પહેલાના સમય માં Plane માં મુસાફરી કરવી એ લોકો નું સપનું હતું, પરંતુ આજના સમય માં હવાઈ યાત્રા સામાન્ય થઈ ગઈ છે અને એક મધ્યમ વર્ગ નો માણસ પણ હવાઈ યાત્રા કરી શકે છે. પહેલા ના સમય માં હવાઈ યાત્રા ફક્ત અમીરો માટે જ હતી કારણ કે Plane (વિમાન) ની મુસાફરીની ટિકિટ ખુબજ મોંઘી આવતી હતી. પરંતુ હવે ઘણી Airlines Company છે જે યાત્રીઓ ને ઓછા ભાડા માં પણ મુસાફરી કરાવે છે.
અહી એક વાત વિચારવા જેવી છે કે આપાતકાલીન સમય માં યાત્રીઑ ને વિમાન માંથી કૂદીને નીચે આવવા માટે Parachute કેમ નથી આપવામાં આવતું?
તો આના એક નઈ પરંતુ અનેક કારણો છે.
1.
જ્યારે plane crash થતું હોય છે અને તે ફૂલ સ્પીડ થી નીચે આવતું હોય ત્યારે આટલો સમય નથી હોતો કે 300 જેટલા યાત્રીઓ ને Parachute પહેરાવીને સુરક્ષિત રીતે નીચે ઉતારી સકાય.
2.
સામાન્ય રીતે plane માં મુસાફરી કરવાવાળા યાત્રીઓ એક સામાન્ય નાગરિક હોય છે તેમને Emergency Exit માટે પણ training આપવી પડે છે અને એપણ જલ્દી જલ્દી માં ઢંગ થી નથી કરી શકતા તો શું તે લોકો Parachute લગાવીને બરાબર રીતે કૂદી શકસે!
3.
15000 ft થી ઉપર જો તમારે Sky Diving કરવી હોય તો તમારે Supplement oxygen ની જરૂર પડે છે અને તમને જણાવી દઉં કે લગભગ દરેક Commercial Airlines 35000 ft પર ઊડે છે અને ત્યાં oxygen નથી હોતો તો જો કોઈ યાત્રી આ ઊંચાઈએ વિમાન માંથી કૂદે તો oxygen ના અભાવ ના કારણે તે બેહોશ થઈ જસે અને જો ઓક્સિજન નો કોઈ જુગાડ પણ થઈ જાય તોપણ 34000 ft ની ઊંચાઈએ તાપમાન માઇનસ -34c હોવાથી તે યાત્રી નું બચવું શક્ય નથી.
4.
એક વિમાન માં લગભગ 300 યાત્રીઓ હસે અને 300 Parachute નું વજન આશરે 3000 kg થી પણ વધારે થસે અને આ વજન થી Airlines નો ખર્ચ વધસે અને આ ખર્ચ ની સીધી અસર યાત્રીઓ ની ટિકિટ પર પડસે.