જ્યારે આપણે કાર્ટૂન શબ્દ સાંભળીએ ત્યારે દરેકને પોતાનું બચપન યાદ આવી જાય છે અને કેમ ના આવે, બચપન માં આપણે કાર્ટૂન પણ એટલા બધા જોયા છે. કાર્ટૂન ભલે scooby doo હોય કે પછી Dexter’s Laboratory હોય કે પછી ભલેને Tom and Jerry હોય એક વાર કાર્ટૂન શરૂ થયું તો પછી જ્યાર સુધી કાર્ટૂન સમાપ્ત ના થાય ત્યાર સુધી ટીવી ની સામેથી ઊભા નતા થતાં હતા.
પરંતુ શું તમને ખબર છે કે તમારા માંથી ઘણા લોકોના મનપસંદ કાર્ટૂન પર દુનિયાના અનેક દેશો એ પ્રતિબંદ લગાવેલો છે! બાળક જ્યારે નાનું હોય છે ત્યારે તે સૌથી વધારે કાર્ટૂન જુવે છે અને એ કાર્ટૂન માંથી ગણું ખરું સીખે પણ છે પરંતુ કેટલાક કાર્ટૂન ના એવા એપિસોડ ટીવી પર પ્રકાશિત થયા હતા જેની બાળકો પર ખોટી અસર પડી રહી હતી અને એ કારણોસર જેતે દેશ ની સરકારે તેમના દેશ માં એ કાર્ટૂન પર પ્રતિબંધ લગાવી દીધા.
Pokemon:
Pokemon તેના સમય નું સૌથી લોકપ્રિય કાર્ટૂન તેમજ સૌથી વધારે ટીવી પર દેખવામાં આવતું કાર્ટૂન હતું. Ash Ketchum, Brock, Misty, Gray Oak, James, Pikachu જેવા કેરેક્ટર એ કાર્ટૂન ના સૌથી ફેમસ કેરેક્ટર હતા. Pokemon કાર્ટૂન ની લોકપ્રિયતા તો આજે પણ લોકોમાં જોવા મળે છે. ખાસ કરીને Pikachu તો આજેપણ લોકો માં ફેમસ છે. પરંતુ આજ Pokemon કાર્ટૂન ના એક એપિસોડ ના લીધે સેંકડો બાળકો બીમાર પડ્યા હતા. Pokemon ના એક એપિસોડ માં એક જબરદસ્ત ધમાકો થાય છે જેમાં બહુજ જોરથી લાઇટ પડેછે અને આ લાઇટ ટીવી ની સામે બેઠેલા બાળકો ની માટે હાનિકારક હોય છે જેની લીધે એ બાળકોની આંખો ખરાબ થવા લાગી હતી અને આશરે 600 જેટલા બાળકોને દવાખાને ભરતી થવું પડ્યું હતું. Pokemon ના એપિસોડ દરમિયાન જે લાઇટ નીકળતી હતી એની બાળકોની આંખો પર ખરાબ અસર પાડતી હતી જેના લીધે Pokemon કાર્ટૂન ને જાપાન, ટર્કી, અને અરબ દેશોમાં પ્રતિબંધિત જાહેર કરાયું હતું.
Spongebob:
આ એ કાર્ટૂન છે જેમાં 2 માસૂમ દેખાવા વાળા કેરેક્ટર ને sponge બતાવવામાં આવ્યું છે અને બીજું કેરેક્ટર સ્ટાર ફિશ છે. તમને કદાચ ખબર નઈ હોય પરંતુ 120 કરતાં વધારે દેશો મા આ કાર્ટૂન પર પ્રતિબંધ લાગેલો છે. આ કાર્ટૂન પર પ્રતિબંધ લગાડવા પાછળ નું મુખ્ય કારણ આ કાર્ટૂન માં બતાવેલી હિંસા અને ગંદી ભાષા છે. અને આજ હિંસા અને ગંદી ભાષા બાળકો પર ખુબજ ખરાબ અસર કરે છે. આટલુજ નઈ, એક એપિસોડ માતો spongebob suicide ના પક્ષ માં બોલે છે અને બાળકોમાં ખોટો સંદેશો પસાર કરે છે જેની લીધે આ કાર્ટૂન પર usa, Russia, Europe, australia, સહિત 120 દેશો માં પ્રતિબંધ લાગેલો છે.
Tom and Jerry:
Tom and Jerry એક એવું કાર્ટૂન છે જે બાળકો થી લઈને ઉમર લાયક લોકો પણ જુવે છે. દૂનયા માં Tom and Jerry જેટલું લોક પ્રિય કાર્ટૂન લગભગ કોઈ નઈ રહ્યું હોય. પરંતુ આના છતાં પણ આના કેટલાક એપિસોડ પર પૂરી દુનિયાએ પ્રતિબંધ લગાડ્યો હતો. એ પ્રતિબંધિત એપિસોડ માં ધૂમ્ર પાન, મદીના પાન, જાતીય શોષણ અને હિંસા ના દ્રશ્યો બતાવ્યા હતા. જે અમેરિકન કલ્ચર માટે સામાન્ય છે પરંતુ ભારતીયો અને બીજા ઘણા દેશ ના લોકો માટે આ તદ્દન ખોટું છે. આ કાર્ટૂન માં Tom and Jerry વચ્ચે વારંવાર જગડા બતાવ્યા છે એટલે આ કાર્ટૂન ને દુનિયા ભરના દેશો માં પાસ થવા સર્ટિફિકેટ લેવું પડ્યું.
The Simpsons:
The Simpsons અમેરિકા નું સૌથી લોકપ્રિય કાર્ટૂન છે. આ કાર્ટૂન હમણાં ઘણા વિવાદો માં પણ હતું. લોકો એવું કહે છે કે આ કાર્ટૂન ભવિષ્ય બતાવે છે. દુનિયામાં થયેલી અનેક ઘટના ઑ ને આ કાર્ટૂન માં વર્ષો પહેલાજ બતાવી દેવામાં આવી હતી. જેમ કે Donald Trump અમેરિકા ના president બનવાની ઘટના કે પછી વિશ્વ ભરમાં કોરોના ની મહામારી આ બધી ઘટનાઓ આ કાર્ટૂન માં વર્ષો પહેલાજ બતાવી દીધી હતી. પરંતુ કેટલાક કારણો સર આ કાર્ટૂન પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા. આ કાર્ટૂન બાળકોને ખોટો સંદેશો આપતું હતું.
વધુ કહું તો Rio Tourism એ તો આ કાર્ટૂન ના એક એપિસોડ પર કેસ કરવાની ધમકી પણ આપી હતી. એ એપિસોડ માં એવું બતાવ્યું હતું કે આ કાર્ટૂન ના કેરેક્ટર આફ્રિકા ની ટુર પર જાય છે અને આફ્રિકા માં ફક્ત વંદરાઓ અને જનાવરો જ હોય છે. આમ આ કાર્ટૂન બાળકો માં ખરાબ અને ખોટો સંદેશો આપવાથી તેના પર પ્રતિબંધ લાગી ગયો હતો. આ કાર્ટૂન માં એક કેરેક્ટર છે જેનું નામ Bart Simson છે જે એક બાળક છે અને આ બાળક આ કાર્ટૂન માં એના પિતા ની સાથે વારંવાર જગડતો બતાવે છે અને મારા મારી કરે છે જેની બાળકો પર બહુજ ખરાબ અસર પડે છે. અને આ બધા કારણો સર આ કાર્ટૂન પર પ્રતિબંધ લાગી ગયો હતો.
Beavis & Butthead
Beavis & Butthead દુનિયા નું સૌથી બેકાર કાર્ટૂન બતાવવામાં આવે છે કારણકે આ કાર્ટૂન એ બાળકોને જીવતા સળગાવી દીધા હતા. આ કાર્ટૂન માં મસુમિયત અને કોમેડી નતી પરંતુ આ કાર્ટૂન માં હિંસા અને ગંદી ભાષા ને ઉપયોગમાં લીધી હતી. જેને દેખીને બાળકો પણ ગેરમાર્ગે દોરાઈ રહ્યા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે આ કાર્ટૂન ના કેરેક્ટર એક એપિસોડ માં પોતાનાજ ઘર માં આગ લગાવી દે છે અને એવું બતાવે છે કે આગ લગાવાની કેટલી મજા આવે છે, જેના લીધે એક બાળકે આ કાર્ટૂન દેખીને પોતાના ઘરમાં હકીકત માં આગ લગાવી દીધી અને એનાલીધે એ અને એની નાની બેન સળગીને મૃત્યુ પામ્યા હતા.
Shrek – 2
આમતો Shrek અને એનો ગધેડો દોસ્ત એના ચાહકો ને બહુજ પસંદ છે, ક્યારેક એની લવ સ્ટોરી તો ક્યારેક સુંદર સંદેશ જે કહે છે કે બહાર ની સુંદર તા અંદર ની સુંદરતા ની સામે કાઈજ નથી, અને પ્રેમ ફક્ત દિલ થી થાય છે ચહેરા થી નઈ. તોપણ આ ફિલ્મ પર Israel માં પ્રતિબંદ લાગેલો છે. કેમ કે એમની પ્રમાણે આ કાર્ટૂન sexual hint આપે છે. જેની બાળકો પર વિપરીત અસર થાય છે.
Doraemon
Doraemon કાર્ટૂન ના ચાહકો દુનિયા ભરમાં છે. આ કાર્ટૂન ના ના બાળકો સાથે મોટા લોકો પણ આનંદ ઉઠાવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે Doraemon જેવા લોકપ્રિય કાર્ટૂન પર પણ ઘણા દેશો એ પ્રતિબંધ લગાવેલો છે. હવે ઘણા લોકો ને એવો પ્રશ્ન થતો હસે કે ઉપરના બધા કાર્ટૂન માં તો હિંસા તેમજ અભદ્ર વ્યવહાર અને ગંદી ભાષા ના લીધે તેમની પર પ્રતિબંધ લાગેલો છે પરંતુ Doraemon પર કેમ?
તો તમને જણાવી દઈએ કે આ કાર્ટૂન પર પ્રતિબંધ લાગવાની પાછળનું કારણ Doraemon કાર્ટૂન નું કેરેક્ટર nobita છે જે બહુજ આળસુ બતાવ્યો છે. રોજ રોજ ના સામાન્ય કામ કરવા માટે પણ nobita ને Doraemon ના gadget ની જરૃર પડે છે. એવામાં આ કાર્ટૂન ને દેખીને બીજા બાળકો પણ એની જેવા આળસુ બનતા જાય છે. અને આ કારણો સર Doraemon ઘણા ખરા દેશો માં પ્રતિબંધિત છે. હકીકત માં બાળકોને આળસુ ના બનવું જોઈએ અને પોતાનું દરેક કામ જાતે કરવું જોઈએ અને આ સિખામણ આ કાર્ટૂન જરાયે નતું આપતું હતું. બીજા દેશો ની સાથે સાથે ભારત અને પાકિસ્તાન માં પણ આ કાર્ટૂન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી અને પાકિસ્તાન માં તો આ કાર્ટૂન પર પ્રતિબંધ લાગી પણ ગયો હતો પરંતુ ભારત માં Doraemon પર પ્રતિબંધ ના લાગ્યો. કદાચ ભારત માં Doraemon ના ચાહકો વધારે હસે.