સ્થાન પર જોવા મળે છે.
મહારથી કર્ણ નું અંગ રાજ્ય

કુંતી ના પ્રથમ પુત્ર દાનવીર કર્ણ અંગ દેશ ના રાજા હતા, જે રાજ્ય એમને દુર્યોધન દ્વારા ઉપહાર સ્વરૂપ ભેટ આપવામાં આવી હતી. એ સમય નું અંગ રાજ્ય આજ ના સમય માં ઉત્તરપ્રદેશ માં ગોંડા જિલ્લા ના નામે ઓળખાય છે. સાથે એવુંપણ કહેવાય છે કે જરાસંધ એ પણ તેના રાજ્ય નો અમુક ભાગ કર્ણ ને આપ્યો હતો જે આજે બિહાર ના મૂંગેર અને ભાગલપુર જિલ્લા ના નામે ઓળખાય છે.
ભગવદ ગીતા

હિન્દુ ધર્મ માં પ્રમુખ ગ્રંથ તરીકે ભગવદ ગીતા છે. જો તમે ગીતા વાંચી છે તો તમને ખબર પડશે કે ગીતા ના વચન કોઈ સામાન્ય વ્યક્તિ ના લખી શકે. આ વાત બધા જાણે છે કે ગીતા ના વચનો ને શ્રી કૃષ્ણા એ મહાભારત માં અર્જુનને સંભળાવ્યા હતા. અને જો અર્જુન હતા તો પાંડવો પણ હતા અને પાંડવો હતા તો મહાભારત પણ થયું જ હતું.
આ દરેક પુરાવાની કડીઓ એકબીજાથી સંકળાયેલી છે. અને આ દરેક પુરાવા એની માટે છે જે મહાભારત ને એક કાલ્પનિક કથા માને છે. એક વાર હિન્દુ ધર્મ નો મહાન ગ્રંથ શ્રીમદ ભગવદ ગીતા જરૂર વાંચ જો અને સમજ જો એનાથી તમારું જ્ઞાન વધશે અને જીવનના દરેક સમસ્યા નું નિવારણ મળશે.