ગાંધીજી ની હત્યા સાથે જોડાયેલા રહસ્યો.

બિરલા ભવન

બિરલા ભવન જ્યાં રોજ સાંજે 5 વાગ્યે પ્રાથના સભા થતી હતી. આ સભામાં ગાંધીજી હમેશા હાજરી આપતા હતા. પરંતુ 30 January 1948 ના દિવસે ગાંધીજી સરદાર પટેલ ની જોડે બેઠક માં વ્યસ્ત હતા. ત્યારે અચાનક સવા પાંચ વાગ્યે ગાંધીજી ની નજર દિવાલ પર લાગેલી ઘડિયાળ પર જાય છે, અને તે પ્રાથના સભા માટે નીકળી જાય છે. તે પ્રાથના સભા પર પહોંચ તા હતા કે અચાનક એક માણસ તેમની સામે આવે છે, એને ગાંધીજી ને હાથ જોડ્યા, અને તેમને પગે લાગીને પ્રણામ પણ કર્યા, અને પછી એજ માણસે નાની બંધુક થી ગાંધીજી પર એક પછી એક ત્રણ ગોળી ચલાવી. ગાંધીજી પર ગોળી ચલાવનાર વ્યક્તિ નું નામ હતું નાથુરામ ગોડસે.

પ્રશ્ન એ છે કે નાથુરામ ગોડસે એ ગાંધીજી ને ગોળી કેમ મારી? ગાંધીજી ની મૃત્યુ અને 3 ગોળી જોડે જોડાયેલા દરેક મુદ્દાને આજે વિગતવાર જોઈશું.

નાથુરામ ગોડસે

સૌપ્રથમ વાત કરીએ ગાંધીજી ના હત્યારા ગોડસે ની, નાથુરામ ગોડસે નો જન્મ 19 May 1910 માં બારામતી માં થયો હતો. એ સંઘ ની વિચાર ધાર ધરાવતા હતા. તમને જણાવી દઉં કે ગોડસે ગાંધીજી ના વિચાર ને પણ અનુસરતા હતા એટલેકે ગોડસે ગાંધીવાદી હતા. એક સમય એવો પણ હતો જ્યારે સંઘ ની પ્રાથનામાં ગાંધીજી ના વિચારો ની વાત થતી હતી. પરંતુ પાછળથી નાથુરામ ગોડસે ગાંધીજી ના વિરોધી થઈ ગયા. એવું કેમ થયું તો એની પાછળ એક નઇ અનેક કારણો હતા.

ગાંધીજી માટે ગોડસેની વિચાર ધાર એક દિવસ માં નથી બદલાઈ. ગોડસે ને લાગતું હતું કે ગાંધીજી હિન્દુ વિરોધી હતા. એની સિવાય ગાંધીજી એ એવા ઘણા કામ કર્યા હતા જેનાથી ગોડસે સંમત નતા. ગાંધીજી વિષે ગોડસે ના વિચારો બદલાવાની શરૂઆત 1938 થી થઈ હતી જ્યારે ગોડસે એ ગાંધીજી ની જેમ હૈદરાબાદ માં હિન્દુ મહાસભા કાર્યકર્તા ના હિન્દુ વિરુદ્ધ ભેદભાવ કાર્યક્રમ ને સંભાળ્યો હતો જેમાં તેમને એક વર્ષ માટે કારાવાસ ની સજા પણ થઈ. અને ત્યારથી ગોડસે ગાંધીવાદ છોડી બિનસાંપ્રદાયિક  બની ગયા. ગોડસે ના દેશ માટે અલગજ વિચારો હતા, એમની પ્રમાણે કોઈપણ ને ધર્મ ના આધારે ખાસ અધિકારો ના મળવા જોઈએ. ત્યાર બાદ ગોડસે ના વિચારો ગાંધીજી ના વિચારો થઈ તદ્દન અલગ દેખાવા લાગ્યા.

જિન્ના અને ગાંધીજી

ગોડસે ના પ્રમાણે ગાંધીજી એ ઘણા નિર્ણયો માં વિચાર્યા વગર મુસ્લિમો ને ટેકો આપ્યો હતો એટલેકે ગાંધીજી વિચાર્યા વગર જ મુસ્લિમોનાં પક્ષ માં રહેતા હતા. ગોડસે ના કહેવાય પ્રમાણે ગાંધીજી ની સૌથી પહેલી ભૂલ હતી ખિલાફત આંદોલન નો સાથ આપવો. પરંતુ બધી બાજુથી સપોર્ટ કરવા છતા આ આંદોલન નિષ્ફળ ગયું. આટલુજનઇ પરંતુ ગાંધીજી એ જિન્ના ને પણ પૂરી છૂટ આપી દીધી હતી જે છૂટ નો મુસ્લિમ લીડરો એ ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. આ ખિલાફત આંદોલન ના લીધે દેશ માં વધારે માત્રા માં હુલ્લડ થયા, હિન્દુ મહિલાઓના બળાત્કાર પણ થયા, અને જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું.

partition of india

ગોડસે ના ગુસ્સા નું કારણ ભારત પાકિસ્તાન ના ભાગલા પણ હતા. વર્ષ 1928 માં જિન્ના એ ભારત થી સિંધ ને અલગ કરવાની માંગ કરી હતી, આ માંગ પર બોમ્બે પ્રેસિડેન્સી બેઠક માં ગાંધીજી એ વિચાર્યા વગર જ જિન્ના નું સમર્થન કર્યું હતું, અને એની અસર દેશ પર પડી અને દેશ માં ધાર્મિક દંગાઓ થયા.

Reserve bank of india

ગોડસે નું માનવું હતું કે ગાંધીજી એ દેશના ભાગલા તો પાડયા જ હતા પરંતુ reserve bank of india ના પણ ભાગ પાડયા હતા. દેશના પાર્ટીશન પહેલા રિજર્વ બઁક માં 375 કરોડ રૂપિયા હતા. જેમાંથી 75 કરોડ રૂપિયા પાકિસ્તાન ને આપવામાં આવ્યા હતા. 20 કરોડ તો પાર્ટીશન પહેલાજ આપી દીધા હતા, પાર્ટીશન પછી જમ્મુ કાશ્મીર, ગિલગિટ અને બલિસ્તાન માં પાકિસ્તાને કત્લેઆમ કર્યું હતું. પરિસ્થિતિ એવીથઈ ગઈ હતી કે જવાહરલાલ નેહરુ પણ પાકિસ્તાન ને 55 કરોડ રૂપિયા આપવાની વિરુદ્ધ માં આવી ગયા હતા. પરંતુ ગાંધીજી બધુંજ ભૂલીને પાકિસ્તાન ને 55 કરોડ આપવાની જીદ પર આવી ગયા હતા, અને એની માટે તેમણે ભૂખ હડતાળ પણ કરી હતી. અને એમની આ જીદ પર પાકિસ્તાન ને 55 કરોડ રૂપિયા આપવા પડ્યા.

ગાંધીજી round table conferance માં

ગોડસે એ ગાંધીજીને Round Table Conference માટે પણ દોશી બતાવ્યા હતા. વર્ષ 1931 માં થયેલા Round Table Conference ને બ્રિટિશ ગવર્નમેંટ દ્વારા આયોજિત કરાઇ હતી. આ સંમેલન કરાંચી માં થયું હતું, જ્યાં ગાંધીજી ભારત ની કોંગ્રેશ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરવા એકલા ગયા હતા. એટલે ત્યાં જેન કઈ પણ થયું એની માટે ફક્ત ગાંધીજી જવાબદાર હતા. ગોડસે નું માનવું હતું કે ગાંધીજી એ આ સંમેલન માં રાષ્ટ્રવાદ અને લોક હિત માટે કોઈપણ જાત ની ચર્ચા ના કરી, અને એનું કારણ હતું Ramsay Macdonald જેને કોમમુનલ એવોર્ડ આપવાનો હતો, અને આનલીધે ગાંધીજી એ રાષ્ટ્રવાદ ની વાત પણ ના કરી.

કેવી રીતે ગોડસે એ ગાંધીજી ની હત્યાનું કાવતરું ઘડ્યું

ગોડસે એ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવ જેવા ક્રાંતિકારી ની મૃત્યુ માટે પણ ગાંધીજી ને દોશી બતાવ્યા હતા. ગોડસે એ એમ પણ કહ્યું કે જ્યારે સુભાષ ચંદ્ર જીએ આ મુદ્દા પર ગાંધીજી ના શાંત રહેવા પર પ્રશ્નો કર્યા તો એ સમયે ગાંધીજી સુભાષ ચંદ્રજી ના વિરુદ્ધ થઈ ગયા હતા.

ગાંધી વધ કયો? book of gopal godse

ગોડસે ના ભાઈ ગોપાલ ગોડસેની પુસ્તક ‘ ગાંધી વધ કયો?’ માં ગાંધીજી ની હત્યા વિષે અનેક ખૂલસાઓ કરવામાં આવ્યા, જેમાં ગોડસે પોતે કોર્ટમાં ગાંધીજીની હત્યા ના કારણો બતાવ્યા હતા એનો ઉલ્લેખ છે. ગોપાલ ગોડસે ના અનુસાર ગોડસે ગાંધીજી નું ખૂબ સમ્માન કરતાં હતા. એમણે વીર સાવરકર અને ગાંધીજી ના લેખોને ખુબજ ગંભીરતાથી વાંચ્યા હતા. એમના કહેવાય અનુસાર ગાંધીજી ને વીર સાવર્કરે દેશ ની જનતા ના વિચારો પર સૌથી વધારે પ્રભાવ પડ્યો હતો.

બીજી વાત ગોડસે એ કહી હતી કે ગાંધીજી ને સમજી અને એમને અનુસરીને એમને એવું લાગ્યું કે એમનું પહેલું દાયિત્વ હિન્દુત્વ હિન્દુઓ માટે છે. એક દેશ ભક્ત અને દેશ ના નાગરિક પ્રમાણે 30 કરોડ હિન્દુઓ ની સ્વતંત્રતાની રક્ષા એજ પૂરા ભારત ની સેવ બરાબર છે. ગોડસે એ કોર્ટ ને કહ્યું કે 30 વર્ષ સુધી એમના વિચારો માં જોશ ભરતા ગાંધીજી એ જ્યારે મુસ્લિમો માટે ઉપવાસ કર્યા તો ત્યારે ગોડસે એ પરિણામ પર પહોંચ્યા, કે ગાંધીજી ના અસ્તિત્વ ને તરતજ સમાપ્ત કરવું પડસે.

gandhiji at south africa

ગોડસે કહેછે કે ગાંધીજી એ દક્ષિણ આફ્રિકા માં ભારતીય સમુદાય ના લોકોને પોતાનો અધિકાર અપાવાનું ખૂબજ સરસ કામ કર્યું હતું, પરંતુ ભારત આવ્યા પછી એમની માનસિકતા એવી બદલાઈ ગઈ કે શું સાચું છે અને શું ખોટું છે એનો નિર્ણય કરનાર એ પોતાને જજ માની બેઠા હતા. એટલેકે ગાંધીજી એવું ઈછતાં હતા કે જો દેશ ને તેમનું નેતૃત્વ જોઈએ તો એમની વાતનો વિરોધ ના થવો જોઈએ અને કોઈપણ એમની વાત ના ટાળે. અને જો દેશ તેમનું નેતૃત્વ સ્વીકાર નથી કરતો તો તે કોંગ્રેશ થી અલગ દિશા માં ચાલવા લાગસે.

establishment of pakistan

ગોડસે નો ગાંધીજી પર સૌથી મોટો આરોપ એ હતો કે ગાંધીજી એ પાકિસ્તાન ના નિર્માણ માં મદદ કરી હતી. ગોડસે કહે છે કે કોંગ્રેસ ના મુખ્ય નેતાઓ ગાંધીજી ની સહમતી થી દેશ ના ભાગ પાડવાનો નિર્ણય કરતાં હતા ત્યારે એ ભીષણ ક્રોધ થી ભરાતા હતા. વ્યક્તિગત રીતે કોઈ ની જોડે એમની કોઈપણ જાતની દુર્ભાવના નતી, પરંતુ એ કહે છે કે એ સમયની સરકાર નું એ સમ્માન નથી કરતાં. ગોડસે કહે છે કે એ સરકાર ની નીતિઓ મુસ્લિમોનાં પક્ષમાં છે. સરકાર ની નીતિઓ તટસ્થ નથી. અને એ નીતિઓ ફક્ત ગાંધીજી ના કહેવા પ્રમાણે નક્કી થતી હતી.

ગોડસે એ ગાંધીજી ને કેમ માર્યા એતો એમણે સ્પષ્ટ કહી દીધું પરંતુ એમને ગાંધીજીને 2 ગોળી મારી કે 3 ગોળી મારી એની પર આજે પણ વિવાદ થાય છે. ગાંધીજી ને 3 ગોળીઓ વાગી હતી જેમાંથી 2 ગોળી એમના શરીર ની આરપાર થઈ ગઈ હતી અને 1 ગોળી તેમના શરીરની અંદર ફસાઈ ગઈ હતી. ગોડસે એ પોતે સ્વીકાર કર્યું છે કે એ ગાંધીજી ને 2 ગોળી મારવાના હતા, તો પછી ત્રીજી ગોળી કોને મારી?

funeral of gandhiji

શું કોઈ એવું હતું કે જે ગાંધીજી ની હત્યા કરાવા માંગતુ હતું? આ રહસ્ય તો ઇતિહાસ ની સાથે દફન થઈ ગયું છે. પરંતુ કેટલાક ઇતિહાસકારો નું માનવું છે કે ગોડસે એ કોઈને બચાવવા માટે ત્રીજી ગોળી મારવાની વાત સ્વીકારી છે. ગાંધીજી ને લાગેલી ત્રીજી ગોળી ની હકીકત ગોડસે ની સિવાય કોઈ નથી જાણતું.

નાથુરામ ની આ સોચે તેમને ગાંધીજી ની હત્યા કરવા માટે ઉકસાવ્યા. લોકો નથુરામ ગોડસે વિશે શું વિચારે છે એ દરેકની અલગ અલગ સોચ પર નિર્ભર કરે છે.

Spread the love

One thought on “ગાંધીજી ની હત્યા સાથે જોડાયેલા રહસ્યો.

  1. Hello! Thіs is my 1st comment here so I just wanted to ցive
    a quіck shout out and say I trᥙly enjoy reɑding
    your articles. Can you suggest any other blogs/websіtes/forumѕ that go over the
    same subjectѕ? Thank you so mᥙch!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *