શું તમને ખબર છે અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી એટલેકે મહાસત્તા કેમ છે? જો તમને આ પ્રશ્ન નો જવાબ નથી ખબર તો વિચારો કે…
કયા દેશ ની ઇકોનોમી સૌથી મોટી અને મજબૂત છે?
કયા દેશ ની GDP 20 ટ્રિલિયન US Dollar થી પણ વધારે છે?
કયા દેશ ની કંપનિયો દુનિયાની સૌથી ફેમસ કંપનિયો છે?
કયા દેશ ની સિનેમા એ દુનિયા પર સૌથી વધારે પ્રભાવ પડ્યો છે?
કયા દેશએ સૌથી વધારે નોબેલ પ્રાઇઝ જીત્યા છે?
કયા દેશએ સૌથી વધારે ઓલિમ્પિક મેડલ જીત્યા છે?
કયા દેશ ની જોડે વિશ્વની સૌથી મોટી આર્મી છે?
તો મિત્રો આ દરેક પ્રશ્નો નો માત્ર એકજ જવાબ છે અમેરિકા.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે અમેરિકા દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ કઈ રીતે બન્યો, એમણે એવુંતે શું કર્યું કે અમેરિકા નું વર્ચસ્વ દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં વધી ગયું. તો આ દરેક પ્રશ્નો ના જવાબ અમે તમને આપીશું.
શું તમને ખબર છે પહેલા અમેરિકા ની ઇકોનોમી એટલી મજબૂત નતી. ઉપર બતાવેલ ચાર્ટ માં તમે 2000 વર્ષ ના આંકડાઑ જોઈ શકો છો. આ ચાર્ટ માંથી તમે એપણ જાણી શકો છો કે દુનિયા ની GDP માં કયા દેશ નું કેટલું યોગદાન છે.
વર્ષ 1800 પહેલા ભારત અને ચાઈના આ બે દેશ વિશ્વની સૌથી મોટી સુપર પાવર હતા. દુનિયાનો મોટા ભાગનો વ્યાપાર અને આર્થિક પ્રવૃત્તિઓ ભારત અને ચાઈના ની જોડેજ થતી હતી. 1800 વર્ષ સુધી એમજ ચાલતું હતું પરંતુ અચાનક 19 મી સદીમાં અમેરિકા પોતાનું વર્ચસ્વ દુનિયાને દેખાડવા માંડ્યું હતું. અને દુનિયાની GDP માં લગભગ 40% ભાગ ફક્ત અમેરિકા નોજ હતો.
અમેરિકા નો ઇતિહાસ
વર્ષ 1492 માં ઇટાલિયન સોધકર્તા christhopher colombus એ નોર્થ અમેરિકા ની જોડે કેટલાક ટાપુ ની સોધ કરી અને એના પછી યુરોપીયન્સ ને અમેરિકા વિષે ખબર પડી અને યુરોપીયન્સ દ્વારા અમેરિકા માં વસાહતીકરણ એટલેકે Colonisation ની શરૂઆત થઈ. એ સમયે અમેરિકા માં Red Indians રહેતા હતા જેમને Native Americans પણ કહેવાય છે. Spain એ સાઉથ અમેરિકા ને colonize કર્યું જેને આજે આપણે Latin America થી ઓળખીએ છીએ. અને આજ કારણોસર ત્યાં આજેપણ spanish ભાષા બોલવામાં આવે છે. Britain એ વર્ષ 1600 ની આસપાસ અમેરિકા માં પોતાની પ્રથમ કોલોની વસાવી અને france એ પણ ત્યાં Colonisation ની શરૂઆત કરીદીધી હતી. શરૂઆત માં britain, france અને spain આ ત્રણ મુખ્ય પાવર હતી જેમને અમેરિકામાં colonisation ની શરૂઆત કરી.
એ સમયે અમેરિકા ની અંદર રહેતા native Americans ની સંખ્યા લગભગ 90% સામાપ્ત થઈ ગઈ હતી. અને એની પાછળ નું મુખ્ય કારણ છે કે જ્યારે યુરોપીયન્સ અમેરિકા માં આવ્યા હતા ત્યારે એ તેમની સાથે અનેક બીમારીઓ જેવીકે smallpox (જેને આપણે શીતળા નો રોગ કહીએ છીએ) લાવ્યા હતા અને native Americans નું શરીર એ બીમારીને સહન કરી શકે એમ ન હતું.
4 july 1776 માં અમેરિકન ક્રાંતિકારીઓએ પોતાને બ્રિટિશ ના હૂકુમત માંથી સ્વતંત્ર જાહેર કરી દીધું અને અહિયાં જન્મ થાય છે એક નવા દેશ નો જેનું નામ રાખવામાં આવ્યું “ United States of America “
વાત કરીએ 1850 ની તો આ એ સમય હતો જેમાં british french અને spanish colonizer દુનિયા ના અનેક દેશ માં પોતાનું રાજ ચલાવતા હતા, તેમણે દુનિયાના કેટલાય દેશોની જમીન પોતાના નિયંત્રણ માં લઈ લીધી હતી. તમને ખબર જ હસે કે ભારત પણ એ સમયે british colony હતી. આ સમયે USA એ એક લોકતંત્ર દેશ બની ચૂક્યો હતો, અને એવામાં જ્યારે કોઈ એક દેશ વિચાર કરતો કે શું તેમને USA ની સાથે જોડાઈ જવું જોઈએ કે પછી તેમને britain, france, કે પછી spain જેવા દેશો ની રાજાશાહી માં જોડાઈ જવું જોઈએ, તો તે દેશો અમેરિકા એટલેકે USA સાથે જોડાવાનું પસંદ કરતાં, કારણકે તેમને પણ લોકતંત્ર ની આજાદી મળતી હતી અને લોકતંત્ર ના લીધે તેમનો માનવ અધિકાર પણ જળવાઈ રહેતો હતો. તો આજ કારણ લીધે illinois, florida અને ohio જેવા દેશોએ USA ની સાથે જોડવાનું પસંદ કર્યું.
1845 માં texas એ mexico થી આજાદી મેળવી પરંતુ mexico આજાદી પછી પણ texas ને હેરાન કરતો હતો તો texas એ પણ USA સાથે જોડાવાનું પસંદ કર્યું. એવીજ રીતે ધીમે ધીમે એક પછી એક રાજ્ય USA ની સાથે જોડાતા ગયા અને united states of America મોટું બનતું ગયું. દરેક રાજ્ય ને અમેરિકા માં જોડાવાના અલગ અલગ કારણો હતા પરંતુ અહી અમેરિકા નો પણ સ્વાર્થ હતો એપણ ઈછતો હતો કે વધારે ને વધારે રાજ્યો એની જોડે જોડાય અને એનું સામ્રાજ્ય મોટું થતું જાય. અને આજ કારણોસર અમેરિકા એ 1867 માં alaska ને રશિયા જોડેથી 7.2 million US Dollar માં ખરીધી લીધી.
Pacific ocean ની અંદર એક hawaii state છે જે અમેરિકાથી ઘણી દૂર છે પરંતુ અમેરિકા એ 12 aug 1898 માં kingdom of hawaii ને હટાવી ને તેને પણ USA માં જોડી દીધું. હવે આમતો અમેરિકા એ colonizer ના હતો પરંતુ એની પ્રવૃતિઓ colonizer જેવીજ હતી વર્ષ 1898 માં puerto rico,guam અને philippines ને પણ અમેરિકન president william mckinkey દ્વારા પડાવી લીધું હતં. USA એ 20 million US Dollars આપ્યા હતા philippines ને પોતાની અંદર સમાવેશ કરવા માટે. પરંતુ USA 1946 માં philippines ને સ્વતંત્ર કરી દીધું હતું.
તો વર્ષ 1900 સુધી USA બહુજ મોટું સામ્રાજ્ય બની ગયું હતું, ઘણા પ્રદેશો તેની સાથે જોડાઈ ગયા હતા. અને જેટલો મોટો દેશ હસે એટલીજ મોટી એની અર્થ વ્યવસ્થા હસે અને એટલીજ મોટી એની GDP પણ હસે. અને આજ કારણ છે કે આ સમયે વર્લ્ડ GDP માં અમેરિકા ને હિસ્સેદારી ખુબજ વધી ગઈ હતી.
વર્ષ 1900 થી લઈને વર્ષ 1950 સુધી દુનિયામાં 2 વખત વિશ્વ યુદ્ધ થાય પરંતુ આ વિશ્વ યુદ્ધ યુરોપ માં થયા હતા અને અમેરિકા આ યુદ્ધ માં ડાઇરેક્ટ ઇનવોલ્વ નતું થયું પરંતુ એને યુરોપ ના દેશો ને હથિયાર આપ્યા હતા, અને આ અમેરિકા ના પણ ઘણા સૈનિકો શાહિદ થયા હતા પરંતુ યુદ્ધ અમેરિકા ની ધરતી પર નતું થયું જેનો લાભ અમેરિકા ને થયો અને યુદ્ધ માં હથિયાર આપીને પણ અમેરિકા ને આર્થિક ફાયદો થયો હતો.
વિશ્વ યુદ્ધ ના સમયે યુરોપ ના દેશો ને લાગ્યું કે યુદ્ધના લીધે એમની કરન્સી નું કિમત ઘટી જસે કે પછી શૂન્ય થઈ જસે અને તેની કોઈ વેલ્યુ નઈ રહે એટલે એમણે પોતાની વેલ્યુ બચાવવા માટે US Dollars ખરીદી લીધા જેની કારણે US Dollars ની વેલ્યુ પણ વધી ગઈ અને વિશ્વ યુદ્ધ ના સમયે US Dollar એ એક stable કરન્સી હતી પૂરા વિશ્વ માં.
1944 માં જ્યારે 44 Allied Country ભેગી થઈ ત્યારે તેમણે નક્કી કર્યું કે એ લોકો તેમની કરન્સી ને Stable રાખવા પોતાની કરન્સી ને US Dollar જોડે લિન્ક કરી અને US Dollar નો ગોલ્ડ જોડે લિન્ક કરી અને પછી Allied Country વર્લ્ડ વાર-2 જીત્યું અને US Dollar પહેલી International Currency બની ગઈ. એની પછી International Monetary Fund અને United Nation ની સ્થાપના થઈ જેમાં અમેરિકા ની ભૂમિકા મુખ્ય હતી.
1950 પછી America અને Soviet Union બન્ને મુખ્ય સુપર પાવર બનીને નીકળી અને અહી શરૂઆત થઈ cold war ની. communism અને capitalism ના આ યુદ્ધ માં America અને Soviet Union બંને સામ સામે નતા લડ્યા પરંતુ આ બંને દેશોએ પોતાના વતી બીજા દેશોને લડાવ્યા, જેમાં અમેરિકાને લાગતું કે કોઈ દેશ પર Soviet Union નો પ્રભાવ વધી રહ્યો છે તો તે દેશ માં અમેરિકા opposition ને funding કરીને કે પછી બીજી કોઈ રીતે સરકાર બદલાવી નાખતું હતું. અમેરિકા એ direct કે indirect રીતે તાલિબાન જેવા ગ્રુપ ને પણ funding કર્યું હતું અને અહી જન્મ થાયો આતંકવાદ નો, અને આ રીતે બીજા દેશો પર અમેરિકા નો પ્રભાવ વધતો ગયો અને બીજા દેશોની પણ નિર્ભરતા અમેરિકા પર વધતી ગઈ અને અમેરિકા વધારે ને વધારે શક્તિશાળી બનતો ગયો.
આજ કારણો સાર આજે દુનિયાભરમાં 70 થી પણ વધારે દેશો માં, 800 થી પણ વધારે military base છે અમેરિકાના. એ cold war ના સમયે આ બધુ હાંસલ કરવામાટે અમેરિકા એ પોતાની military પર અસંખ્ય માત્રામાં ખર્ચ કર્યો અને એના લીધે અમેરિકાની military આજે વિશ્વમાં પ્રથમ સ્થાન પર છે.
1949 માં અમેરિકા એ યુરોપ ના દેશો સાથે મળીને nato ની સ્થાપના કરી soviet union ના પ્રભાવ ને રોકવા માટે.
અમેરિકા ની સફળતા ની પાછળ બીજું એક મુખ્ય કારણ હતું એની નીતિઓ. અમેરિકા ની નીતિઓ હંમેશા ટેલેન્ટ ને Attract કરે છે. સારા સારા ટેલેન્ટ વાળ immigrants ને અમેરિકા Attract કરે છે જેવાકે kalpana chawla, satya nadella, sundar pichai જેવા ઘણા ભારતીય અમેરિકા માં જઈને સફળ થયા છે. વધુમાં કહું તો albert einstein જે એક german છે જે અમેરિકા માં જઈને પ્રખ્યાત થયા. Elon mUSk એ એક south african છે અને એ પણ અમેરિકા આવ્યા પછી સફળ થયા છે. આવી રીતે અમેરિકા ની નીતિઓ talent અને innovation ને પ્રોત્સાહન આપે છે.
તો આમ અનેક કારણો અને નીતિઓ ના લીધે અમેરિકા આજે સુપર પાવર દેશ છે.