ભારત દેશ ના હિંદુ મંદિરો વિદેશ ના ઘણા દેશો માં ફેલાયેલા છે. પછી ભલે ને એ ઇંગ્લેન્ડ હોય અમેરિકા હોય ઓસ્ટ્રેલીયા હોય કે પછી ભલે ને આફ્રિકા હોય. જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે, ત્યાં ત્યાં મંદિરો નું નિર્માણ કરવામાં આવે છે.
અત્યારે ઓસ્ટ્રેલીયા મા એક ભવ્ય જૈન મંદિર બનવા જઈ રહ્યું છે. ઓસ્ટ્રેલીયા ના મેલબોર્ન માં આ હિંદુ મંદિર બનશે જેના માટે ગુજરાત ના 600 જેટલા શિલ્પ કલાકારો ની જરૂર પડશે. આ શિલ્પ કલાકારો ભેગા મળીને આ મંદિર નું નિર્માણ કરશે.
દેશ ના જાણીતા શિલ્પ કલાકાર ” રાજેશ સોમપુરા ” ના નેતૃત્વ હેઠળ આ મંદિર નું નિર્માણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ મંદિર કોઈ સાધારણ મંદિર નઈ હોય પરંતુ એક હજાર વર્ષ થી પણ વધારે સમય સુધી પણ ટકી શકે એવી રીતે આ જૈન મંદિર ને બનાવવા માં આવશે. આ જૈન મંદિર ની કેટલીક ખાશીયતો પણ છે. તમને જણાવી દઈ એ કે ત્રણેક વર્ષો ના સમય ની અંદર આ જૈન મંદિર બની ને તૈયાર થઇ જશે અને તેની માટે અત્યાર થી જ તૈયારીઓ શરુ કરીદેવામાં આવી છે.
ભારત ની અંદર તૈયાર થઇ રહેલું રામ મંદિર પણ સોમપુરા સમાજ ના શીલ્પ કલાકારો દ્વારા તૈયાર થઇ રહ્યું છે. અને ઓસ્ટ્રેલીયા ની અંદર જે જૈન મંદિર બનશે તેની માટે પણ ભારત દેશ ના શિલ્પ કલાકારો ઓસ્ટ્રેલીયા જશે.
પૂજ્ય આચાર્ય ભગવંત જગવલ્લભ સૂરી મહારાજાના આધ્યાત્મિક માર્ગદર્શન હેઠળ વિક્ટોરિયાના મુરબ્બીનમાં બુધવારે 4 ઓગસ્ટની વહેલી સવારે મેલબોર્નમાં પ્રથમ જૈન મંદિર માટે શિલાન્યાસ સમારોહ અથવા શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો સહિત અનેક મહાનુભાવો અને સમુદાયના અગ્રણી સભ્યોની હાજરીમાં પ્રાર્થનાના જાપ વચ્ચે 21 સુંદર કોતરવામાં આવેલા આરસપહાણના શિલા (પથ્થરના પાટિયા) જમીનમાં નાખવામાં આવ્યા હોવાથી ખુશીના દ્રશ્યો સર્જાયા હતા.
તમને જણાવી દઈએ કે આ જૈન મંદિર ના બાંધકામ માં જે પથ્થરો વપરાશે તેનું વજન લાગભગ 1500 ટન છે, અને તે પથ્થરો ગુજરાત થી ઓસ્ટ્રેલિયા મોકલવા માં આવશે.