James Webb Space Telescope દુનિયાનું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ જે Past જોઈ શકે છે.

વિચારો કે તમને કોઈ એવી દુનિયાંમાં મોલવામાં આવે જે આપણી પૃથ્વી થી 3000 Light Year દૂર હોય તો તમને ખબર પડી જસે કે 3000 વર્ષ પહેલા આપણી પૃથ્વી કેવી હતી, આપણા પૂર્વજો કોણ હતા, ધર્મ ક્યારે બન્યો અને દેશ ક્યારે બન્યા આ તમામ પ્રશ્નો નો જવાબ આપણે મળી જસે, પરંતુ શું તમે આ વાત પર ભરોશો કરશો? કદાચ તમે વિચારતા હસો કે આ તો Time Travel ની વાત થઈ રહી છે.

james webb space telescope

તમને બતાવી દઉં કે આ થઈ શકે છે. જો તમે પૃથ્વી થી 3000 Light Year દૂર જાઓ અને એક powerful Telescope થી જોશો તો તમને 3000 વર્ષ પહેલાંની પૃથ્વી દેખવા મળશે. આ ટેલિસ્કોપ માં એટલી ક્ષમતા છે કે એ આપણી પૃથ્વી થઈ હજ્જારો કિલોમીટર દૂર આવેલા ગ્રહો નો ભૂતકાળ જોઈશકે છે. આ ટેલિસ્કોપ ને બનાવવામાં NASA ને પૂરા 30 વર્ષ લાગ્યા છે. અને આને બનાવવાનો ખર્ચ 10 billion us Dollar છે. જો આને ભારતીય રૂપિયામાં ગણીએ તો આ રકમ 75000 કરોડ થાય છે. આ ટેલેસકોપ ને બનાવવામાં પૈસા સાથે હજારો વૈજ્ઞાનીક ની મહેનત પણ લાગેલી છે. આ ટેલિસ્કોપ નું નામ JAMES WEBB SPACE TELESCOPE છે. આ દુનિયાનું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ છે. આ ટેલિસ્કોપ સ્પેસ માં જઈને હજારો તેમજ લખો વર્ષ જૂની માહિતી મેળવી શકસે અને આપણે પણ જોઈ શકીશું. આની આજ ખાસિયત ના લીધે ઘણા વૈજ્ઞાનિક આને time machine પણ કહે છે. હવે તમે પણ વિચારતા હસો કે કઈ રીતે આ ટેલિસ્કોપ ભૂતકાળ માં જોઈ શકે છે અને કેમ ઘણા વૈજ્ઞાનિક આને Time Machine કહે છે. અને કઈરીતે આ ટેલિસ્કોપ આપણને હજારો વર્ષો જૂની માહિતી આપી શકે છે?

James webb space Telescope

આ ટેલિસ્કોપ કામ કઈ રીતે કરે છે એ સમજતા પહેલા આપણે એ સમજવું પડસે કે આપણી એટલેકે મનુષ્યની આંખ કઈરીતે વસ્તુઓને જુવે છે. જ્યારે આપણે અંધારામાં હોઈએ ત્યારે આપણી આંખ કાઈજ નથી જોતી આપણ ને ત્યાં રાખેલી કોઈજ વસ્તુ નથી દેખાતી, પરંતુ જેવીજ ત્યાં લાઇટ ચાલુ કરવામાં આવે તેવી તરતજ આપણને ત્યાં રાખેલી દરેક વસ્તુ દેખાવા લાગે છે. આનો મતલબ થાય છે કે લાઇટ ના લીધેજ આપણે બધુ જોઈ શકીએ છીએ, આની પાછળ નું કારણ એ છે કે લાઇટ દરેક વસ્તુ ઉપર રિફલેક્ટ થઈને આપણી આંખ માં પડે છે અને આપણને દરેક વસ્તુ દેખાય છે.

moon and Earth

લાઇટ જે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકંડ ની સ્પીડ થઈ પસાર થાય છે. આ લાઇટ ને એક નાનકડા રૂમ માં ફેલાતા સમય નથી લાગતો પરંતુ આજ લાઇટ ને આપણા સૌરમંડળ માં એક જગ્યાથી બીજી જગ્યા એ જવા માટે સમય તો લગેજ છે. તમને જણાવી દઉં કે ચંદ્ર થઈ પૃથ્વી ની વચ્ચેનું અંતર 384000 કિલોમીટર જેટલું છે. અને ચંદ્ર પોતાનો પ્રકાશ સૂરજ જોડેથી લે છે, અને જ્યારે સૂર્યની લાઇટ ચંદ્ર થી ટકરાઈને પૃથ્વી પર આવે છે તો તેને 1.25 સેકંડ નો સમય લાગે છે. તો આનો મતલબ આ થયો કે જે ચંદ્ર ને આપણે જોઈએ છીએ એ ચંદ્ર 1.25 સેકંડ જૂનો ચંદ્ર હોય છે.

Saturn and Earth Distance

ચંદ્ર તો પૃથ્વી થી ઘણો નજીક છે પરંતુ જે Saturn (શનિ ગ્રહ) છે એ પૃથ્વી થી 160 કરોડ કિલોમીટર દૂર છે, અને લાઇટ જે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકંડ થઈ પસાર થાય છે અને આજ લાઇટ ને Saturn થી પૃથ્વી પર આવતા આશરે 1 કલ્લાક અને 28 મિનિટ નો સમય લાગી જાય છે. એનો મતલબ જે Saturn આપણે જોઈએ છીએ એ એનો 1:28 કલ્લાક જૂનું સ્વરૂપ હોય છે. આની પરથી તેમે અંદાજો લગાવી શકોછો કે જો આ Saturn planet બે ભાગ માં તૂટી જાય તો પણ આપણ ને 1 કલ્લાક અને 28 મિનિટ પછી ખબર પડસે. એનો મતલબ થાય છે કે આપણે Saturn નો past જોઈએ છીએ.

સ્પેસ માં પસાર થતી લાઇટ ની દૂરી Light Year કે પછી Light Hour થી માપવામાં આવે છે. એટલેકે કોઈ લાઇટ એક કલ્લાક માં જેટલું અંતર કાપે છે તેને Light Hour કહેવાય છે અને લાઇટ એક વર્ષ દરમિયાન જેટલું અંતર કાપે છે તેને Light Year કહેવાય છે. Saturn માટે આપણે કહી શકીએ કે Saturn પૃથ્વી થઈ 1.5 Light Hour દૂર છે.

evolution of space Telescope

આપણે સૌ જાણીએ છીએ કે ભ્રમાંડ ખુબજ મોટું છે, આપણી Milky Way 125000 Light Year જેટલી ફેલાયેલી છે. એનો મતલબ કે, જો કોઈને milky way માં એક છેડેથી બીજા છેડે જવું હોય તો તેને 125000 light year જેટલું અંતર કાપવું પડશે જે અત્યાર સુધી તો શક્ય નથી. અને આપણી ગેલેક્સિ માજ હજારો ગ્રહ એવા છે કે જેને આપણે જોઈ નથી શકતા. કારણકે તે આપણાથી લાખો Light year દૂર છે. અને એની માટેજ આપણે ગ્રહોને જોવા માટે ટેલિસ્કોપ નો ઉપયોગ કરીએ છીએ. ટેલેસકોપ ની બનાવટ એવી હોય છે કે થોડાક પ્રકાશ ને પણ એ multiply કરીને સ્પષ્ટ ચિત્ર બતાવે છે. 1990 માં Launch થયેલું Hubble Telescope આપણી solar system ની 10 લાખ Light year દૂરની વસ્તુઓ ને જોઈ શકે છે. Hubble ની આ સિસ્ટમ ને Deep Field પણ કહેવાય છે.

Picture by Hubble Telescope

[આ ફોટો એટલી જૂની છે કે ત્યારે આપણી પૃથ્વી પણ નતી, આ ફોટો માં capture થયેલી લાઇટ હકીકત માં 10 Million વર્ષ પહેલા નીકળી હતી. અને આપણી પૃથ્વી 4.5 Million વર્ષ જૂની છે.]

comparison of hubble and james webb space telescope

કેટલાક લોકો ના મનમાં પ્રશ્ન હસે કે જો આપણી પાસે Hubble Telescope હતું તો પછી James Webb space ની જરૂર કેમ પડી? Hubble માં 2.4 Metre નો Mirror લાગેલો હતો જ્યારે James webb space માં 6.5 Metre જેટલો Mirror લાગેલો છે. Hubble માનવ આંખ થી 100 ઘણું વધારે જોઈ શકે છે જ્યારે James Webb Space માનવી ની આંખ કરતાં 10 લાખ ગણું વધારે જોઈ શકે છે. આને બનાવનાર લોકો નું કહેવું છે કે જો આને ચંદ્ર પર મૂકીએ તો આ પૃથ્વી પરની નાનકડી વસ્તુઓ પણ જોઈ શકે છે. James Webb Space Telescope એ Infrared Light ને પણ જોઈ શકે છે. Science પ્રમાણે જે તારા આપણાથી વધારે દૂર જાય છે તેમની લાઇટ પૃથ્વી પર આવતા આવતા infrared light માં રૂપાંતરિત થઈ જાય છે જેની લીધે Hubble એને ઓળખી નથી શકતું. પરંતુ james webb space ની મદદથી આપણને આ દૂર જતી ગેલેક્સિ અને ગ્રહો વિષે માહિતી મળી જસે. આ Telescope નો મુખ્ય mirror એવીરીતે બનાવ્યો છે કે એ space shuttle માં જતી વખતે fold થઈ જસે અને space માં ગયા પછી એને ખોલી દેવામાં આવશે. 25 December 2021 ના દિવસે આ Telescope ને  space માં મોકલવામાં આવ્યું હતું. આને પૃથ્વી થઈ આશરે 15 લાખ કિલોમીટર દૂર ગોઠવવામાં આવસે જેને L2 Point કહેવાય છે. NASA ની જાણકારી પ્રમાણે 25 January 2022 ના દિવસે આ ટેલિસ્કોપ L2 Point પર પહોંચી ગયું છે અને પોતાનું કામ પણ શરૂ કરી દીધું છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *