જ્યારે પણ કોઈ જહાજ ની ડૂબવાની વાત આવે છે ત્યારે આપના મન માં સૌથી પહેલા Titanic જહાજ આવે છે. 14 April 1912 ના Titanic ડૂબ્યું હતું, એ વાત અલગ છે કે Titanic ના સમય માં Technology એટલી બધી ના હતી. પરંતુ Technology ના સમય માં પણ જહાજો તો ડૂબેજ છે, અને આવુજ કઈક થયું 2012 માં Costa Concordia ની સાથે. આ ઘટના પર ઘણા પ્રશ્નો થયા હતા, જેમ કે Titanic થઈ પણ મોટું અને Latest Technology વાળું આ જહાજ ડૂબ્યું કઈ રીતે.
13 January 2012 રાત્રે 9:45 વાગ્યે એ સમય છે જ્યારે આ વિશાળ જહાજ પાણી માં ડૂબી ગયું હતું. 32 લોકોએ આ દુર્ઘટના માં પોતાની જીવ ગુમાવ્યો હતો, અને હજારો લોકો માટે આ ઘટના ભૂલવી શક્ય નથી. Costa Concordia ને 2004 માં Italy ની કંપની Fincantieri Sestri એ બનાવ્યું હતું. આ વિશાળ જહાજ ને બનવા માટે 2 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. Titanic 880 ft લાંબુ અને 92.5 ft પહોળું હતું જેનું વજન લગભગ 46000 ટન હતું. અને જો વાત કરી Costa Concordia ની તો તેની લંબાઈ 951 ft અને પહોળાઈ 116 ft અને વજન લગભગ 112000 ટન જેટલું હતું. Engine ની કાર્ય ક્ષમતા માં પણ Costa Concordia એ Titanic થી આગળ છે, Titanic ની અંદર 2 Engine લાગેલા હતા જ્યારે Costa Concordia ની અંદર 6 Engine લાગેલા હતા. Titanic માં Steam Engine લાગેલું હતું જ્યારે Costa Concordia માં Diesel Engine લાગેલું હતું. Titanic ની અંદર 3547 Guest ની capacity હતી જ્યારે Costa Concordia માં 4890 Guest ની capacity હતી. રૂમ ની વાત કરીએ તો Titanic ની અંદર 840 રૂમ હતા જ્યારે Costa Concordia ની અંદર 1502 રૂમ હતા.
અત્યાર સુધી લોકો એમ વિચારતા હતા કે Titanic એક માત્ર ડૂબવા વાળું Ship હતું જે સૌથી મોટું અને સૌથી Luxurious હતું. પરંતુ Costa Concordia Titanic કરતાં અધિક Luxurious બનાવવામાં આવ્યું હતું. આમા 55 કેબિન, 5 Restaurants, 13 Bar and Lounges, 40 cinemas, 5 Jacuzzis, અને 4 Swimming Pools હતા. આટલુજ નહીં Costa Concordia માં Grand Prix Simulator પણ હતું. આટલું બધુ જોઈને તમે સમજી ગયા હસો કે આમા વૈભવ વિલાશ ની દરેક વસ્તુઓ ઉપલબ્ધ હતી એક સામાન્ય માણસ આ સુવિધાઓ ને afford કરી સકે એમ ન હતું. કિંમત આશરે 1,25,000 રૂપિયા છે.
Costa Concordia ની ટિકિટ ની વાત કરીએ તો Costa Concordia તો અત્યારે ડૂબી ગયું છે પરંતુ તેનાં જેવુ જહાજ જેનું નામ Costa Florence, જેની Internal ટિકિટ રૂપિયા 96,829 અને External ટિકિટ ની કિમત રૂપિયા 1,11,375 છે. સૌથી મોંઘી કિમત તેની બાલ્કની છે જેની કિંમત આશરે 1,25,000 રૂપિયા છે.
બધા જાણે છે કે Titanic એક Ice Berg થી અથડાઈને ડૂબ્યું હતું, પરંતુ Costa Concordia ને માત્ર એક પત્થરએ પલટી નાખ્યું હતું. હવે તમે વિચારસો કે સમુદ્રની વચ્ચે પત્થર આવ્યો ક્યાંથી. તો તમને જણાવી દઉં કે Costa Concordia ઊંડા પાણી માં નઇ પરંતુ છીછરા પાણી માં ડૂબ્યું હતું. 13 January 2012 ની રાતે Costa Concordia એક સમુદ્રી ચટ્ટાન સાથે અથડવાથી પલટી ગયું હતું. જ્યારે આ જહાજ પત્થર થી અથડાયું ત્યારે એની અંદર 53 મીટર નું કાણું પડી ગયું હતુ. લોકો વિચારે છે કે આટલું વિશાળ જહાજ છીછરા પાણી માં કઈરીતે ડૂબ્યું? તો તમને જણાવી દઈએ કે કોઈપણ જહાજ ની પૂરી જવાબદારી તેનાં Captain પર હોય છે, જેમ Titanic ના Captain Edward Smith એ Titanic સાથેજ જળ સમાધિ લીધી હતી અને જહાજ નીચે જતા સમયે તેમની વીરતા અને મુસાફરો પ્રત્યેના સમર્પણ માટે તે આદરણીય છે, પરંતુ Costa Concordia ના કેસ માં આવું નતુ થયુ. Costa Concordia જ્યારે પાણીમાં ડૂબ્યું ત્યારે સૌથી પહેલા જહાજ ને છોડીને ભાગનાર વ્યક્તિ Costa Concordia ના Captain Frank Schettino હતા.
13 January 2012 ની રાત્રિએ 9:45 વાગ્યે Costa Concordia એક પત્થર જોડે ટકરાયુ અને ટકરાવાથી જહાજ ની અંદર 53 મીટર મોટું કાણુ પડી જાય છે, અને એનાથી સમુદ્રનું પાણી જહાજ ની અંદર ભરાવા લાગે છે. અને પાણી અંદર જવાથી જહાજનો power supply અટકી જાય છે. રાત્રે 10:45 સમય સુધી Authority ને આ બનાવ વિષે ખબર જ ના હતી. આટલુજ નઇ Evacuation માટે માં Order પણ બહુ મોડા આપવામાં આવે છે.
આ પૂરા બનાવ ની જવાબદારી Costa Concordia ના Captain પર જાય છે. Captain Frank Schettino પર આરોપ છે કે આ જાહજ એના Captain ની બેદરકારી લીધે ડૂબ્યું. Captain Frank Schettino જે ઘણી વાર આ રુટ થી ગયા હતા એટલે તેમણે confidence માં આવીને જહાજ ને નિર્ધારિત રુટ થી હટાવીને જહાજ ને કિનારા થી આગળ લઈ જવાનું નક્કી કરે છે. પરંતુ કિનારા ની વધારે નજીક જવાથી જહાજ એક પત્થર જોડે ટકરાઇ જાય છે. બીજો પ્રશ્ન એ છે કે શું તેમને રડાર માં આ વાત ની જાણ ના થઈ? તો તમને જણાવી દઉં કે Captain એ Navigation System બંધ કરી દીધું હતું. અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ જહાજ માં કોઈ સમસ્યા આવે ત્યારે જહાજ ના Captain સૌથી છેલ્લે નીકળે છે, પરંતુ Costa Concordia ના કેસ માં Captain સૌથી પહેલા જહાજ છોડીદે છે અને જહાજ મા Captain ના હોવાથી crew ને Evacuation ના Order પણ સમય પર નથી મળતા. મુસાફરોને બચાવવા માટે લાઇફ બોટ ની સાથે સાથે Italian Navy અને Air Force ના Helicopters પણ ઉપયોગ માં લેવાય છે, અને Evacuation અને Rescue Operation ચલાવામાં આવે છે.