પ્રાચીન ઇતિહાસ ની સૌથી દર્દનાક સજાઓ | The most painful punishments of ancient history

દરેક વ્યક્તિને ખબર છે કે ખોટું કામ કરવાથી સજા મળે છે. જે દેશ માં રહીએ છીએ એ દેશની અદાલત એ દેશ માં અપરાધ કરવા માટે સજા આપે છે, અને જેમ જેમ સમય વિત્યો છે તેમ તેમ દરેક દેશ ની સજા માં પણ સુધાર થયો છે. અમુક દેશ માતો ફાંસી ની સજા પણ નીકળી ગઈ છે.

પ્રાચીન સમય માં માફી નો મતલબ લોકો ને કદાચ ખબર જ નતો. પ્રાચીન સમય ની સજાઓ ખૂબજ ક્રૂર હતી. સજા મળેલ અપરાધી તડપી તડપી ને મરતો હતો. પરંતુ હવેના સમય માં એ બધી ક્રૂર સજાઓ પર પ્રતિબંધ લાગી ગયો છે. પરંતુ શું તમને ખબર છે કે પ્રાચીન સમય માં વ્યક્તિઓને કેવી કેવી સજા ઑ મળતી હતી?

1. Iron Maiden Punishment

1) Iron Maiden Punishment

આ સજામાં મનુષ્ય ના આકાર નું લોખંડ નું એક કવચ હોય છે અને એ કવચ ની અંદર ચારે બાજુ લોખંડ ના અણીદાર  ખીલા ઑ લાગેલા હોય છે. અને એ કવચ ની અંદર અપરાધી ને પુરીને દરવાજો બંધ કરવામાં આવે છે અને જેમ જેમ દરવાજો બંધ થાય છે એમ એમ એ અણીદાર ખીલાઑ અપરાધીના શરીર માં ઘૂસી જાય છે અને એ અપરાધી તડપી તડપીને મારી જાય છે. હવે વિચારવા જેવુ એ છે કે જ્યારે કોઈ કાંટો વાગે છે ત્યારેપણ દુખે છે તો જ્યારે શરીરમાં એક કરતાં વધારે ધારદાર ખીલા વાગે તો કેટલો દુખાવો થાય.

2. Boiling Water Punishment

Boiling Water Punishment

શિયાળાની સવાર માં ગરમ પાણી માં નહાવું દરેક ને પસંદ હોય છે પરંતુ જો પાણી વધારે ગરમ થઈ જાય તો! વધારે પડતું ગરમ પાણી કોઈના પણ શરીર પર પડે તો તે સહન ના થાય. પ્રાચીન સમય માં અપરાધી ને સજા આપવા માટે તેમણે ઉકળતા ગરમ પાણી માં જીવતા નાખી દેવામાં આવતા હતા અને આ પ્રકાર ની સજા નું પ્રચલન પૂર્વી એશિયા થઈ લઈને ઇંગ્લૈંડ સુધી હતું.

3. Crushed By Elephant

Crushed By Elephant

જ્યારે આપણો હાથ કે પગ કોઈ ભારે વજન વાળી વસ્તુ ના નીચે દબાઈ જાય તો જોરદાર નો દુખાવો થાય છે તો વિચારો કોઈ વ્યક્તિ ના હાથ પગ નઇ પરંતુ પૂરું શરીર હાથી ના નીચે કૂચલવામાં આવે તો સુ થાય! પ્રાચીન સમય મા અપરાધીને હાથી ની નીચે કૂચલી નાખવામાં આવતા હતા. આ પ્રકારની સજા દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા માં આપવામાં આવતી હતી. અને તમને જણાવી દઇએકે આ પ્રકાર ની સજા આપવા માટે હાથીઓ ને ટ્રેનિંગ આપવામાં આવતી હતી.

4. Brazen Bull Punishment

Brazen Bull Punishment

માચીસ ની એક તીલી થી જો આંગળી બળી  જાય તો જીવ નીકળી જાય છે એટલો દુખાવો થાય છે કારણ કે આગથી બળવાનો જે દુખાવો થાય છે એ સૌથી ખરાબ દુખાવામાં ગણવામાં આવે છે. ગ્રીસ દેશ માં લોકોને મેટલ બુલ ની ખાસ સજા આપવામાં આવતી હતી. આ સજા માં લોખંડ નો એક આખલો બનેલો હોય છે જે અંદર થઈ ખોખલો હોય છે અને એની અંદર અપરાધીને બેસાડી સકાય એવી રચના કરેલી હોય છે. અપરાધીને એ લોખંડ ના બળદ ની અંદર બેસાડીને બળદની નીચે આગ લગાડવામાં આવતી હતી જેની લીધે લોખંડ ગરમ થતું હતું અને એ અપરાધી પણ અંદર બળી જાય.

Brazen Bull Punishment

પ્રાચીન સમય માં લોકોનું મન  આનાથી નતું ભરાતું હતું તો એ લોકો એ લોખંડ ના બળદ ની રચના એવીરીતે કરી હતી જેનાથી અંદર બેસેલી અપરાધી ના ચીસ નો અવાજ એ બળદ ના મોં માંથી સાંભળી સકાતું હતું.

5. Boiled in oil Punishment

Boiled in oil Punishment

આ પ્રકાર ની સજા પ્રાચીન જાપાન અને ચાઈના ની અંદર થતી હતી. આ સજાની અંદર દોશી પામેલા અપરાધીને ઉકળતા તેલની અંદર જીવતા નાખી દેવામાં આવતા હતા જેના લીધે અપરાધી ની મૃત્યુ થઈ જતી હતી.

6. Ling-Shi or Slow Slicing

Ling-Shi or Slow Slicing

Ling-Shi ને દુનિયાની સૌથી ક્રૂર સજાઓ માં ગણવામાં આવે છે. આ પ્રકાર ની સજા નો ઉપયોગ દસ મી સદી ના ચીન માં થતો હતો. આ સજા ની અંદર અપરાધીને પહેલા બરાબર બાંધી લેવામાં આવતો હતો અને પછી ધાર દાર હથિયાર થઈ એની પર ચીરા લગાવવામાં આવતા હતા. આ સજા ની અંદર અપરાધી ના શરીર પર હજારો ચીરા પાડવામાં આવતા જેનાથી એ જલ્દી ના મરે અને તડપી તડપી ને મરે. બીજા ઘણા દેશો માં પણ આ સજા આપવામાં આવતી હતી જેમાં અપરાધીના શરીરના ટુકડા કરવામાં આવતા હતા અને અમુક દેશ માં અપરાધીના શરીરને આરીથી પણ કાપવામાં આવતું હતું. સજા આપવાની આ પ્રક્રિયા ને ખુબજ ક્રૂર માનવામાં આવે છે.

7. Ripper Breast Punishment

Ripper Breast Punishment

પ્રાચીન સમય ની સજાઓ ફક્ત પુરુષ પૂરતી સીમિત નતી, પ્રાચીન સમય માં મહિલા ઑ પર પણ ક્રૂર સજાઓ નો અત્યાચાર થતો હતો. મહિલાઑ ને સજા આપવા માટે એક હથિયાર બનાવવામાં આવ્યું હતું જે મહિલાઓના સ્તન ને ફાડવા માટે બનાવેલું હતું. લોખંડ ના બનેલા આ હથિયાર ને આગમાં ગરમ કરીને અપરાધી મહિલાના સ્તન પર રાખી ને જોરથી ખેંચવામાં આવતું જેનાથી આ હથિયાર ના અણીદાર પંજા મહિલા ના સ્તન નું માંસ ખેચીને નિકાળી દેતું હતું.

8. Nose Cutting Punishment

Nose Cutting Punishment

પ્રાચીન મિશ્ર માં કાયદા ના ઉલંઘન માટે અપરાધીનું નાક કાપવામાં આવતું હતું. પ્રાચીન મિશ્ર માં અપરાધીનું નાક કાપ્યા પછી તેમને ખાસ પ્રકાર ની જેલ ની અંદર પૂરી  દેવામાં આવતા હતા. આ સજા ભ્રષ્ટ અધિકારીઓ ને પણ આપવામાં આવતી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *