IPL Team પૈસા કઈ રીતે કમાય છે? Business Model of IPL

2022 માં જે કોઈ ટીમ IPL જીતશે એને 20 કરોડ રૂપિયા ઈનામ માં મળશે. આમતો સામાન્ય માણસ માટે આ રકમ બહુજ મોટી રકમ છે પરંતુ શું IPL ટીમ માટે આ રકમ ની વેલ્યુ એટલીજ મોટી છે? તમને જણાવી દઉં કે IPL ની સૌથી સસ્તી ટીમ રાજસ્થાન રોયલ જેની માર્કેટ વેલ્યુ ગયા વર્ષે 250 કરોડ રૂપિયા હતી. અને ચેન્નાઈ સુપર કિંગ જેવી ટીમ ની બ્રાન્ડ વેલ્યુ તો 2700 કરોડ રૂપિયા છે, તો એવામાં જીત ની રકમ 20 કરોડ રૂપિયાની વેલ્યુ આ IPL ટીમ માટે કેટલી હશે?

હકીકત ની વાત તો એ છે કે જે IPL તમે ટીવી પર જુવો છો એતો પૂરી ગેમ નો ફક્ત નાનકડો ભાગ છે અસલી પૈસા ની ગેમ તો અલગજ હોય છે.

ICL

IPL ની શરૂઆત ના લગભગ એક વર્ષ પહેલા ICL ની સ્થાપના થઈ હતી જેનું પૂરું નામ હતું Indian Cricket League. આની ખાસ વાત એ હતી કે એને એક પ્રાઇવેટ કંપની Zee Entertainment Enterprises દ્વારા શરૂ કરવામાં આવી હતી. ICL નો કોન્સેપ્ટ IPL જેવોજ હતો, જેમાં અલગ અલગ શહેર ની ટીમ હસે અને એટીમ ના પ્લેયરો હરાજી માં ખરીદાસે જેમ IPL માં ખરીદાય છે એવી રીતે. પરંતુ ICL ને BCCI એ માન્યતા ના આપી, અને ICC એ પણ માન્યતા ના આપી. ઘણા પ્લાયર્સ ICL માં રમવા માટે જતાં હતા તો BCCI અને ICC બંને આ વાત ની વિરુદ્ધ માં હતા. પ્લાયર્સ ને ICL માં જતા રોકવા માટે BCCI એ તેમની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ માં પ્લાયર્સ નો પગાર વધારી દીધો. અને એવી ચેતાવણી પણ આપી કે જે પ્લાયર્સ ICL માં રમશે, BCCI કાયમી ખાતે તેમની પર પ્રતિબંધ લગાવી દેશે. BCCI નતું ઇચ્છતું હતું કે કોઈ Cricket League ચાલે જે એના Control ની બહાર હોય.

Indian Premiere League IPL

13 September, 2007 માં BCCI એ પોતાની Cricket League Launch કરી IPL (Indian Premier League) નામ થી. એસમય ના BCCI ના વાઇસ પ્રેસિડેન્ટ હતા લલીત મોદી જેમના હાથ નીચે આ પૂરી ટુર્નામેન્ટ ગોઠવવામાં આવી હતી. એમણે  કહ્યું કે એમણે ICL થી કોઈ પ્રેરણા નથી લીધી આ વિચાર એમને બહુ પહેલાજ આવી ગયો હતો. આ વિચાર પહેલા ઘણો પ્રખ્યાત રહી ચૂક્યો છે જેમકે English Premier League ફૂટબોલ માટે અને NBA USA માં જે બાસ્કેટબોલ નું છે. April 2008 માં IPL ની પહેલી Season રમાઈ અને પ્લાયર્સ પર પ્રતિબંધ પણ લાગેલા હતા કે તેઓ ICL ના રમે એટલે ધીરે ધીરે ICL નો અંત આવી ગયો, અને 2009 માં ICL ની છેલી Season રમાઈ.

Elements of IPL

આબધું વાંચી ને તમે એટલું તો સમજી જ ગયા હશો કે BCCI એ પૂરા business model ની centre માં છે. IPL ની Governing Body આજે BCCI છે. પરંતુ જો ICL tournament જો ચાલી ગઈ હોત તો તેની Governing Body આજે Zee Entertainment હોત. તમને જાણીને આશ્ચર્ય થસે કે BCCI ને એક Private Entity માનવામાં આવે છે, કારણકે સરકારનો BCCI પર Directly કોઈજ Control નથી. ICC (International Cricket Council) BCCI ને એક માત્ર ભારતની Representative માને છે Cricket માટે, અને આજ કારણોસર BCCI ઈન્ડિયા માં ક્રિકેટ ને ચલાવે છે.

BCCI સિવાય ત્રણ બીજા મુખ્ય તત્વો છે IPL ના business model માં પહેલું Broadcaster, જે ટીવી ચેનલ પર તમે IPL જુવો છો, બીજું IPL Team જેની માલિકી Private Company કે પછી કોઈ Business man કે પછી કોઈ Celebrity ધરાવે છે, અને ત્રીજું Sponsors, જે Private Company Sponsor કરે છે IPL ને અને advertisement આપે છે. BCCI ચોથું તત્વ છે IPL Business Model માં જે IPL ની Governing Body છે.

Sources for income of IPL

BCCI ની Revenue ના મુખ્ય બે Source છે. 

SPONSORS અને BROADCASTER

Title Sponsors of IPL

પહેલો Source છે Sponsors. Sponsors માં પણ બે પ્રકાર ના હોય છે જેમાંથી પહેલું છે Title Sponsors. જ્યારે IPL શરૂ થઈ ત્યારે એને કહેવામાં આવતું હતું DLF IPL, એની પછી એને Pepsi IPL કહેવાતું હતું, એની પછી Vivo IPL અને હવે એને કહેવાય છે Tata IPL. તો અહિયાં IPL ના નામ ની પહેલા જે Brand Name વપરાય છે તેને Title Sponsor કહેવાય છે. આમ આ Brands બહુજ મોટી રકમ આપે છે Title Sponsor બનવા માટે. આ વર્ષ 2022 માં અનુમાન લગાવવામાં આવે છે કે Tata 330 કરોડ રૂપિયા ખર્ચ કરશે એક વર્ષ દરમિયાન. Title Sponsors જોડેથી જે પૈસા મળે છે BCCI એ પૈસા માંથી અડધી રકમ પોતે રાખે છે અને અડધી રકમ IPL ની જે Team હોય છે એના માલિકને મળે છે.

Official Sponsors of IPL

હવે વાત કરીએ IPL ના official Sponsors ની. જે બ્રાન્ડ IPL ની બીજી વસ્તુ ને Sponsor કરે છે તેને Official Sponsors કહે છે જેમકે CEAT TYRE એ Strategic Break ને Sponsor કરેલું છે, જેની માટે એમણે 30 કરોડ રૂપિયા આપ્યા છે Strategic time માં CEAT TYRE નું નામ લેવા માટે. CRED એ પૈસા આપ્યા છે Power play ના સમયે એનું નામ લેવા માટે જેમકે CRED Power Play. આવી રીતે બધી Brand માંથી BCCI ને કુલ 210 કરોડ મળે છે. અહિયાં ફરીથી BCCI આવકનો અડધો ભાગ પોતે રાખે છે અને અડધો ભાગ Team ના Owner ને મળે છે.

Rights to Broadcaster

BCCI ની આવકનું બીજું મુખ્ય Source છે Broadcaster ને Rights વેચવા. દરેક tv Chanel એવું ઈચ્છે છે કે IPL એમની TV CHANEL પર પ્રસારિત થાય જેનાથી એને વધારે દર્શકો મળે અને એ ટીવી ચેનલ વધારે Advertisement ના પૈસા કમાઈ શકે. BCCI આ Rights આપે છે Broadcaster ને પૈસા ના Exchange માં. IPL ના પહેલા દસ વર્ષ દરમિયાન આ Rights SONY ના જોડે હતા. 2008 થી લઈને 2017 સુધી SONY TV એ 8200 કરોડ રૂપીઆ ખર્ચ કર્યા હતા. અને 2018 ના Star Sports એ આ Rights ખરીધી લીધા પાંચ વર્ષ માટે જેની કિમત હતી 16400 કરોડ રૂપીઆ.

અહિયાં પણ આવકનો અડધો ભાગ BCCI પોતે રાખે છે અને અડધો ભાગ Team ના Owner ને આપે છે.

Sources for income of IPL

હવે જો Broadcaster ની બાજુ થઈ જોઈએ તો જે 16400 કરોડ રૂપિયા તે ખર્ચે છે તો તે પૈસા નું શું થાય છે. તો તમને બતાવી દઉં કે એ પૈસા ફરીથી વસૂલ પણ કરે છે અને એની પર નફો પણ કમાય છે. કારણકે જો Star Sports પર 2022 માં IPL ની મેચ દરમિયાન જો તમારે Advertisement આપવી હોય તો તમારે 14,50,000 રૂપિયા આપવા પડસે એપણ ફક્ત 10 સેકન્ડ માટે. તો આવી રીતે આ પૂરા પ્રોસેસ માં TV CHANEL પણ પૈસા કમાય છે.

IPL Team Owners

હવે જોઈએ કે એક IPL Team કઈ રીતે પૈસા કમાય છે. IPL Team ની માલિકી કોઈ Private Company, કે પછી Private Individual ધરાવે છે જે મોટા મોટા Businessman કે પછી કોઈ Celebrity હોય છે જેલોકો આ IPLTeam ને ખરીદે છે. એક IPL Team ને ખરીદ્યા પછી ઘણી વસ્તુઓ પાછળ પૈસા ખર્ચવા પડે છે. Players ને ખરીદતી વખતે તેમની Salary આપવા માટે પૈસા ખર્ચવા પડે છે, players ના Transportation માટે એમની Training માટે જે કોઈ ખર્ચ થાય છે આ બધો ખર્ચ IPL Team કરે છે. એક IPL Team નો અંદાજિત ખર્ચ 200 કરોડ આંકવામાં આવ્યો છે.

હવે તમે વિચારો કે જીતવા વાળી Team ને મળસે 20 કરોડ રૂપિયા અને સામે એક Team નો Average ખર્ચ છે 200 કરોડ, તો શું players જીતની રકમ માટે રમે છે? આનો જવાબ પણ તમને મળી જશે.

IPL Team ની એક આવક તો તમને બતાવી કે BCCI ને જે પૈસા મળે છે Sponsorship માંથી અને Broadcaster જોડેથી તેમાંથી અડધા પૈસા BCCI આ Team ને આપે છે. પરંતુ એની સિવાય પણ IPL Team પૈસા કમાય છે.

IPL Outfit with Brand Logo

IPL Team ની આવકનો પણ Main Source છે Sponsors. એવી Brands જે Team ની T-shirt પર પોતાનો LOGO મુકાવે છે. એક IPL outfit પર આશરે 10 Brands ના LOGO હોય છે. તો આ Brands અહી IPL Team ને પૈસા આપે છે પોતાની Branding કરાવવા માટે. સ્ટેડિયમ માં જ્યારે તમે મેચ જોવા જાઓ છો તો તેની Tickets માંથી જે પૈસા આવે છે તેમાંથી 80% રકમ IPL Team ને મળે છે. 

official merchandise of IPL team

આની સિવાય Merchandise દ્વારા પણ IPL Team પૈસા કમાય છે. IPL Merchandise ઘણા પ્રકાર ની હોઇ શકે છે જેવીકે t-shirt, Keychain, Cap, Mobile Cover જેવી ઘણી વસ્તુઓ હોઈ શકે છે. અને છેલ્લે જીત ની રકમ તો મલેજ છે. જે કોઈ ટીમ IPL 2022 જીતશે તેને 20 કરોડ રૂપિયા મળશે, અને સામે જે Runner-up Team હસે તેને 13 કરોડ રૂપિયા મળશે. જે ટીમ Qualifier 2 હારશે એને પણ 7 કરોડ રૂપિયા મળશે, અને જે ટીમ Eliminator હારશે એને પણ 6.5 કરોડ રૂપિયા મળશે.

તમને જણાવી દઉં કે આ જે જીતની રકમ છે એમાંથી અડધી રકમ ટીમ ના માલિક ને મળે છે અને બાકીની અડધી રકમ ટીમ ના Players માં સરખા ભાગે વહેંચી નાખવામાં આવે છે.

જો તમે Players ની બાજુ થી જોઈએ તો ફક્ત રમવા માટે IPL નથી રમતા, પરંતુ દરેક Player ની એક અલગ Brand Value હોય છે. અને જ્યારે હરાજી થાય છે ત્યારે વધારે Famous Player ને વધારે પૈસા મળે છે.

હવે આ પૂરા IPL Business Model ને એક IPL Team ના Perspective થી જોઈએ તો તમને આગળ બતાવ્યું કે જીત ની રકમ ફક્ત 20 કરોડ રૂપિયા છે. અને એક IPL Team નો અંદાજિત ખર્ચ 200 કરોડ રૂપિયા છે તો Team ના માલિકો કેમ Team ખરીદે છે અને એ એવું કેમ ઈચ્છે છે કે એમની ટીમ IPL જીતે. તો તમને બતાવી દઉં કે અહિયાં મહત્વ છે ટીમ ની Brand Value ની. આજ ના સમય માં એક IPL ટીમ ની Brand Value 2000 કરોડ થી પણ ઉપર જવા લાગી છે. તો હવે તમને ખબર પડી કે એક IPL ટીમ ફક્ત 20 કરોડ રૂપિયા માટે મેચ નથી જીતતી પરંતુ મેચ જિતવાથી તેમની Brand Value વધે છે અને વધારે લોકો એ ટીમ ને સપોર્ટ કર્સે અને એની લીધે એમની તેમ ની Popularity વધશે અને આ કારણથી Sponsors પણ એ ટીમ ને વધારે મળશે. અને જે ટીમ ની Brand Value અને Popularity વધારે હસે એ ટીમ ને sponsors પણ વધારે પૈસા આપસે પોતાની બ્રાન્ડ ને promote કરવા માટે.

અહી ઘણી ટીમ પોતાનો stake કોઈ private company ને વેચી દે છે જેમકે CSK નો 6.04% Stake LIC પાસે છે. Rajasthan Royals એ પોતાનો 15% Stake RedBird Capital Partners વેચ્યો છે.

તો આ રીતે IPL નું Business Model કામ કરે છે.

Spread the love

One thought on “IPL Team પૈસા કઈ રીતે કમાય છે? Business Model of IPL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *