આજ ના સમય માં મોબાઈલ ફોન તો દરેક ની જોડે હોયજ છે અને એના વગર ચાલે એમ પણ નથી. સાચું કહું તો આજના સમય માં મોબાઈલ ફોન એ આપણા જીવન નો એક જરૂરી ભાગ બની ગયો છે.
દરેક વ્યક્તિ પોતાના મોબાઈલ ફોન માં લોકોના ફોન નંબર તો રાખેજ છે પરંતુ તેની સાથે સાથે એમ જરૂરી માહિતી પણ રાખે છે, જેમકે પર્સનલ ડેટા તેમજ ઓફિસ ના ડેટા અને અમુક વખત તો confidential ડેટા પણ હોય છે. અને જ્યારે આ માહિતી થી ભરેલો તમારો મોબાઈલ ફોન ખોવાઈ જાય કે પછી ચોરાઇ જાય તો એ સમયે તમારો જીવ અધર થઈ જાય છે. કારણ કે જો કોઈ ખાનગી માહિતી બીજાને ખબર પડી જાય તો તે વ્યક્તિને આર્થિક તેમજ સામાજિક નુકશાન પણ થઈ શકે છે.
જ્યારે તમારો મોબાઈલ ફોન ખોવાઈ જાય તેવા સંજોગોમાં તમારે શું કરવું જોઈએ એ જાણી લો.
સૌથી પહેલા તો તમારે Google માં જઈને Find My Device ની સુવિધાનો ઉપયોગ કરીને તમારા ફોન ની location ચેક કરવી જોઈએ તેમજ એ ફોન ને રિંગ મોડ ના નાખીને તમારા ફોન માં રિંગ વગાડવી જોઈએ (Ring My Phone function એ silent મોડ માં પણ કામ કરે છે) અને સાથે સાથે તમારા ફોન માં એક મેસેજ જેમાં તમારું નામ અને ફોન નંબર લખેલો હોય એ Display કરવો જોઈએ. આમ કરવાથી જો તમારો ફોન તમારી નજીક માં ક્યાંય ખોવાયેલો હસે અને કોઈક ને મળે તો એ તમને સંપર્ક કરીને તમને પરત આપી શકસે. અને રિંગ વાગવાથી તમારો ફોન સાઇલેંટ મોડ માં હસે તોપણ તમને એની રિંગ વાગશે.
જો Google Find My Device થી પણ તમને તમારો ફોન નથી મળતો તો તેવા સંજોગો માં તમારે તમારા ફોન નો કોઈ દુરુપયોગ ના કરે તેની માટે એક પોલીસ કમ્પ્લેંટ પણ કરવી જોઈએ.
ખોવાયેલા તેમજ ચોરી થયેલા મોબાઈલ ફોન માટે સરકારે એક પોર્ટલ પણ લોન્ચ કરેલું છે જેની પર જઈને તમે તમારા ફોન ના IMEI નંબર ને બ્લોક કરી શકો છો. એક વાર આ IMEI નંબર બ્લોક થઈ જસે પછી ચોર ચોરી કરેલા ફોન નો ઉપયોગ નઇ કરી શકે.
Central Equipment Identity Register (CEIR)
સરકાર ની આ સુવિધા નો ઉપયોગ કરવા માટે તમારે Central Equipment Identity Register (CEIR) ના પોર્ટલ પર જઈને તમે તમારા ફોન ને Block કરી શકો છો જેથી કરીને કોઈપણ વ્યક્તિ તમારા ચોરાયેલાં કે પછી ખોવાયેલા ફોન નો ઉપયોગ નઇ કરી શકે.
જો તમને તમારો ખોવાયેલો ફોન પરત મળી જાય છે તો તેવા સંજોગોમાં તમે તમારા ફોન ને Un-block પણ કરી શકો છો.
સરકારે આ પોર્ટલ પર Know Your Mobile (KYM) નામની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે જેમાં તમે કોઈપણ મોબાઈલ ના IMEI નંબર ની માહિતી મેળવી શકો છો, જેવીકે જે મોબાઈલ તમે લઈ રહ્યા છો તેનો IMEI નંબર Block-Listed, કે પછી Duplicate છે કે નથી, જેવી માહિતી મેળવી શકો છો.
સરકારે અહિયાં સ્પષ્ટ સબ્દોમાં જણાવ્યું છે કે જેકોઈ IMEI નંબર નું Status Block-listed, Duplicate કે પછી Already in use હોય એ પ્રકાર ના ફોન લેવા નઇ.
આ માહિતી તમે 3 પ્રકારે મેળવી શકો છો
- SMS દ્વારા
Sms દ્વારા માહિતી મેળવવા માટે તમારે KYM <15 digit IMEI number> લખીને 14422 પર SMS કરવાનો રહેશે.
- KYM app દ્વારા
Kym application દ્વારા માહિતી મેળવવા માટે તમારે download પર click કરીને તમે આ application download કરી શકો છો. આ application android તેમજ ios માટે ઉપલબ્ધ છે.
- Web Portal દ્વારા
Web portal દ્વારા માહિતી મેળવવા માટે અહિયાં Click કરો.