જેલ ની અંદર નું જીવન કેવું હશે તેને લઈને તમારા મનમા ઘણા બધા પ્રશ્નો હશે જેવાકે
જેલ ની અંદર જમવાનું કેવું અને કેટલી વખત મળતું હશે?
શું બહાર થી જમવાનું લઇ જવાની પરવાનગી મળતી હશે?
કે પછી શું જેલ ની અંદર એક દિવસ 24 કલ્લાક ની જગ્યાએ 12 કલ્લાક નો જ હોય છે?
તમારા આ દરેક પ્રશ્નો નો જવાબ અમે તમને આપીશું.
તમને જણાવી દઈએ કે જેલ એ રાજ્ય સરકાર ની અંદર રહીને કામ કરે છે અને જેલ ની પુલીસ હોય છે એ સામાન્ય પોલીસ કરતા અલગ હોય છે. એનો પૂરો વહીવટ અલગ હોય છે જે જેલ દ્વારા થાય છે. જેલ ની પોલીસ મોટાભાગે જેલની બહાર જ હોય છે જેલ ની અંદર પોલીસ બહુજ ઓછી માત્રા મા હોય છે અને જેલ ની અંદર નું બધું કામ કેદીઓ દ્વારા જ કરવામાં આવે છે.
જેલ ની અંદર જ્યારે કોઈ કેદી જાય છે તો શરૂઆત મા તેમને નંબર આપવામાં આવતો નથી. પરંતુ જેવી તેની સજા નક્કી થઈ જાય છે પછી તેને નંબર આપવામાં આવે છે. જ્યારે કોઈ કેદી ની સજા ટૂંક સમય ની હોય છે એટલે કે 10 કે 15 દિવસ ની તો તેવા કેદી ને નંબર નથી આપવામાં આવતો. જેલ ની અંદર અલગ અલગ વિભાગ પાડવામાં આવેલા હોય છે, જેમાં કેદીઓને તેમની સજાના સમય ગાળા અને કેદી કેટલો ખતરનાક છે તે પ્રમાણે તે કેદીને અલગ અલગ વિભાગ માં વહેંચવામાં આવે છે.
જેલની અંદર કેદીને 2 ટાઈમ જમવાનું અને 1 ટાઈમ નાસ્તો આપવામાં આવે છે.
જેલની અંદર કેદી ને સવારે 7 વાગે નાસ્તો મળી જાય છે જેમાં ચાય ફરજિયાત હોય છે અને એની સાથે બિસ્કિટ, ચણા, કે પછી બ્રેડ પણ હોય છે.
બપોર નું જમવાનું 11 થી 12 વાગ્યા સુધીમાં તૈયાર થઈ જાય છે જેમાં રોટલી, ભાત, દાળ, અને શાક હોય છે.
રાત્રી નું જમવાનું 5 વાગ્યા સુધી તૈયાર થઈ જાય છે જેમા રોટલી અને શાક હોય છે. તમને જણાવી દઈએ કે રાત્રી ના ભોજન મા કેદીઓ ને જમવામાં ભાત નથી આપવામાં આવતું.
જેલ ની અંદર કેદી પર થતો ખર્ચ દરેક રાજ્ય મા અલગ અલગ હોય છે, પરંતુ કહેવાય છે કે સરકાર એક દિવસ મા એક કેદી પર સરેરાશ 52 રૂપિયા નો ખર્ચ કરે છે.
જેલ ની અંદર કેદીઓ બહારથી પોતાના પરિવાર ના લોકો જોડે પણ જમવાનું મંગાવી શકે છે જે સિક્યુરિટી ચેક કરીને જ અંદર જવા દે છે. પરંતુ કેદી રોજ રોજ બહારથી જમવાનું નથી મંગાવી શકતો. અને બહારથી જમવાનું મંગાવવા માટે જેલરની અગાઉથી મંજૂરી પણ લેવી પડે છે.
જેલ ની અંદર કેદીઓ માટે અલગ કેન્ટીન પણ હોય છે જેમાંથી કેદી પોતાની જરૂરિયાત ની વસ્તુઓ ત્યાંથી ખરીદી શકે છે.
જેલ ની અંદર વસ્તુઓ ખરીદવા માતે કેદીને પૈસા ની જરૂર પડે છે પરંતુ જેલ ની અંદર ભારત ના રૂપિયા નથી કામ આવતા ત્યાં એક અલગ જ કુપન ચાલે છે જે એક કરન્સી નું કામ કરે છે.
રોકડા રૂપિયા નો ચોરાઈ જવાનો ખુબજ ખતરો હોય છે એટલે એનાથી બચવા માટે કેદી ના રૂપિયાને તે કેદીના એક યુનિક કોડ વાળી કુપન માં કન્વર્ટ કારીદેવામાં આવે છે. જે કુપન થી એજ કેદી જેલની અંદર તેની જરૂરિયાત ની વસ્તુઓ ખરીદી શકે છે.
હવે તમે વિચારતા હસો કે જેલ ની અંદર કેદી જોડે રૂપિયા ક્યાંથી આવે છે? તો તમને જણાવી દઈએ કે કેદી જેલની અંદર કામ કરે છે જેનો તેને પગાર મળે છે જે દિવસનો 20 રૂપિયા હોય છે એટલેકે મહિનાનો લગભગ 600 રૂપિયા.
જેલ ની અંદર કુપન માટે પણ અલગ નિયમ છે કોઈ એક કેદી તેની જોડે 2000 રૂપિયાથી વધારે કિમત ની કુપન તેની જોડે નથી રાખી શકતો. જો કોઈ કેદી 2000 થી વધારે કિમત ની કુપન સાથે પકડાય તો તેની કુપન જપ્ત કરી દેવામાં આવે છે અને તેની સજા પણ વધારી દેવામાં આવે છે.
જેલ ની અંદર ચાલતી કુપન કરન્સી અલગ અલગ વેલ્યુ ની હોય છે જેવી કે 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા ની કુપન.
જેલ ની અંદર કેદીને તેના પરિવાર ના લોકો તેમજ તેના ઓળખીતાઓને મળવાની છૂટ હોય છે. પરંતુ કેદીને મળવા માટે તમારી જોડે કેદી ની બેઝિક માહિતી હોવી જોઈએ જેવી કે કેદીનું પૂરું નામ તેના પિતાનું નામ અને તે કઈ જેલમાં છે એની વિગત. કેદીને માળવામાટે તમે ઓનલાઇન ફોર્મ પણ ભરી શકો છો.
કેદીને મળવા માટે નો સમય સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધીનો હોય છે. કેદીને મળવા આવેલા લોકો તેને જમવાનુ અને જરૂરિયાત ની વસ્તુઓ તેમજ રૂપિયા પણ આપી શકે છે જે સિક્યુરીટી ચેકીંગ પછીજ અંદર આપવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે કેદીને રોજ રોજ મળવાની પરમીશન નથી હોતી, કોઈ એક કેદી અઠવાડિયામા ફક્ત 3 વખત જ મળી શકે છે, અને કોઈ કોઈ કેદીને તો અઠવાડિયામા ફક્ત એક જ વખત મળવા ની છૂટ આપવામા આવે છે અને સંપૂર્ણપણે નિર્ભર કરે છે કે કેદી કેટલો ખતરનાક છે અને તેની સજા કેવી છે.
જેલની અંદર કેદીઓને ભણવા માટે પુસ્તકાલય પણ હોય છે. કેદી ત્યાં જઈને તેમની સ્ટડી પુરી કરી શકે છે અને IGNOU દ્વારા તેમને સર્ટીફીકેટ પણ આપવામાં આવે છે.
જેલની અંદર દરેક કેદીને કામ કરવું પડે છે, જેમાં સાફસફાઈ, જમવાનું બનાવવાનું, તેમજ ખેતી પણ કરવામાં આવે છે. અમુક જેલ મા તો ફેક્ટરી નું કામ પણ કરવામાં આવે છે જેવું કે ગુલાલ બનાવવાનું. પરંતુ આ કામ એને સોંપવામાં આવે છે જેને કોર્ટે સજા સંભળાવી દીધી છે.
જેલની અંદર લગભગ દરેક કેદી ને કામ કરવું પડે છે, જો કોઈ કેદી કામ ના કરે તો બદલામા તે કેદીજોડેથી પૈસા વસુલ કરવામાં આવે છે, કેદી જોડેથી વસુલ કરવામા આવતી રકમ જેલ પ્રમાણે અલગ અલગ હોય છે.
કેટલાક લોકો ને એવું લાગે છે કે જેલની અંદર એક દિવસ 12 કલ્લાક નોજ ગણાય છે. પરંતુ આ વાત ખોટી છે જેલ મા પણ એક દિવસ 24 કલ્લાક નોજ હોય છે. એટલેકે કોઈને 10 વર્ષ ની સજા થાય તો તે 10 વર્ષ પછીજ બહાર નીકળશે.
એક બીજી પણ અફવા છે કે ઉમર કેદ માં કેદી 14 વર્ષ માં છૂટી જાય છે. પરંતુ આ વાત ખોટી છે. ઉમર કેદ મતલબ કેદીને પુરી જિંદગી જેલમાજ રહેવું પડે છે. પરંતુ જો જજ કોઈ કેદીને ઉમર કેદ ની સજા આપે તો આપણા સંવિધાન માં લખેલું છે કે આર્ટિકલ 72 પ્રમાણે રાષ્ટ્રપતિ અને આર્ટિકલ 161 પ્રમાણે રાજ્યપાલ, કેદીની સજા ના 14 વર્ષ પછી એ કેદીની સજા ને માફ કરી શકે છે.
તો 14 વર્ષ નો મતલબ અહીં એમ થાય છે કે ઉમર કેદ 14 વર્ષ ની નથી હોતી તે તો આજીવન હોય છે પરંતુ 14 વર્ષ પછી રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ એ સજા ને માફ કરી શકે છે. અને તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ ઉમર કેદ ને 14 વર્ષ પહેલાં માફ નથી કરી શકતા.