મિત્રો આજના સમય માં ઘર, ગાડી કે અન્ય વસ્તુ ખરીદવી પહેલા કરતાં સરળ થઈ ગઈ છે, જો તમારી જોડે ઘર, ગાડી કે અન્ય કોઈ વસ્તુ ખરીદવા પૂરતા પૈસા ન હોય તોપણ તમે બેન્ક જોડેથી લોન લઈને સરળતાથી ખરીદી શકો છો પણ શું તમને ખબર છે જેમ એક સામાન્ય માણસ તેની જરૂરિયાત પૂરી કરવા લોન લે છે તેમજ કોઈ દેશ પણ લોન લે છે એટલેકે જેમ એક સામાન્ય વ્યક્તિ દેવામાં હોય છે એમ એક દેશ ની ઉપર પણ દેવું હોય છે.
દેવદાર દેશો ની લિસ્ટ માં ફક્ત ગરીબ કે વિકાશ શીલ દેશોજ નઈ પરંતુ કેટલાક સમૃદ્ધ દેશો નો પણ શમાવેશ થાય છે, અને એમાંય કેટલાક દેશ તો એવા છે કે જે સમગ્ર વિશ્વની મહાસત્તા દેશો ની લિસ્ટ માં પણ આવે છે.
તો ચાલો આજે જાણીએ કે આ સમગ્ર વિશ્વ માં કયા દેશ ની ઉપર કેટલું દેવું છે, એટલેકે કયો દેશ કેટલા દેવામાં છે.
10. CANADA કેનેડા
દુનિયાની 10 સૌથી દેવદાર દેશો માં canada 10 માં નંબર પર છે. 3.75 કરોડ ની જનસંખ્યા વાળો આ દેશ એક વિકસીત દેશ છે. ભારત જોડે સરખામણી કરી તો આ દેશ ની કુલ જનસંખ્યા ભારત ના કોઈ એક રાજ્ય ની જનસંખ્યા બરાબર છે, પરંતુ વિસ્તાર ની દ્રષ્ટિએ જોઈએ તો canada એ વિશ્વનો બીજો સાઉથી મોટો દેશ છે.
2017 માં canada ની GDP 1.64 ટ્રિલિયન USDollar હતી અને તમને જાણીને આશ્ચર્ય થશે કે canada નું દેવું તેની gdp કરતાં પણ વધારે છે. 2017 ના આંકડા પ્રમાણે canada એ કુલ 1.93 ટ્રિલિયન દેવું છે. canada નું દેવું તેની gdp નું લગભગ 120% જેટલું છે.
canada માં રહેતા દરેક નાગરિક ની ઉપર લગભગ 52,300 US Dollars નું દેવું છે જેને ભારતીય રૂપિયામાં ગણીએ તો લગભગ 36,61,000 રૂપિયા થાય છે.
9. China ચીન
આપણો પાડોશી દેશ ચીન ની કુલ જનસંખ્યા 140.21 કરોડ છે અને એની સાથે ચીન વિશ્વનો સૌથી વધારે જનસંખ્યા ધરાવતો દેશ છે. લોન લેવામાં ચીન નવમા નંબર પર આવે છે. ચીન એ વિશ્વ નો એવો દેશ છે જ્યાં સૌથી વધારે માત્રામાં પ્રોડક્શન થાય છે. ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર માં સૌથી વધારે પ્રોડક્શન કરતો દેશ ચીન છે પરંતુ તમને જણાવી દઉં કે ચીન ના માથે 2.09 ટ્રિલિયન US Dollar નું દેવું છે. એટલે કે એક ચાઈનીસ વ્યક્તિ ના માથે લગભગ 1326 US Dollar નું દેવું છે. જો આજ રકમ ભારતીય રૂપિયા માં ગણીએ તો ચીન નો દરેક નાગરિક 92820 રૂપિયાના દેવામાં ડૂબાએલો છે.
8. Spain સ્પેન
વિસ્તાર ની દ્રષ્ટિ એ જોઈએ તો સ્પેન એ canada કરતાં નાનો દેશ છે, પરંતુ ત્યાંની જનસંખ્યા canada કરતાં વધારે છે એટલે કે 4.74 કરોડ છે અને લોન લેવાની વાત કરીએ તો spain એ 8 માં સ્થાન પર આવે છે. 1.28 ટ્રિલિયન US Dollar છે canada ની જેમ spain એ પણ તેની gdp કરતાં વધારે દેવું કરેલું છે. spain એ તેની gdp કરતાં લગભગ 150% કરતાં પણ વધારે લોન લીધેલી છે. સ્પેન પર wikipidea પ્રમાણે 2017 માં 2.26 ટ્રિલિયન US Dollar દેવું છે, જે પ્રતિ વ્યક્તિ 48700 US Dollar થાય છે. જેને ભારતીય રૂપિયામાં જોઈએ તો લગભગ 34 લાખ રૂપિયા થાય છે.
7. Italy ઇટલી
italy એ એક સમૃદ્ધ દેશ દેખાય છે ઘણા ભારતીઓ તો italy ફરવા પણ જાય છે, પરંતુ તમને ખબર હોવી જોઈએ કે હમેશા જે દેખાય છે તે હકીકત નથી હોતી.
italy એ દુનિયાના દેવાદાર દેશોની લિસ્ટ માં 7 માં નંબર પર આવે છે. જો ત્યાંની જનસંખ્યા ની વાત કરી તો ત્યાં લગભગ 6 કરોડ લોકો રહે છે. ltaly ની gdp 2 ટ્રિલિયન US Dollar ની આજુ બાજુ છે, પરંતુ italy ના માથે 2.51 ટ્રિલિયન US Dollar નું દેવું છે જે તેની gdp કરતાં પણ વધારે છે. italy ના દરેક વ્યક્તિ પર આશરે 42300 US Dollar નું દેવું છે.
6. Netherlands નેધરલેંડ્સ
દુનિયાના સૌથી મોટા દેવદાર દેશો ની સૂચીમાં Netherlands 6 નંબર પર આવે છે. Netherlands યુરોપ નો દેશ છે સુંદરતાની દ્રષ્ટિએ આ દેશ જેટલો ચર્ચા માં રહે છે એટલો જ આ દેશ લોન લેવામાં પણ પાછળ નથી.
આ દેશ ભારત ના મુંબઈ શહેર કરતાં પણ ઓછી જનસંખ્યા ધરાવે છે, Netherlands ની કુલ જનસંખ્યા 1.74 કરોડ છે અને Netherlands ની gdp 914 billion US Dollar છે. અને Netherlands પર 437 billion US Dollar નું દેવું છે.
5. Japan જાપાન
ટેક્નોલોજી ના ક્ષેત્ર માં જે દેશ દુનિયા પર રાજ કરે છે અને જે દેશ ને ઊગતા સૂરજ ના નામ થી પણ ઓળખવામાં આવે છે તે દેશ japan દેવાદાર દેશોની લિસ્ટ માં 5 માં સ્થાને આવે છે. japan ની ટોટલ gdp 5 ટ્રિલિયન US Dollar ની આજુ બાજુ છે. japan એ 4.77 ટ્રિલિયન us ડોલર ની લોન લીધેલી છે જે લગભગ તેની gdp ના 96% જેટલી થાય છે.
4. germany જર્મની
ઓટો મોબાઈલ ક્ષેત્ર માં germany ની છબી સારી છે, તેમજ લોન લેવામાં germany 4 સ્થાને છે. Germany માં કુલ 8..32 કરોડ લોકો રહે છે. Germany ની કુલ gdp 3.8 ટ્રિલિયન US Dollar છે. Germany એ તેની gdp કરતાં પણ વધારે રકમ ની લોન લીધેલી છે જે 5.74 ટ્રિલિયન US Dollar છે જે germany ની gdp ના 150% જેટલું છે. તમને જણાવી દઉં કે દરેક જર્મન વ્યક્તિ 69000 US Dollar ના દેવામાં છે. ભારતીય રૂપિયા માં ગણીએ તો germany નો દરેક વ્યક્તિ 48.30 લાખ રૂપિયા ના દેવામાં છે.
3. France ફ્રાંસ
France એ વિકસિત દેશ છે અને ભારત એ હમણા France જોડેથી rafale jets ખરીદ્યા છે. France એ દેવાદાર દેશો ની લિસ્ટ માં 3 નંબરે આવે છે. France ની જનસંખ્યા લગભગ 6 કરોડ છે અને France ની gdp 2.6 ટ્રિલિયન US Dollar છે. લોન લેવાની વાત કરીએ તો France એ તેની gdp કરતાં 3 ગણું દેવું કરેલું છે. France નું દેવું 7.32 ટ્રિલિયન US Dollar છે. ટકાવારી માં જોઈએ તો France નું દેવું તેની gdp ના 230% જેટલું છે. France નો દરેક નાગરિક આશરે 87200 US Dollar ના દેવામાં છે જેને ભારતીય રૂપિયામાં ગણીએ તો આ રકમ આશરે 61 લાખ રૂપિયા જેટલી થાય છે.
2. United Kingdom યુનાઇટેડ કિંગડમ
એક સમય હતો જ્યારે આ દેશ અડધી દુનિયા પર રાજ કરતો હતો અને આજ ના સમય માં આ દેશ વિશ્વ ના સૌથી વધારે લોન લેવાવાળા દેશની લિસ્ટ માં દ્રિતીય સ્થાન પર આવે છે. United Kingdom ની વસ્તી 6.5 કરોડ જેટલી છે અને એની gdp 2.75 ટ્રિલિયન US Dollar છે. United Kingdom ના માથે 9 ટ્રિલિયન US Dollar નું દેવું છે જે તેની gdp ના 340% જેટલું છે. United Kingdom ના દરેક નાગરિક પર 127000 US Dollar નું દેવું છે જે ભારતીય રૂપિયામાં લગભગ 88.90 લાખ રૂપિયા જેટલું થાય છે.
1. The United States of America અમેરિકા
અમેરિકા પોતાને દુનિયામાં સૌથી સક્તિશાળી દેશ માને છે અને અમેરિકા એ દુનિયાની મહાસત્તા પણ છે પરંતુ લોન લેવામાં અમેરિકા દુનિયામાં સૌથી પ્રથમ સ્થાને છે. આર્થિક મહાસત્તા કહેવાતો દેશ અમેરિકા ની માથે દુનિયાનું સૌથી મોટું દેવું છે.
અમેરિકા ની gdp 22 ટ્રિલિયન સુધી પહોંચી ગઈ છે . 32.95 કરોડ ની જનસંખ્યા ધરાવતા દેશ અમેરિકા ની માથે 30 ટ્રિલિયન US Dollar નું દેવું છે. જે તેની કુલ gdp કરતાં પણ વધારે છે. આજના સમયે અમેરિકા ના દરેક નાગરિક ના માથે 60526 US Dollar નું દેવું છે જે ભારતીય રૂપિયામાં લગભગ 42 લાખ જેટલું થાય છે.
આજ લિસ્ટ માં જો ભારત ની વાત કરીએ તો ભારત ની gdp 2020 પ્રમાણે 2.62 લાખ કરોડ US Dollar છે. અને ભારતની માથે માત્ર 571 billion US Dollar નું દેવું છે.
તો આ હતા 10 દેશ જે દેખાવ માં તો ખૂબ સમૃદ્ધ લાગે છે પરંતુ તેમની માથે કરોડો રૂપિયાનું દેવું છે.