આપના માંથી ઘણા લોકો જ્યોતિસ-શાસ્ત્ર, રેખા-શાસ્ત્ર, ટેરો કાર્ડમાં વિશ્વાસ કરતાં હોય છે. તમને ભલેને એમાં વિશ્વાસ બેસે કે ના બેસે પણ આપણને એના વિશે જાણવાની ઉત્સુકતા તો રહેતી જ હોય છે.
પેપર માં જો ક્યાંય રાશિ ફળ દેખાય તો આપણે એને ગમે તેટલું ટાળવા કરીએ પણ મનને તો વાંચ્યા વગર ચેન પડતો જ નથી, એક નજર તો ફેરવી જ દઈએ છીએ. એમાં પણ જ્યારે વાત આપના વ્યક્તિત્વ સાથે જોડેલી હોય ત્યારે ભલે આપણે એમાં માનતા હોઈએ કે ના હોઈએ છતાં જેવો મોકો મળે કે તરત જ હાથની રેખાઓ બતાવવા એકવાર તો બેસી જ જઈએ. પરંતુ મિત્રો આપણને એ નથી ખબર કે આપના શરીરનો બાંધો એટલે કે ચહેરાનો ઘાટ પણ આપણા વ્યક્તિત્વ ની છાપ આપી જ દે છે. નાક, આખ, હાથ ની હથેળી અને આંગળીઓ, હોઠ, લલાટ વગેરે આપણા વ્યક્તિત્વ વિશે ગણું બધુ દર્શાવે છે. તમને એ જાણીને આશ્ચર્ય થસે કે આપણું લોહી પણ આપના વિશે ઘણુંબધુ કહે છે.
જાપાન અને સાઉથ કોરિયા જેવા દેશમાં રાશિફળ ધ્વારા નહીં પણ તેના બ્લડ ગ્રુપ પર થી તેના વ્યક્તિત્વ નો અંદાજો કાઢવામાં આવે છે. જી હા, ત્યાં એ નથી પૂછતાં કે તમારી રાશિ કઇ છે પણ એમ પૂછવામાં આવે છે કે તમારું બ્લડ ટાઈપ કયું છે! આ બે દેશો માં ઘણી બધી થીયરી છે જે કહે છે કે તમારું વર્તન અને બીજાની સાથે ની તમારી વર્તણૂક એ તમારું બ્લડ ગ્રુપ નક્કી કરે છે. તમારા સંબધો પણ ક્યાંક તમારા બ્લડ ગ્રુપ પર આધાર રાખે છે આ કારણે જ 2016 માં જાપાન માં એક રિસર્ચ કરવામાં આવી તો એમાં એ જાણવા મળ્યું કે 90% લોકોનો વ્યવહાર તેમનું બ્લડ ગ્રુપ નક્કી કરે છે. તમને કદાચ આ વાત અંધવિશ્વાસ લાગે પણ આ વાત તો સાચી જ છે કે બધાનો બ્લડ ટાઈપ અલગ અલગ હોય છે અને શું ખબર આ લોહી આપના રગ રગ સુથી પ્રસારેલું છે તો આપના વ્યક્તિત્વ ને પણ અસર કરતું હોય!
મિત્રો માણસ ના લોહી માં બે પ્રકારના RNA કારક હોય છે, A અને B. આ બે કારકોની હાજરી અને ગેરહાજરી ના આધારે લોહીને ચાર વર્ગ માં વિભાજિત કરવામાં આવે છે- A, B, AB અને O. A બ્લડ ગ્રુપ માં માત્ર A-કારક હોય છે, B માં માત્ર B-કારક, AB માં A અને B બંને કારકો અને O માં A અને B બને ગેરહાજર હોય છે. ચાલો તો હવે જાણી લઈએ કે કયા બ્લડ ટાઈપ સાથે કેવું વ્યક્તિત્વ જોડેલું છે.
1
બ્લડ ટાઈપ A
આ બ્લડ ટાઈપ વાળ લોકો સામાન્ય રીતે બહુ જ બુદ્ધિમાન, ઉત્સાહી અને લાગણીશીલ હોય છે. તેઓ દરેક કામ ને બહુ જ સમજી વિચારીને અને બહુ જ સારી રીતે કરવા પ્રયત્ન કરે છે. આ લોકો દરેક વાત ને બહુ જ ગંભીરતાથી લે છે એટલે જ બહુ જલ્દી તનાવમાં આવી જાય છે. એનું બીજું કારણ એ પણ છે કે તેમના લોહીમાં તનાવના અંતઃસ્ત્રાવ પણ વધારે પડતાં હોય છે. આ લોકોને લડાઈ જગડા નથી પસંદ આવતા અને તેઓ સુખ-શાંતિ થી જીવવાનું વધારે પસંદ કરે છે. આ લોકો બહુજ વિનમ્ર, શરમાળ અને લાગણીશીલ હોય છે. આ લોકો જેટલા શાંત અને સુશીલ હોય છે એટલા જ જિદ્દી, પ્રખર, આદર્શ અને ચિંતાશીલ પણ હોય છે. તેઓ ખુબજ ભરોસાપાત્ર વ્યક્તિત્વ ધરાવે છે. પરંતુ તેઓ પોતાનું દુ:ખ-સુખ કોઈને જણાવતા નથી હોતા.
2
બ્લડ ટાઈપ B
આ બ્લડ ટાઈપના લોકો ટાઈપ-A વાળ લોકોથી વિરોધાભાસી હોય છે. જ્યાં ટાઈપ-A વાળાં લોકો બહુ જ સમજી વિચારીને નિર્ણય લે છે ત્યાં ટાઈપ-B વાળ લોકો વગર વિચાર્યે ત્વરિત નિર્ણય લઈ લે છે. આ લોકો થોડા રચનાત્મક અને અજીબ હોય છે. આ લોકો પોતાની જાત ને વધારે મહત્વ આપવા વાળ અને અસહિયોગી હોય છે. પરંતુ તેઓ એકદમ ચિંતામુક્ત રહે છે. આ લોકો મસ્તીખોર અને રમુજ સ્વભાવના હોય છે. આ લોકોના 24 કલાક ચાલવા વાળા રચનાત્મક દિમાગ માંથી એવા આધુનિક વિચારો આવે છે જે દુનિયાને માટે કઈક નવું જ શીખવી જાય છે.
3
બ્લડ ટાઈપ AB
કદાચ તો તમે સમજી જ ગયા હસો કે આ ટાઈપ ના લોકો ટાઈપ-A અને B બંને ના ગુણધર્મો ધરાવતા હોય છે એટલે જ ધણી વખત બીજા લોકોને તેઓ દ્વિમુખી વ્યક્તિત્વ ધરાવતા હોય એવું લાગે છે. જ્યાં સુધી તમે આ લોકોને બહુ જ નજીક થી અંગત રીતે ના જાણી લો ત્યાં સુધી તેમના વિશે કાઇ કહી સકતા નથી. આ લોકો સામાન્ય રીતે બહુ જ મોહક હોય છે અને સરળતાથી મિત્રો બનાવી લેતા હોય છે. આ લોકો માનવીય સ્વભાવને સારી રીતે સમજી શકે છે કારણ કે આ લોકોનું ગાણિતિક અને તાર્કિક કૌશલ્ય ખૂબ સારું હોય છે. આ જ કારણે બીજા લોકોને પોતાની સમસ્યાઓ તેમની પાસે ચર્ચા કરવી ગમતી હોય છે. આ લોકોનું વ્યક્તિત્વ બહાર થી સાદું લાગતું હોય છે પરંતુ તેઓ અંદરથી ખૂબ જ જટિલ હોય છે. તેમણે સમજવા મુશકીલ છે. આ લોકો થોડા ભુલક્કડ અને બેદરકાર હોય છે.
4
બ્લડ ટાઈપ 'O'
આ બ્લડ ટાઈપ નું લોહી માછરોને ખૂબ પસંદ હોય છે. આ લોકો બધા થી અલગ હોય છે કારણ કે તેમનામાં ના તો બ્લડ ટાઈપ-A કે ના ટાઈપ-B ના ગુણધર્મો હોય છે. આલોકો બધાથી હટકે હોય છે પણ એટલા જ ખડૂસ અને માથાભારે પણ હોય છે. આ લોકો બહુ જ શાંત, આત્મનિર્ભર અને બેદરકાર હોય છે. આ લોકો એકલુઆર હોય છે એમને કોઇના સાથની જરૂર હોતી નથી. આ લોકો પોતાના કામ ને ખૂબ જ અગત્યતા આપે છે અને એમ જ રચ્યા પાચ્ય રહે છે. આ લોકો થોડાક ઇર્શાડુ હોય છે અને ક્યારેક ખૂબ જ રયૂડ બની જાય છે. એટલે જ આ લોકો લાગણીવિહોણા, નિર્દઇ અને ઊખડેલ લગતા હોય છે પરંતુ જો તેઓ તમને પ્રેમ કરતાં હોય તો તમારો સાથ ક્યારેય નહીં છોડે બસ એક વાત નું ધ્યાન રાખવું કે તેમને ક્યારેય જુઠ ના બોલવું કારણ કે જુઠ તેમણે બિલકુલ પસંદ નથી હોતું. તેઓ પ્રમાણિકતાને ખૂબ જ અગત્યતા આપે છે તેમણે દગો સહન થતો નથી.
તો મિત્રો તમે પણ બ્લડ ટાઈપ પરથી તમારા અને તમારા આસપાસના વ્યતિઓના વ્યક્તિત્વ વિશે જાણી સકો છો.