ભારત ની એક એવી જેલ જ્યાં દરિયાની વચ્ચે ફક્ત એકજ કેદીને રાખવામાં આવતો હતો.

જેલ એક એવી જગ્યા છે કે જ્યાં લોકો જતાં ડરેછે કારણકે જેલની અંદર ગુનેગારોને રાખવામાં આવે છે. તમે એમ પણ સાંભળ્યું હસે કે કોઈ જેલની અંદર તેની ક્ષમતા કરતાં પણ વધારે કેદીઓને રાખવામાં આવે છે પરંતુ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે એક એવી જેલ છે જ્યાં ફક્ત એકજ કેદીને રાખવામાં આવે છે.

દિવ ની જેલ જે પાણીની વચ્ચોવચ છે. 

Diu jail in water

ભારતના ગુજરાત રાજ્યમાં આવેલું દિવ જે કેન્દ્ર સાસિત પ્રદેશ છે, તેનાં દરિયાના પાણીની વચ્ચોવચ એક જેલ આવેલી છે. આ જેલ ૪૭૫ વર્ષ જૂની છે અને બહારથી દેખાવ માં કોઈ રાજ્યના મહેલ જેવી સુંદર પણ છે. આ જેલ ની અંદર ફક્ત એકજ કેદી બંદ છે જેનું નામ છે દીપક કાજી.

Deepak kaji in diu jail

દીપક ની ઉમર આશરે ૩8 વર્ષ છે, દીપક પોતાની પત્ની ને ઝેર આપીને હત્યા કરવાના ગુના માં આ જેલની અંદર બંદ છે. આ જેલની અંદર દિપક એક માત્ર કેદી છે પરંતુ તેની માટે ત્યાં 5 કર્મચારી અને એક જેલર પણ હાજર રહે છે, અને આ કર્મચારીઓની શિફ્ટ બદલાતી રહે છે.

diu fort

તમને જણાવી દઉં કે વર્ષ 2013 માં આ જેલ ને બંદ કરવાની ઘોષણા કરીદેવામાં આવી હતી, અને ત્યારથી આ જેલમાં નવા કેદીઓને મોકલવાના બંદ કરી દેવાયા હતા. પહેલા આ જેલમાં 7 કેદીઓ હતા જેમાં 2 મહિલા પણ હતી પરંતુ સુરક્ષા કારણોથી એમના 4 કેદીઓને ગુજરાત ની અમરેલી જેલ માં મોકલી દેવાયા હતા, અને 2 કેદીની સજા ની અવધિ પૂરી થઈ ગઈ હતી, અને છેલે ફક્ત એકજ કેદી વધે છે જે દીપક છે.

Diu Jail

સરકાર દિવ ની જેલમાં રાખેલા કેદીઓ પાછળ આશરે 32000 રૂપિયા ખર્ચ કરે છે જે અન્ય રાજ્યો કરતાં વધારે છે. આ જેલ ની અંદર દિપક માટે જમવાની વ્યવસ્થા નજીક ની હોટેલ માંથી કરવામાં આવી છે. તેની સાથે દિપક ને અમુક સમય માટે ટીવી જોવાની પણ અનુમતિ છે. ઉપરાંત તેને વાંચવા માટે જેલની અંદર ગુજરાતી છાપું તેમજ પુસ્તકો પણ આપવાં આવેછે. દીપક ઈચ્છે તો સાંજે ખુલી હવામાં ટહેલવા પણ જઈ શકે છે પરંતુ તે સમયે જેલના અધિકારી તેની સાથે હોવા જરૂરી છે. હાલમાં આ જેલ કાર્યરત નથી.

તો આ હતી એક એવી જેલની વાત કે જેમાં ફક્ત એકજ કેદી રહેતો હતો અને આખી જેલ ફક્ત એ એકજ કેદી માટે હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *