આજ ના સમય માં ઘરમાં કોઈપણ વ્યક્તિને શરદી કે ખાંસી થઈ જાય કે થોડાક પણ બીમાર થઈ જાય તો આપણે ડોક્ટર ને પૂછ્યા વગર જ એની Antibiotic દવા લઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે THE LANCET ની એક study પ્રમાણે આપણા દેશ ની અંદર Antibiotic નો દુરુપયોગ થઈ રહ્યો છે. અને ઘણા Antibiotic Formulation તો ગેરકાયદેસર છે.
Consumption of Antibiotic
THE LANCET JOURNAL એ મેડિકલ જગત નું સૌથી મોટું journal છે. કદાચ તમે આ નામ સાંભળેલું પણ હસે, અને આ journal પર ઘણીબધી studies publish થાય છે. THE LANCEL ની અંદર 1 September 2022 ના દિવસે એક study publish થઈ છે જેમાં લખેલું છે કે આપણા દેશ માં Antibiotic નો દુરુપયોગ થાય છે. એમાં લખેલું છે કે ઈન્ડિયા માં વેચાતી Antibiotic માં 47.1 % દવાઓ unapproved formulation વળી છે. એટલે કે એવી દવાઓ જે દુનિયા ના બાકી દેશોમાં approved નથી.
એવા મેડિકલ formulation જે બહુજ ઓછા વપરાવા જોઈએ એ આપણા દેશ માં વધારે વપરાય છે.
હવે તમે વિચારતા હશો કે antibiotic લેવાથી તો બીમારી દૂર થાય છે તો એને લેવામાં વાંધો શું છે. તો એના માટે તમારે સમજવું પડશે કે antibiotics કામ કઈ રીતે કરે છે. જ્યારે પણ આપણે કોઈ ઇન્ફેકશન થાય તો એએ bacterial હોય છે કેતો પછી એ viral ઇન્ફેકશન હોય છે.
હવે જો bacterial ઇન્ફેકશન હોય તો antibiotic કે જેને antibacterial પણ કહેવાય છે આવી દાવાઓ લેવાથી આપણા શરીર ની અંદર જે ખોટું bacteria છે એનો નાશ કરવામાં આ antibiotic કે પછી antibacterial દવાઓ કામ કરે છે.
Viral infection ની અંદર આપણે viral ના લીધે બીમાર પડીએ છે જેમ કેએ covid એક viral છે. Viral infection માં કોઈ ચોકસ દવા નથી હોતી ફક્ત એના લક્ષણોને સમજીને એપ્રમાણે ઈલાજ કરવામાં આવે છે અને એનો જે કોર્સ છે એપણ પૂરો કરવો પડે છે.
Overuse of Antibiotics
હવે સમજીએ કે antibiotic overuse કોને કહેવાય. જ્યારે આપણા શરીરને antibiotic દવાની જરૂર નથી તોપણ આપણે antibiotic દવાઓ લઈએ છે, એટલેકે આપણા શરીરમાં bacterial infection નથી તોપણ આપણે antibiotic લઈએ તેને antibiotic overuse કહેવાય.
Antibiotic Resistance
Viral infection માં પણ જો આપણે antibiotic દવાઓ લઈએ તો આપણા શરીરની અંદર જે સારા bacteria છે જે આપણા શરીરમાં ખાવાનું પચાવીને શરીરને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે એ bacteria પર પણ આડઅસર કરે છે. અને તમને જણાવી દઉં કે જો antibiotic નો overdose થઈ જાય તો એનાથી antibiotic resistant bacteria પણ બને છે. ટૂંક માં આ bacteria એટલા સ્ટ્રોંગ હોય છે કે જેને નિયંત્રણ માં લાવવા અઘરા હોય છે. અને આ bacteria વધારે પડતી antibiotic લેવાથી બને છે.
સામાન્ય ભાષા માં સમજીએ તો જ્યારે આપણે antibiotic લઈએ ત્યારે bacteria નો નાશ થાય છે પરંતુ ત્યારે અમુક bacteria બચી જાય છે અને પછી આ બચી ગયેલા bacteria ને સામાન્ય antibiotic અસર નથી કરતી કારણકે એ bacteria એ antibiotic થી ટેવાઇ ગયેલા હોય છે અને પછી એ bacteria માટે આપણા શરીર ને વધારે સ્ટ્રોંગ antibiotic ની જરૂર પડે છે.
વધારે પડતી antibiotic ના સેવન થી જે સ્ટ્રોંગ bacteria નું infection લાગતું હોય એને bacterial resistance પણ કહે છે.
Prevention from Antibiotic
તમે વિચારતા હસો કે bacterial resistance થી બચવા શું કરવું જોઈએ તો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમને કઈપણ રીતની બીમારી થાય તો તેના માટે ડોક્ટર ને મળો અને એને લખેલી દવાઓ નો જ સેવન કરો. સામાન્ય શરદી કે ઉધરસ થાય કે જે તમે સહન કરી શકો તો તે પરિસ્થિતિ માં જાતેજ મેડિકલ માંથી antibiotic ના લો અને ડોક્ટર ને મળો અને એનો કોર્સ પૂરો કરો. અને જો ડોક્ટરએ કોઈ કારણોસર તમને antibiotic લખીને આપી છે તો તેનો કોર્સ પૂરો કરો, ક્યારેપણ antibiotic નો કોર્સ અધૂરો ના છોડસો કારણકે અધૂરી દવા લેવાથી જે bacteria બચી ગયા છે તે વધારે સ્ટ્રોંગ બનસે અને પછી એ bacteria પર એ દવા પણ અસર નઇ કરે. અને ખાસ વાત કે જે antibiotic ડોક્ટરએ તમને આપી છે એજ દવા ડોક્ટરને પૂછ્યા વગર ઘરના કોઈ બીજા સદસ્યને કે કોઈ બાળકને ના આપવી કારણકે દરેકના શરીરના બંધારણ પ્રમાણે દવા અને તેમની માત્રા અલગ અલગ હોઇ શકે છે.